રાજપથ પર થયુ સ્ત્રીશક્તિનું અનેરુ પ્રદર્શન, ઓડિયન્સમાં તાળીઓનો ગડગડાટ થયો - Sandesh
 • Home
 • India
 • રાજપથ પર થયુ સ્ત્રીશક્તિનું અનેરુ પ્રદર્શન, ઓડિયન્સમાં તાળીઓનો ગડગડાટ થયો

રાજપથ પર થયુ સ્ત્રીશક્તિનું અનેરુ પ્રદર્શન, ઓડિયન્સમાં તાળીઓનો ગડગડાટ થયો

 | 8:34 am IST
 • Share

દેશ આજે 69મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે રાજપથ પર પરેડ નીકળશે. ત્રણેય સેનાઓ પરેડમાં પોતાનુ શક્તિ પ્રદર્શન કરશે. આ વખતે ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આસિયાન દેશોના પ્રમુખ સામેલ થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી. ગણતંત્ર દિવસના પ્રસંગે દેશભરમાં અનેક જગ્યાઓએ કાર્યક્રમ યોજાશે. રાજધાની દિલ્હીમાં જગ્યા-જગ્યાએ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

મહિલા શક્તિ બાદ રાજપથ પર તમામની નજરો આકાશ પર મંડાયેલી હતી. વાયુસેનાના અને લડાકુ વિમાનોએ આકાશમાં પોતાની તાકાત બતાવી હતી. જેમા સુખોઈ, એમકે 4, સુપર હરક્યુલિસ, ગ્લોબમાસ્ટર, સુખોઈ, જેગુઆર વિમાનોનુ શક્તિપ્રદર્શન થયું હતું. રાજપથ પર આ વખતે મહિલા શક્તિનો પરચો થયો હતો. પહેલીવાર મહિલા ટીમે મોટરસાઈકલ પર કરતબ બતાવ્યા હતા. મહિલા ડેરડેવિલ્સે રાજપથ પર સૌને ચોંકાવી દીધા હતા.

 • દેશની સૈન્ય શક્તિનું પ્રદર્શન
 • રાજપૂતાના રાઈફલ્સે આસિયાન દેશના ધ્વજ ફરકાવ્યા
 • અશ્વશક્તિ દળ દ્ગારા રાષ્ટ્રપતિને સલામી
 • વિશ્વની સુપર સોનિક મિસાઈલ બ્રહ્મોસનું નિદર્શન
 • ભીષ્મ ટેન્ક દ્ગારા કરવામાં આવ્યું શક્તિ પ્રદર્શન
 • સ્વદેશી રડાર સ્વાતીનું પ્રદર્શન
 • NSG કમાન્ડોની ટીમ પણ પરેડમાં સામેલ
 • પંજાબ રેંજિમેન્ટ દ્ગારા રાષ્ટ્રપતિને સલામી
 • રાજપથ પર મરાઠા લાઈટ ઈન્ફ્રેન્ટી દ્ગારા સલામી
 • રાજપથ પર ડોગરા રેંજિમેન્ટ દ્ગારા સલામી
 • રાજપથ પર લદ્દાખ સ્કાઉટ દ્ગારા સલામી
 • પરેડમાં ત્રણેય સેનાના પૂર્વ સૈનિકોની ઝાંખી
 • રાજપથ પર નૌસેનાના બેન્ડ સાથે માર્સિંગ ટુકડી
 • રાજપથ પર ભારતીય નૌસેનાની ઝાંખી
 • એરફોર્સના 144 જવાનો દ્ગારા બેન્ડ રજૂ કરાયું
 • એરફોર્સની 3 મહિલા ઓફિસરનો ટેબલો રજૂ કરાયો
 • DRDO દ્ગારા વિકસિત નિર્ભય મિસાઈલનું નિદર્શન
 • રાજપથ પર અશ્વિની રડારનું નિદર્શન
 • BSF ના 100 જવાનો દ્ગારા બેન્ડ રજૂ કરાયું
 • BSFની ઊંટ સવાર ટુકડી દ્ગારા અપાઈ સલામી
 • ITBPના જવાનો દ્ગારા સલામી
 • દિલ્હી પોલીસે બેન્ડ સાથે સલામી આપી
 • હીમવીર ટુકડી દ્ગારા રાષ્ટ્રપતિને સલામી
 • રાજપથ પર વિદેશ મંત્રાલયની ઝાંખી
 • આસિયાન ભારતના 25 વર્ષનો ટેબલો
 • આસિયાન સાથે સબંધો દર્શાવતી ઝાંખી રજૂ કરાઈ
 • કર્ણાટકની વાઈલ્ડ લાઈફની ઝાંખી દર્શાવાઈ
 • મધ્યપ્રદેશની ભગવાન બુદ્ધની ઝાંખી રજૂ કરાઈ
 • ઉત્તરાખંડની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી
 • ત્રિપુરાની હસ્તશિલ્પની ઝાંખી રજૂ કરાઈ
 • જમ્મુ કાશ્મીરની સંસ્કૃતિની ઝાંખીનું નિદર્શન
 • મહારાષ્ટ્રની છત્રપતિ શિવાજીની ઝાંખી રજૂ કરાઈ
 • લક્ષદ્ગીપની ઝાંખી આનંદના દ્ગીપ તરીકે રજૂ
 • છત્તીસગઢનો રામગઢની પ્રાચીન સંસ્કૃતિનો ટેબલો
 • કેરલના પ્રસિદ્ધ તહેવારની ઝાંખી રજૂ
 • રાજપથ પર અસમની, પંજાબની સમાજ સેવાની ઝાંખી રજૂ કરાઈ
 • રાજપથ પર હિમાચલ પ્રદેશની ઝાંખી રજૂ
 • મણિપુરની સંસ્કૃતિ દર્શાવતી ઝાંખી રજૂ
 • ગુજરાતના સાબરમતી આશ્રમની ઝાંખી
 • રાજપર પર ITBPની ઝાંખી દર્શાવતો ટેબલો
 • જનજાતીય કાર્ય મંત્રાલયનો ટેબલો રજૂ કરાયો
 • ખેલો ઈન્ડિયાની થીમ પર રમત મંત્રાલયનો ટેબલો
 • ભારતીય કૃષિ પરિષદનો ટેબલો રજૂ
 • સ્વચ્છ ધન અભિયાન પર આયકર વિભાગનો ટેબલો
 • રાજપથ પર CPWDની ઝાંખી રજૂ કરાઈ
 • 155 વિદ્યાર્થીઓ દ્ગારા સ્વાગત ગીત રજૂ કરાયું

પરેડની શરૂઆત
પરેડની શરૂઆત આસિયાન દેશોના રાષ્ટ્રધ્વજ સાથે થઈ હતી. આવું પહેલીવાર બન્યું છે કે, પરેડની શરૂઆત કોઈ અન્ય દેશના ગ્રૂપ સાથે થઈ છે.

ભાવુક થયા રાષ્ટ્રપતિ
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાયુસેનાના શહીદ ગરુડ કમાન્ડો જેપી નિરાલને શાંતિકાલનું સૌથી મોટું વીરતા સન્માન અશોક ચક્રથી સન્માનિત કર્યા. શહીદ ગરુડ કમાન્ડો જેપી નિરાલાને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરાયા. તેમની પત્નીએ રાષ્ટ્રપતિ પાસેથી આ સન્માન પ્રાપ્ત કર્યું. સન્માન આપતા સમયે રાષ્ટ્રપતિ કોવિંદ ભાવુક થઈ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદનું રાજપથ પર સ્વાગત કર્યું. રાષ્ટ્રગીત સાથે જ કાર્યક્રમની શરૂઆત થઈ. પીએમ મોદીએ રાજપથ પર આસિયાન દેશોના પ્રમુખોનું સ્વાગત કર્યું હતું. તમામ પ્રમુખ ગમછો પહેરીની આવ્યા હતા.

મહેમાન બોલાવવાની નીતિ
દર વર્ષે આપણો દેશ ગણતંત્ર દિવસના સમારોહમા કોઈ રાષ્ટ્રાધ્યક્ષને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરે છે. આ વખતે એક નહિ, આસિયાનના 10 રાષ્ટ્રાધ્યક્ષ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બન્યા છે. વર્ષ 1950થી જ ગણતંત્ર દિવસના ચીફ ગેસ્ટનુ એક પ્રતિક મહત્વ રહ્યું છે. વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકા અને નીતિ મુજબ આ સિલેક્શન કરવામાં આવે છે.

આ વર્ષે આસિયાનના દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને બોલાવવું એ વાતનું પ્રતિક છે કે, પૂર્વી એશિયામાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત એક્ટ ઈસ્ટ નીતિ પર જોર આપી રહ્યું છે.

ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થશે આ દેશના નેતા
બ્રુનેઈ, મ્યાનમાર, કંબોડીયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, ફીલિપાઈન્સ, સિંગાપુર, થાઈલેન્ડ, વિયેતનામ

મુખ્યમંત્રીઓની શુભકામના
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમત બેનરજીએ ગુજરાતના ભૂજમાં 2001માં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકોના આજના દિવસે યાદ કર્યા હતા. બિહારના સીએમ નીતિશ કુમાર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મમતા બેનરજી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશવાસીઓને 69મા ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો