Live Update Of CWC19 Final Match Between ENGvsNZ
  • Home
  • Sports
  • Cricket
  • રોમાંચક સુપર ઑવરમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડ બન્યું વિશ્વ કપ-2019નું ચેમ્પિયન

રોમાંચક સુપર ઑવરમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડ બન્યું વિશ્વ કપ-2019નું ચેમ્પિયન

 | 2:33 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019માં લંડનનાં લૉર્ડ્સ મેદાન પર ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. સુપર ઑવર સુધી પહોંચેલી આ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે. સુપર ઑવરમાં ઇંગ્લેન્ડે વિના વિકેટે 15 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પણ 15 રન બનાવ્યા હતા. જો કે સુપર ઑવરમાં સરખા રન બહોવા છતા વધારે બાઉન્ડ્રી મારવાનાં કારણે ઇંગ્લેન્ડને વિજયી જાહેર કરવામાં આવ્યું. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઑવરમાં 8 વિકેટે 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડ 50 ઑવરમાં 241 રન બનાવી શક્યું હતુ અને મેચ ટાઇ થઈ હતી.

આ પહેલા ન્યૂઝીલેન્ડ તરફથી એકવાર ફરી ઑપનિંગ જોડી નિષ્ફળ રહી હતી અને માર્ટિન ગપ્ટિલ 19 રન મારીને આઉટ થઇ ગયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી હેન્રી નિકલ્સે સૌથી વધારે 55 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટૉમ લેથમે 47 અને કેન વિલિયમ્સને 30 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વૉક્સ અને લિયામ પ્લંકેટે 3-3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત માર્ક વૂડ અને જોફ્રા આર્ચરે 1-1 વિકેટ ઝડપી હતી.

242 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 86 રનમાં જ પોતાની 4 વિકેટો ગુમાવી દીધી હતી. જો કે ત્યારબાદ જોસ બટલર અને બેન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી હતી.  જોસ બટલરે 59 રન બનાવ્યા હતા. તો બેન સ્ટૉક્સે અણનમ 84 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જેસન રૉયે 36 અને જેસન રૉયે 17 રનનું યોગદાન આપ્યું હતુ.

ન્યૂઝીલેન્ડ તરફથી લૉકી ફર્ગ્યુસન  અને જેમ્સ નિશમે 3-3 વિકેટ ઝડપી હતી અને મેટ હેન્રી ગ્રાન્ડહૉમે 1-1 વિકેટ ઝડપી હતી.

  • રાશિદને સેન્ટનર અને બૉલ્ટે શૂન્ય રને રન આઉટ કર્યો
  • જોફ્રા આર્ચરને નિશમે શૂન્ય રને બૉલ્ડ કર્યો
  • નિશમ પ્લંકેટને 10 રને આઉટ કર્યો
  • લૉકી ફર્ગ્યુસને ક્રિસ વૉક્સને 2 રને આઉટ કર્યો
  • જોસ બટલરને લૉકી ફર્ગ્યુસને 59 રને આઉટ કર્યો
  • બેન સ્ટૉક્સની અડધી સદી પુરી
  • જોસ બટલરની અડધી સદી પુરી
  • ઇયોન મૉર્ગનને નીશામે 9 રને આઉટ કર્યો
  • જૉની બેયરસ્ટોને 36 રને લૉકી ફર્ગ્યુસને બૉલ્ડ કર્યો
  • જૉ રૂટને ગ્રાન્ડહૉમે 7 રને આઉટ કર્યો
  • મૈટ હૈન્રીએ જેસન રૉયને 17 રને આઉટ કર્યો

 

  • મૈટ હેન્રી 4 રન બનાવીને જોફ્રા આર્ચરની ઑવરમાં બૉલ્ડ
  • ટૉમ લેથમને ક્રિસ વૉક્સે 47 રને આઉટ કર્યો
  • ક્રિસ વૉક્સે ગ્રાન્ડહૉમને 16 રને આઉટ કર્યો
  • જેમ્સ નીશમને પ્લંકેટે 19 રને આઉટ કર્યો
  • રોસ ટેલરને માર્ક વૂડે 15 રને આઉટ કર્યો
  • હેન્રી નિકલ્સને પ્લેંકેટે 55 રને બૉલ્ડ કર્યો
  • નિકલ્સની અડધી સદી પુરી
  • પ્લંકેટે વિલિયમ્સનને 30 રને આઉટ કર્યો
  • માર્ટિન ગપ્ટિલને 19 રને ક્રિસ વૉક્સે કર્યો આઉટ

 

બંને ટીમોએ અત્યાર સુધી એકપણ વાર વર્લ્ડ કપ જીત્યો નથી. ન્યૂઝીલેન્ડ બીજીવાર ફાઇનલ રમી રહ્યું છે. તો ઇંગ્લેન્ડ 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું છે. તેની આ ચોથી ફાઇનલ છે, પરંતુ તે અત્યાર સુધી ખિતાબ જીતી શક્યું નથી. આ વખતે તેને યજમાન હોવાના કારણે ખિતાબ જીતવાનું મોટું દાવેદાર માનવામાં આવે છે.

સેમિ-ફાઇનલમાં ઇંગ્લેન્ડે ઑસ્ટ્રેલિયાને, ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું

લીગ મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 119 રને હરાવ્યું હતુ, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ફક્ત સારી રન રેટનાં કારણે સેમિ-ફાઇનલમાં આવ્યું હતુ. ઇંગ્લેન્ડે ગત વર્લ્ડ કપની ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે ન્યૂઝીલેન્ડે ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ભારતીય ટીમને હરાવીને ફાઇનલમાં પગ મુક્યો. ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને હરાવ્યું હતુ. 2015નાં વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇંગ્લેન્ડને મળશે ઘર-આંગણાની પરિસ્થિતિનો ફાયદો

યજમાન હોવાના કારણે ઇંગ્લેન્ડને તેની ઘરેલૂ પરિસ્થિતિનો ફાયદો મળશે. જો કે ન્યૂઝીલેન્ડનાં કૉચ ગૈરી સ્ટીડ પહેલાથી જ કહી ચુક્યા છે કે તેમની ટીમ છુપારૂસ્તમ સાબિત થઇ શકે છે. ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને જણાવી દીધું છે કે ક્રિકેટમાં કંઇપણ નિશ્ચિત નથી હોતુ.

ટીમ:

ઇંગ્લેન્ડ: જેસન રૉય, જૉની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મૉર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વૉક્સ, લિયામ પ્લંકેટ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વૂડ

ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગપ્ટિલ, હેન્રી નિકોલસ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, જેમ્સ નીશામ, ટોમ લેથમ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિચેલ સેન્ટનર, મેટ હેન્રી, ટ્રેન્ટ બૉલ્ડ, લૉકી ફર્ગ્યુસન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન