Live budget can be viewed through the application
  • Home
  • Business
  • હવે તમે એપ્લિકેશન દ્વારા જોઈ શકશો LIVE બજેટ અને મેળવી શકશો તમામ માહિતી, સરકારે લોન્ચ કરી એપ

હવે તમે એપ્લિકેશન દ્વારા જોઈ શકશો LIVE બજેટ અને મેળવી શકશો તમામ માહિતી, સરકારે લોન્ચ કરી એપ

 | 9:54 pm IST
  • Share

કેન્દ્રિય બજેટ 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ રજૂ થનાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) આ બજેટ રજૂ કરશે. કોરોનાને જોતા આ વર્ષનું બજેટ સંપૂર્ણ રીતે પેપરલેસ રાખવામાં આવ્યું છે અને તેને લોકો સુધી પહોંચાડવા માટે એક એપ શરૂ કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકો અને સાંસદો સરળતાથી બજેટ વિશે માહિતી મેળવી શકે. આ એપ્લિકેશનનું નામ છે “Union Budget Mobile App” જે તાજેતરમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman)  દ્વારા શરૂ કરાઈ છે.

“Union Budget Mobile App” હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે, આ એપ્લિકેશન પર બજેટ (Budget)ની માહિતી મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી થશે અને તેને કેન્દ્રીય બજેટના 14 દસ્તાવેજોની એક્સેસ મળશે. જેમાં વાર્ષિક નાણાકીય અહેવાલ ( જે બજેટ તરીકે ઓળખાય છે), ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ (DG), ફાયનાન્શીયલ બિલનો સમાવેશ થાય છે.

આ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરો 

આ એપ્લિકેશન Android અને iOS બંને ઉપકરણો માટે ઉપલબ્ધ કરાઈ છે. એન્ડ્રોઇડ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે અને આઇફોન અને આઈપેડ ઉપકરણોનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ તેને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત, યુનિયન બજેટ વેબ પોર્ટલ www.indiabudget.gov.in પરથી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.

કઈ સુવિધાઓ એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે

App ને ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેયર્સનામાર્ગદર્શન હેઠળ NIC દ્વારા તૈયાર કરવામાં આવી છે. યુઝર્સ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ દસ્તાવેજોને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકે છે, સાથે સાથે ઝૂમ ઇન અને આઉટ પણ કરી શકે છે. આ સિવાય સર્ચ સુવિધા પણ આપવામાં આવી છે. નાણાં પ્રધાન બજેટ ભાષણ સમાપ્ત કર્યા પછી વપરાશકર્તાઓને 1 ફેબ્રુઆરીએ બજેટ દસ્તાવેજની એક્સેસ મળશે.

યુનિયન બજેટ લાઇવ પણ જોઈ શકો છો

જો તમે આ બજેટ ભાષણ ટેક્સ્ટ દસ્તાવેજ ઉપરાંત લાઇવ જોવા માંગો છો, તો તેને ટીવી સાથે તમારા મોબાઇલ પર લાઇવ પણ જોઈ શકો છો. આ માટે, તમારે લોકસભા વેબસાઇટ https://loksabhatv.nic.in/ પર જવું પડશે. નાણાં પ્રધાન દ્વારા કેન્દ્રીય બજેટ ભાષણ 1 ફેબ્રુઆરીએ ૧૧ વાગ્યાથી શરૂ થશે.

આ વીડિયો પણ જુઓઃ 26મીની ઘટના દુભાગ્યપૂર્ણ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો