Live: Akhilesh Yadav and Mayawati Joint Press Conference
  • Home
  • Featured
  • માયાવતી-અખિલેશે સંયુકત પત્રકાર પરિષદ દરમ્યાન શું-શું કહ્યું? જાણો સંપૂર્ણ વિગત

માયાવતી-અખિલેશે સંયુકત પત્રકાર પરિષદ દરમ્યાન શું-શું કહ્યું? જાણો સંપૂર્ણ વિગત

 | 11:50 am IST

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મહાગઠબંધનની આજે સત્તાવાર જાહેરાત થશે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. આ દરમ્યાન સીટોને લઇ વહેંચણને માયાવતીએ મોટી જાહેરાત કરી દીધી. પત્રકાર પરિષદ પહેલાં જ આખું લખનઉ પોસ્ટર્સથી રંગાઇ ગયું છે. આ પત્રકાર પરિષદને લઇ તમામ અપડેટ્સ અહીં ઉપલબ્ધ

માયાવતી પત્રકારોને સંબોધી રહ્યા છે

– ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા સીટોમાંથી સપા અને બસપા 38-38 સીટો પરથી 2019ની લોકસભા ચૂંટણી લડશે. આ અંગે માયાવતીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે કૉંગ્રેસ માટે રાયબરેલી અને અમેઠી સીટ અમે ખાલી રાખી છે.

– માયાવતી એ કહ્યું કે…4 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં અમે રાજ્યની તમામ 80 લોકસભા સીટો પર ગઠબંધન કરી લીધું છે. તેનો અંદાજો કદાચ ભાજપને આવી ગયો હતો તેના લીધે અમારા સહયોગી અખિલેશ યાદવની છબી ધૂંધળી કરવા માટે જબરદસ્તી તેમનું નામ ખાણ કૌભાંડમાં સામેલ કર્યું.

– માયાવતીએ કહ્યું કે…રક્ષા ડીલોમાં બંને પાર્ટીઓની ગડબડી છે. પહેલાં કૉંગ્રેસે બોફોર્સ કર્યો અને હવે ભાજપ ટૂંક સમયમાં જ રાફેલ ડીલમાં ગડબડીના લીધે દેશની સત્તામાંથી બહાર જતી રહેવાની છે

– માયાવતીએ વધુમાં કહ્યું કે…તમે જાણવા માંગશો કે અમે કૉંગ્રેસને આ ગઠબંધનમાં સામેલ કેમ નથી કર્યા? તમે જાણો છો કે દેશની આઝાદી બાદ એક જ પાર્ટીએ ઘણા સમય સુધી રાજ કર્યું છે. તેમની રાજનીતિમાં ગરીબાઇનો વધારો થયો છે, ભાજપ અને કૉંગ્રેસની કાર્યશૈલી અને વિચાર એક જ જેવું નજર આવે છે.

– માયાવતીએ કહ્યું કે… બસપાએ આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત સમાજવાદી પાર્ટીની સાથે આ ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. આવનારા સમયમાં 2019મા થયેલ આ ગઠબંધનને એક રીતે નવી રાજકીય ક્રાંતિનો સમય માનવો પડશે. 1995ના લખનઉ ગેસ્ટ હાઉસ કાંડથી દેશ ઉપર રાખતા ગઠબંધનનો નિર્ણય લેવાયો છે. લોકસભા અને વિધાનસભામાં ભાજપે બેઇમાનીથી સરકાર બનાવી છે.

– માયાવતીએ કહ્યું કે…ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની, બંને ગુરૂ ચેલાની ઊંઘ ઉડાવવા પત્રકાર પરિષદ થઇ રહી છે. ભાજપની તાનાશાહી નીતિથી લોકો હેરાન-પરેશાન છે. મોદી અને શાહની ઉંઘ ઉડાડવા માટે પ્રેસ કોન્ફરન્સ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની, બંને ગુરૂ ચેલાની ઊંઘ ઉડાવવા પત્રકાર પરિષદ થઇ રહી છે. સમાજવાદી પાર્ટીની સાથે 1993ની સાલમાં વિધાનસભા ચૂંટણીમાં કાશીરામજી અને મુલાયમ સિંહજીના ગઠબંધનમાં ચૂંટણી લડાઇ અને સરકાર બનાવામાં આવી હતી. ભાજપના ઝેરીલા, સાંપ્રદાયિક અને જાતિવાદી રાજનીતિથી પ્રદેશને દૂર રાખવાની ઇચ્છાથી આમ કરવામાં આવ્યું હતું, દેશમાં ફરીથી આવી સ્થિતિની વચ્ચે બસપા એ એક વખત ફરી આમ કરવાની જરૂરિયાત મહેસૂસ કરી છે.

– લખનઉમાં લાગેલા સપા-બસપાના પોસ્ટર અને ઝંડા. આજે ગઠબંધનની જાહેરાત કરી શકે છે અખિલેશ યાદવ અને માયાવતી
– અખિલેશ અને માયાવતીની જોઇન્ટ પત્રકાર પરિષદ
– માયાવતીને રિસીવ કરવા જશે અખિલેશ
– સીટોની વહેંચણીની પણ થશે જાહેરાત
– સપા 37 તો બસપા 38 સીટો પર લડી શકે છે ચૂંટણી