LIVE IPL 2018: પંજાબની બેટિંગ સામે ભારે પડી મુંબઇની બોલિંગ, MIનો 3 રને રોમાંચક વિજય - Sandesh
NIFTY 10,475.85 +45.50  |  SENSEX 34,559.28 +214.37  |  USD 68.3150 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • LIVE IPL 2018: પંજાબની બેટિંગ સામે ભારે પડી મુંબઇની બોલિંગ, MIનો 3 રને રોમાંચક વિજય

LIVE IPL 2018: પંજાબની બેટિંગ સામે ભારે પડી મુંબઇની બોલિંગ, MIનો 3 રને રોમાંચક વિજય

 | 5:13 pm IST

મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી KXIP અને MI વચ્ચે રમાયેલી મેચમાં મુંબઇનો 3 રને રોમાંચક વિજય થયો છે. KXIPએ ટોસ જીત્યો હતો અને MIને પ્રથમ બેટિંગ આપવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે કિરોન પૉલાર્ડનાં 50, કૃણાલ પંડ્યાનાં 32, સુર્યકુમાર યાદવનાં 27 અને ઇશાન કિશનનાં 20 રનની મદદથી 186 રન કર્યા હતા. MIએ જેપી ડ્યુમિનીની જગ્યાએ કીરોન પોલાર્ડને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન આપ્યું હતું. પંજાબ તરફથી એન્ડ્રુ ટાઇએ 4 વિકેટ ઝડપી હતી.

કિંગ્સ ઇલેવન પંજા યજમાન મુંબઈ ઈન્ડિયન્સ બંને માટે આ મુકાબલો ટૂર્નામેન્ટમાં ટકી રહેવામાં અંતિમ તક હતી ત્યારે . મુંબઈ ઈન્ડિયન્સે શરૂઆતમાં ખરાબ પ્રદર્શન બાદ ટૂર્નામેન્ટમાં વાપસી કરતાં સતત 4 જીત મેળવી છે.

પંજાબ તરફથી કેએલ રાહુલે 94 રન ફટકાર્યા હતા અને છેક જીતની નજીક લઇ ગયા પછી આઉટ થયો હતો. જો કે અંતિંમ ઓવર્સમાં પંજાબનાં બેટ્સમેનો નિષ્ફળ જતા પંજાબનો પરાજય થયો હતો.  પંજાબ તરફથી એરોન ફિંચે 46 અને ક્રિસ ગેઇલે 18 રન ફટકાર્યા હતા. મુંબઇ તરફથી જસપ્રિત બુમરાહે જોરદાર બોલિંગ કરતા 3 અને મેકલેંઘને 2 વિકેટ ઝડપી હતી.

ગત રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હાર તેના માટે ઘાતક સાબિત થઈ હતી. મુંબઈ હવે 13માંથી 6 મેચ જીતી 5માં સ્થાને છે. પંજાબ છેલ્લી 6 પૈકી 5 મેચમાં પરાજય મેળવતાં 13 મેચમાં 12 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.

તેમાં પણ પંજાબની ટીમ સોમવારે બેંગ્લોર સામે માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બેંગ્લોરે આ મેચ 8.1 ઓવરમાં જીતી લીધી હતી. આથી પંજાબે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મુંબઈ સામેની મેચ જીતવાની સાથે પોતાનો નેટ રનરેટ પણ સુધારવો પડશે.

IPLના ઇતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ કુલ 21 વખત ટકરાઈ છે જે પૈકી પંજાબે 10માં અને મુંબઈએ 11 મેચમાં જીત મેળવી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ગત ચોથી મેના રોજ ટકરાયા હતા જેમાં મુંબઈએ છ વિકેટે વિજય મેળવ્યો હતો. બંને ટીમના રેકોર્ડને જોતાં આજની મેચ પણ રોમાંચક બની શકે છે.

આઈપીએલ 11માં આગામી એક અઠવાડિયું બધી ટીમો માટે મહત્વપૂર્ણ છે. કઈ ટીમ અંદર જશે અને કઈ ટીમ બહાર જશે, આ 2મી મે પહેલા ખબર પડી જશે. આ સિઝનના પ્લેઓફ મુકાબલાઓ 22મી મેથી રમાશે. વિરાટની આરસીબી અથવા રોહિતની મુંબઈ, જીત માટે આ કેપ્ટનોએ કોઈ જાદૂ બતાવવો પડશે.