Live Elections 2019: Voting Starts In 95 Seats Across 11 States In Second Phase
  • Home
  • Election 2019
  • લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થયો, જાણો ક્યાં કેટલું થયું મતદાન

લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થયો, જાણો ક્યાં કેટલું થયું મતદાન

 | 7:29 am IST

આજે લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. જેમાં 12 રાજ્યોની 95 સીટો માટે લોકો મતદાન કરશે. આ તબક્કામાં કેટલાંય જાણીતા ચહેરાઓ અને દિગ્ગજ નેતાઓનું ભાગ્ય નક્કી થશે. 11 રાજ્ય અને એક કેન્દ્રશાસિત રાજ્ય પુડ્ડુચેરીમાં થઇ રહેલા આ મતદાનમાં 1600થી વધુ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તામિલનાડુના વેલ્લોરમાં ચૂંટણી પંચે વોટિંગ રદ્દ કરી દીધું છે, ત્રિપુરા પૂર્વ સીટ પર હવે ત્રીજા તબક્કામાં વોટિંગ થશે. વોટિંગ સવારે 7 થી સાંજે 6 સુધી ચાલશે. લોકસભા ચૂંટણીના તમામ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો…

સાંજે 6 વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન?

  • ઉત્તર પ્રદેશ – 66.06%, બિહાર- 62.38%,  ઓરિસ્સા – 57.97 %,  છત્તીસગઢ – 71.40%, કર્ણાટક – 67.67%, પૉંડિચેરી – 76.19%, તમિલનાડુ- 66.36%,  જમ્મૂ-કાશ્મીર – 45.05%,  પશ્ચિમ બંગાળ – 76.42%, મણિપુર – 67.15%,  અસમ –  76.22% અને  મહારાષ્ટ્ર – 61.22%
  • લોકસભા ચૂંટણીનું બીજું ચરણ સંપન્ન. અત્યાર સુધી 14 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. 
  • સાંજે પાંચ વાગ્યા સુધી લોકસભા ચૂંટણીનાં બીજા તબક્કા માટે કુલ 61.12 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મણિપુરમાં 74.69 ટકા મતદાન થયું છે. તો અસમમાં 73.32%, બિહારમાં 58.14%, છત્તીસગઢમાં 68.70%, જમ્મુ-કાશ્મીરમાં 43.37%, કર્ણાટકમાં 61.80% અને મહારાષ્ટ્રમાં 55.37% મતદાન થયું છે.
  • ઑડિશામાં 57.41%, પૉન્ડિચેરીમાં 72.40%, તિમલનાડુમાં 61.52%, ઉત્તરપ્રદેશમાં 58.12% અને પશ્ચિમ બંગાળમાં 75.27% મતદાન થયું છે.

  • 11 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભા ચૂંટણીનાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સાંજે પાંચ વાગ્યા સુધી અસમમાં 62.95 ટકા, બિહારમાં 47.49 ટકા, છત્તીસગઢમાં 60.69 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 38.92 ટકા, પશ્ચિમ બંગાળમાં 65.59 ટકા, મહારાષ્ટ્રમાં 46.74% મતદાન થયું છે.
  • લોકસભા ચૂંટણીનાં બીજા તબક્કા માટે બપોરે 3 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 46.63%, તમિલનાડુમાં 52.02%, ઑડિશામાં 53%, મણિપુરમાં 67.5%, ઉત્તરપ્રદેશમાં 50.39%, છત્તીસગઢમાં 59.72% અને કર્ણાટકમાં 49.26 ટકા મતદાન થયું.

  • પશ્ચિમ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર સિંહ જાખરે ઉમેદવારી પત્ર ભર્યો છે. આ દરમિયાન AAP નેતા ગોપાલ રાય હાજર હતા.

  • બપોરે ત્રણ વાગ્યા સુધી ઉત્તરપ્રદેશના નગીનામાં 51.67 ટકા, અમરોહામાં 54.62 ટકા, બુલંદશહેરમાં 52 ટકા, અલીગઢમાં 48.80 ટકા, હાથરસમાં 49.19 ટકા, મથુરામાં 48.10 ટકા, આગરામાં 49.07 ટકા અને ફતેહપુર સીકરીમાં 49.70 ટકા મતદાન નોંધાયા છે. આ સાથે ઉત્તરપ્રદેશની આઠ બેઠકોમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કુલ 50 ટકા વોટિંગ થયું છે. 
  • જ્યારે પશ્ચિમ બંગાળમાં 65.43 ટકા(જલપાઈગુડી(સુરક્ષિત)-71.32 ટકા, દાર્જિલિંગ 63.14 ટકા, રાયગંજ 61.84 ટકા) મતદાન નોંધાયું છે.
  • ઉપરાંત જમ્મુ-કાશ્મીરની વાત કરીએ બપોરે ત્રણ વાગ્યા સુધી 38.5 ટકા મતદાન થયું છે. જેમાં શ્રીનગર ખાતે 5.7 ટકા મતદાન સામેલ છે.
  • મણિપુરની રાજધાની ઇંફાલમાં એક પોલિંગ બૂથ પર મતદાન પ્રક્રિયા ચાલુ છે. લોકો લાઇનમાં લાગીને મતદાન કરી રહ્યા છે.

  • બપોર 2 વાગ્યા સુધીમાં અસમાં 47 ટકા, િહારમાં 38.87 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 30.12 ટકા, પશ્ચિમ બંગાળમાં 51.68 ટકા, છત્તીસગઢમાં 47.02 ટકા, ઓરિસ્સામાં 31.88 ટકા, તામિલનાડુમાં 38.64 ટકા મતદાન થયું છે
  • છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

  • કેરળ – ભાજપના પ્રદેશ અધ્યક્ષ પીએસ શ્રીધરનની વિરૂદ્ધ પોલીસે કેસ રજીસ્ટર કર્યો. તેમના પર મુસ્લિમોની વિરૂદ્ધ નિવેદનબાજી કરવાનો આરોપ છે

  • પશ્ચિમ બંગાળ: ચોપડામાં ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓમાં વિવાદ થતાં તોડી નાંખ્યું ઇવીએમ
  • સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢ લોકસભા સીટ પરથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું
  • દેશભરમાં 95 લોકસભા સીટો પર વોટિંગની વચ્ચે લખનઉથી સપા ઉમેદવાર પૂનમ સિન્હાનો રોડ શો ચાલુ. અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે પણ રોડ શોમાં લીધો ભાગ
  • પશ્ચિમ બંગાળમાં રાયગંજથી સીપીએમ ઉમેદવાર મોહમ્મદ સલીમની કાર પર હુમલો, ટીએમસી કાર્યકર્તાઓ પર લાગ્યો આરોપ
  • આઝમગઢથી લોકસભાના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ઉમેદવારી પત્ર ભરવા કલેકટર ઓફિસ પહોંચ્યા
  • પશ્ચિમ બંગાળના પુરૂલિયાના સેનાબાના ગામમાં શિશુપાલ નામના ભાજપ કાર્યકર્તાનો મૃતદેહ ઝાડમાં ટીંગાળેલો મળ્યો
  • કર્ણાટક ભાજપના ઉપાધ્યક્ષ તેજસ્વિની અનંત કુમારે બેંગ્લુરૂના બસાવણગુડીમાં વોટિંગ કર્યું
  • સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલથી ભાજપની લોકસભા ઉમેદવાર બનાવા પર નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા બોલ્યા ભાજપે એક એવા ઉમેદવારને ટિકિટ આપી જે માત્ર આતંકવાદી ઘટનાઓની આરોપી જ નહીં પરંતુ સ્વાસ્થ્યના લીધે જેલમાંથી બહાર છે. જો તેઓ સ્વાસ્થ્યના લીધે જામીન પર છે તો તેમને ચૂંટણી લડવાની મંજૂરી કેમ છે?
  • પશ્ચિમ બંગાળમાં ભાજપના મહાસચિવ અને રાયગંજથી ઉમેદવાર દેબશ્રી ચૌધરીએ આરોપ મૂકયો કે ટીએમસી કાર્યકર્તા બૂથ કેપચરિંગની કોશિષ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ટીએમસી કાર્યકર્તા બૂથ કેપચરિંગની કોશિષમાં છે. તેઓ મુસલમાનોની વચ્ચે જઇ કેમ્પેઇનિંગ કરી રહ્યાં છે. જ્યારે આજે પ્રચાર થઇ શકે નહીં.
  • મહારાષ્ટ્રના સોલાપુરના શાસ્ત્રીનગરમાં ઇવીએમમાં ખરાબીના લીધે વોટિંગ પર અસર
  • અમરોહાથી ભાજપના ઉમેદવાર કંવર સિંહ તંવરનો આપો, બુરખો પહેરીને પુરુષો બોગસ વોટિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પોલિંગ બુથ પર સુરક્ષાની યોગ્ય સગવડ નથી. આની પહેલાં ફર્સ્ટ ફેજના વોટિંગ દરમ્યાન મુઝફ્ફરનગરથી ભાજપ ઉમેદવાર સંજીવ બાલિયાનને આવો જ આરોપ મૂકયો હતો.
  • અસમ – કોંગ્રેસ પાર્ટીની નેતા અને સિલચરથી સાંસદ સુષ્મિતા દેવે વોટિંગ કર્યું. સુષ્મિતાની સાથે તેની બહેન પણ હતી.
  • મુંબઇમાં ચૂંટણી પંચના ફ્લાઇંગ સ્કૉડ એ 11.85 લાખ રૂપિયા જપ્ત કર્યા. આ પૈસા સિયોન વિસ્તારમાં જપ્ત કર્યા છે
  • કર્ણાટક: પૂર્વ પીએમ અને જેડીએસના નેતા એચડી દેવગૌડા એ પત્ની સંગ હાસનમાં મતદાન કર્યું

  • મહારાષ્ટ્ર – 105 વર્ષના કાવિબાઇ કાંબલે પોતાના પરિવાર સાથે વોટ કરવા પહોંચ્યા. તેમણે લાતુર સીટ માટે મતદાન કર્યું. રાજ્યમાં 10 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે.

  • બિહારમાં 10 વાગ્યા સુધીમાં 19.5% મતદાન
  • છત્તીસગઢ: બુથ પર તૈનાત એક પોલિંગ ઓફિસરનું હાર્ટ એટેકથી મોત. તેઓ કાંકેરના બુથ નંબર 186 પર તૈનાત હતા
  • મથુરા : યુપી કોંગ્રેસના ચીફ રાજ બબ્બરે મતદાન કર્યું. બબ્બર ફતેહપુર સીકરીથી કોંગ્રેસના ઉમેદવાર પણ છે.

  • જમ્મુ-કાશ્મીરમાં હોસ્પિટલથી સીધા મતદાન કરવા પહોંચ્યા દર્દી જોગિંદ્રો દેવી. 81 વર્ષના જોગિંદ્રો એ કઠુઆમાં મતદાન કર્યું. મતદાન બાદ તેઓ પાછા હોસ્પિટલમાં જતા રહ્યા.

  • કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ પત્ની અનીતા અને દીકરા નિખિલની સાથે મતદન કર્યું. કુમારસ્વામીનો દીકરો મંડ્યાથી ચૂંટણી લડી રહ્યો છે

  • બીજા તબક્કામાં નવ વાગ્યા સુધીમાં થયું આટલા ટકા મતદાન

  • UP: હાથરસ લોકસભા સીટ પર સાસનીમાં સાસરે જતા પહેલાં દુલ્હને કર્યું વોટિંગ

  • કર્ણાટક: લગ્ન પહેલાં વોટ આપવા દુલ્હન કૃતિકા પહોંચી. કર્ણાટકમાં આજે 14 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે

  • પ્રેગનન્નટ મહિલાએ કર્યું મતદાન

  • તામિલનાડુ: થુથુકુડી સીટ પરથી ડીએમકેના ઉમેદવાર કનિમોઝી એ ચેન્નાઇમાં વોટિંગ કર્યું, વોટ બાદ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં બોલ્યા વિપક્ષના લોકોને દબાવામાં આવી રહ્યાં છે. ઉમેદવારોને નિશાન પર લેવાય છે. AIADMK પર હવે સંપૂર્ણપણે ભાજપ હાવી થઇ ગયું છે.

  • ઓરિસ્સા – બોલંગીર લોકસભા સીટ પર વોટિંગમાં થોડીકવાર અડચણ આવી. ત્યાં ઇવીએમમાં ખરાબી હતી. હાલ વોટિંગ ફરીથી શરૂ થઇ ગયું છે.
  • મણિપુરના રાજ્યપાલ નજપા હેપતુલ્લા એ ઇમ્ફાલમાં
  • મહારાષ્ટ્રના સોલાપુરમાં પતિ સાથે વોટ આપી ગર્ભવતી મહિલા
  • પશ્ચિમ બંગાળ : દાર્જિલીંગમાં મોટી સંખ્યામાં લોકો મત આપવા પહોંચ્યા. દાર્જીલીંગ સંસદીય સીટ પર આ વખતે જીજેએમ, જીએનએલએફ સહિત અન્ય પાર્ટીઓ જૂની માંગોથી વધુ વિકાસના મુદ્દા પર ખાસ્સું જોર આપી રહ્યાં છે.
  • બેંગલુરૂ સેન્ટ્રલથી નિર્દલીય ચૂંટણી લડી રહેલા પ્રકાશ રાજ મત કરવા પહોંચ્યા

  • અસમ અને પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રમાં ઇવીએમ ખોટવાયાનો મામલો આવ્યો સામે. બીડ લોકસભા ક્ષેત્રમાં પાંચ જગ્યા ઇવીએમ અને વીવીપેટમાં ગડબડી છે. આ ક્ષેત્ર જિયોરાઇ, મઝલગાંવ, કેજે, આષ્ટી, પરાલી છે. જો કે તમામ મશીનોને ટૂંક સમયમાં જ બદલાઇ ગયા.
  • તામિલનાડુ – મુખ્યમંત્રી ઇ પલાનીસામી એ સેલમમાં પોતાનો મત નાંખ્યો
  • અસમ – સિલચરના જે પોલિંગ બૂથ પર વીવીપેટ મશીન કામ કરી રહ્યું નથી તેને હવે રિપેર કરી દીધું છે. ત્યાં હાજર ઓફિસરે કહ્યું કે વીવીપેટ હવે ઠીક છે અને લોકો હવે પોતાનો વોટ આપી શકે છે
  • તામિલનાડુ – મક્કલ નિધિ મય્યમ (એમએનએમ)ના ચીફ કમલ હાસન અને તેમની દીકરી શ્રુતિ હસન ચેન્નાઇમાં વોટિંગ કરવા પહોંચ્યા
  • કર્ણાટક: રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ બેંગલુરૂ સાઉથ સંસદીય ક્ષેત્રમાં મતદાન કરવા પહોંચ્યા

  • પશ્ચિમબંગાળ: રાયગંજ સંસદીય ક્ષેત્રમાં ઇવીએમ બરાબર કામ નથી કરતું તેનો મામલો સામે આવ્યો છે. આથી ત્યાં એક બુથ (નંબર 29/134) પર વોટિંગ હજુ સુધી શરૂ થયું નથી
  • બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની 97 બેઠકો પર મતદાન
  • કોંગ્રેસના સિનિયર નેતા સુશીલકુમાર શિંદે એ કર્યું મતદાન
  • તામિલનાડુથી સુપર સ્ટાર રજનીકાંતે કર્યું મતદાન

  • તામિલનાડુ : પી.ચિદમ્બરમની પત્ની નલિની, તેમના દીકરા કાર્તિ અને વહુ શ્રીનિધી રંગરાજને શિવગંગામાં વોટિંગ કર્યુંhttps://twitter.com/ANI/status/1118698404979277824
  • કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે કરાઇકુડી, શિવગંગાના પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું

https://twitter.com/ANI/status/1118691931972874240

  • લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કા માટે વોટિંગ શરૂ
  • ત્રિપુરા (પૂર્વ)ની લોકસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોવાના કારણે મતદાન મોકૂફ
  • તામિલનાડુની વેલ્લૂર લોકસભા બેઠક પર એક ઉમેદવારના કાર્યાલયમાંથી મોટી કેશ જપ્ત થતાં ચૂંટણી પંચે મતદાન મોકૂફ
  • ઓરિસ્સાની 35 વિધાનસભા બેઠકો પર પણ મતદાન યોજાશે
  • 38 તામિલનાડુ, 14 કર્ણાટક, 10 મહારાષ્ટ્ર, 8 ઉત્તર પ્રદેશ, 5 આસામ, 5 બિહાર, 5 ઓરિસ્સા, 3 છત્તીસગઢ, 3 પશ્ચિમ બંગાળ, 2 જમ્મુ-કાશ્મીર, 1 મણિપુર, 1 પોંડિચેરીની સીટ માટે આજે મતદાન

આ Video પણ જુઓ : આજે 12 રાજ્યો – કેન્દ્ર શાસિત પ્રદેશની 95 બેઠક પર મતદાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન