Live Update Between India and Pakistan Match Of CWC19
 • Home
 • Sports
 • Cricket
 • CWC19 INDvsPAK: માન્ચેસ્ટરમાં ભારતની પાક. પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’, 89 રને ચટાડી ધૂળ

CWC19 INDvsPAK: માન્ચેસ્ટરમાં ભારતની પાક. પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’, 89 રને ચટાડી ધૂળ

 | 2:20 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019માં આજે મેન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાનની મેચ હાઈવૉલ્ટેજ મુકાબલો રમાયો. આ મેચમાં ભારતે પાકિસ્તાનને DLS મેથડથી 89 રનથી હરાવ્યું છે. પાકિસ્તાને ટૉસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. પહેલા બેટિંગ કરતા ભારતે રોહિત શર્મા અને કેએલ રાહુલની ધમાકેદાર બેટિંગથી 50 ઑવરમાં 5 વિકેટે 336 રનનો સ્કોર બનાવ્યો હતો. 336 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 35 ઑવરમાં 6 વિકેટે 166 રન બનાવ્યા ત્યારે મેચમાં વરસાદ પડતા મેચ અટકાવવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાનને DLS મેથડ પ્રમાણે 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન 40 ઑવરમાં 6 વિકેટે 212 રન જ બનાવી શક્યું હતુ.

આ પહેલા ભારત તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલે 136 રનની પ્રથમ વિકેટ માટે ભાગેદારી નોંધાવી હતી. રોહિત શર્મા 113 બૉલમાં 140 રન મારીને આઉટ થયો હતો, જ્યારે કેએલ રાહુલે 78 બૉલમાં 57 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 19 બૉલમાં 26 અને ધોની ફક્ત 1 રન મારીને આઉટ થયો હતો. તો કેપ્ટન કોહલીએ 65 બૉલમાં 77 રન બનાવ્યા છે. વિજય શંકર 15 અને કેદાર જાધવ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે પાકિસ્તાનને 337 રનનો પડકાર આપ્યો હતો.

પાકિસ્તાન તરફથી ફખર ઝમાને 62, બાબર આઝમે 48 અને ઇમાદ વસીમે અણનમ 46 રન બનાવ્યા હતા. આ સિવાયનાં બેટ્સમેનો ભારત સામે ટકી શક્યા નહીં અને તેમનો DLS મેેથડ પ્રમાણે 89 રને પરાજય થયો.

જેના જવાબમાં અત્યારે પાકિસ્તાનનો સ્કૉર 6 વિકેટે 166 રન છે અને 35 ઑવર થઈ છે. ભારત તરફથી હાર્દિક પંડ્યા, વિજય શંકર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી છે.

 • વિજય શંકરે સરફરાઝને 12 રને બૉલ્ડ કર્યો

 • હાર્દિકે શોએબ મલિકને શૂન્ય રને બૉલ્ડ માર્યો
 • હાર્દિકે મોહમ્મદ હાફિઝને 9 રને આઉટ કર્યો
 • ફખર ઝમાનને કુલદીપ યાદવે 62 રને આઉટ કર્યો
 • બાબર આઝમને કુલદીપ યાદવે 48 રને કર્યો આઉટ
 • ફખર ઝમાન અને બાબર આઝમ વચ્ચે 100 રનની ભાગેદારી
 • ફખર ઝમાનનાં પચાસ રન પુરા
 • ભુવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થતા મેદાન બહાર ગયો છે
 • વિજય શંકરે વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચની પહેલી જ ઑવરનાં પહેલા બૉલે લીધી વિકેટ. ઇમામને 7 રને આઉટ કર્યો

 • દુનિયાભરમાં ફેન્સ જોઇ રહ્યા છે ભારત-પાકિસ્તાનનો મુકાબલો

પાકિસ્તાન તરફતી મોહમ્મદ આમિરે 3, હસન અલી અને વહાબ રિયાઝે 1-1 વિકેટ ઝડપી છે.

આ મુકાબલા પર સૌની નજરો છે અને આ મુકાબલો ખાસ એટલા માટે પણ છે કે ભારત અને પાકિસ્તાન આ મેચ પહેલા જ્યારે ટકરાયા હતા તે આઈસીસી ચેમ્પિયન ટ્રૉફીની ફાઇનલ 2017માં ભારતનો પરાજય થયો હતો.

 • મોહમ્મદ આમિરે વિરાટ કોહલીને 77 રને આઉટ કર્યો

 • હાર્દિક પંડ્યા 26 રન મારીને આમિરની ઑવરમાં આઉટ
 • વિરાટ કોહલીનાં પચાસ રન પુરા
 • હસન અલીએ રોહિત શર્માને 140 રને આઉટ કર્યો
 • રોહિત શર્માએ 85 બૉલમાં 100 રન પુરા કર્યા
 • કેએલ રાહુલ 78 બૉલમાં 57 રન મારીને વહાબ રિયાઝની ઑવરમાં આઉટ
 • સિક્સરની સાથે કેએલ રાહુલે પચાસ રન પુરા કર્યા

 • ભારતનાં 100 રન 17.4 ઑવરમાં પુરા
 • રોહિતનાં પચાસ પુરા
 • વિજય શંકરને ટીમમાં સામેલ કર્યો
 • ક્રિકેટ ફેન્સ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી પહોંચી રહ્યા છે સ્ટેડિયમમાં

મોસમ અને પિચ

આ સમયે મેદાનમાં વરસાદ નથી થઈ રહ્યો, પરંતુ વાદળ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે મેચ સંપૂર્ણ રીતે વરસાદથી ધોવાઈ જાય તેવી સંભાવના નથી. આ ઉપરાંત મેચ સમયથી શરૂ થાય તેવી સંભાવના વધારે છે.

રેકૉર્ડ ભારતીય ટીમનાં પક્ષમાં

ભારતે વિશ્વ કપ 2019માં અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંનેમાં ભારતનો વિજય થયો છે. પહેલી મેચમાં તેણે દક્ષિણ આફ્રિકા અને બીજી મેચમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ. ત્રીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે વરસાદનાં કારણે રદ્દ થઈ ગઈ હતી. ભારત ક્યારેય પણ વિશ્વ કપમાં પાકિસ્તાન સામે હાર્યું નથી. 1992થી લઇને 2015 વિશ્વ કપ સુધી બંને ટીમો વચ્ચે 6 વાર સામ-સામે ટકરાઈ છે, જે તમામ મેચોમાં ભારતનો વિજય થયો છે.

ટીમ:

ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ

પાકિસ્તાન: ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, બાબર આઝમ, મોહમ્મદ હાફીઝ, સરફરાઝ અહમદ (કેપ્ટન), શોએબ મલિક, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન