અમદાવાદમાં ધોળા દિવસે લૂંટારૂ વૃદ્ધાની સોનાની ચેઇન ખેંચા ગયો, CCTVમા કેદ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ધોળા દિવસે લૂંટારૂ વૃદ્ધાની સોનાની ચેઇન ખેંચા ગયો, CCTVમા કેદ

અમદાવાદમાં ધોળા દિવસે લૂંટારૂ વૃદ્ધાની સોનાની ચેઇન ખેંચા ગયો, CCTVમા કેદ

 | 1:26 pm IST

અમદાવાદમાં લૂંટારૂઓ બેફામ બની ગયા છે અને ધોળા દિવસે પણ ખુલ્લેઆમ બેફામ લૂંટ ચલાવી રહ્યાં છે. ગયા બુધવારે આનંદનગર સિગ્નેચર રેસિડન્સીમાં રહેતાં વૃદ્ધા વનીતા વાછણીનો સવારે 11:15 વાગ્યે શ્યામલ રો-હાઉસ નજીકથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે તેમની ચેઇન ખેંચાઈ હતી.

હાલ આ ચેઇન સ્નેચિંગના ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક વૃદ્ધા જાય છે ત્યારે બાઈક પર બહાર બે શખ્સો આવે છે. એક શખ્સ વૃદ્ધાની પાછળ આવે છે, બીજો બાઈક લઈ બહાર ઉભો રહે છે. વૃધ્ધાની એકલતાનો લાભ લઈને પાછળ આવેલો શખ્સ સોનાનો દોરો તોડીને બાઈક પાછળ બેસીને ફરાર થઇ જાય છે. બુધવારે ધોળા દિવસે બનેલી આ ઘટનામાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરી ફરાર શખ્સોને ઝડપવા વધુ તપાસ શરૂ કરી છે.