Live Update Of First Semi Final Of CWC19 Between IndvsNz
  • Home
  • Sports
  • Cricket
  • કરોડો ભારતીય ફેન્સની આશાઓ તૂટી, ભારતને 18 રને હરાવી ન્યૂઝીલેન્ડ પહોંચ્યું ફાઇનલમાં

કરોડો ભારતીય ફેન્સની આશાઓ તૂટી, ભારતને 18 રને હરાવી ન્યૂઝીલેન્ડ પહોંચ્યું ફાઇનલમાં

 | 2:57 pm IST

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી વર્લ્ડ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં ભારતનો 18 રને પરાજય થયો છે. ભારતને હરાવીને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઑવરમાં 239 રન બનાવ્યા હતા, જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઑવરમાં 221 રને ઑલઆઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા સૌથી વધારે 77 રન બનાવ્યા હતા. તો ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતુ અને તે રનઆઉટ થયો હતો.

ગઇકાલે વરસાદનાં કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ-ફાઇનલ પૂર્ણ થઇ શકી નહીં અને તેને આજે એટલે કે બુધવારનાં રોજ રિઝર્વ ડેનાં રમાડવામાં આવી હતી. મેચ ગઇકાલે જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ કરવામાં આવી હતી.  ગઇકાલનાં 46.1 ઑવરમાં 5 વિકેટે 211 રનથી આગળ બેટિંગ કરવા ઉતરેલા ન્યૂઝીલેન્ડે 50 ઑવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપનાં ઇતિહાસમાં પહેલીવાર ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિ-ફાઇનલમાં ટકરાયા અને તેમાં ન્યૂઝીલેન્ડે બાજી મારી.

240 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી અને ભારતે 5 રનમાં જો રોહિત, રાહુલ અને વિરાટ કોહલીની વિકેટો ગુમાવી દીધી હતી. ભારતીય ટૉપ ઑર્ડર સંપૂર્ણ નિષ્ફળ રહ્યો હતો. કાર્તિકે 6 રન બનાવ્યા હતા. જો કે ભારતીય ઇનિંગને જાડેજા અને ધોનીએ સંભાળી હતી અને બંને 100 રનની ભાગેદારી બનાવીને ભારતનાં જીતની આશાઓ જન્માવી હતી. જાડેજાએ 77, ધોનીએ 50, પંત 32 અને પંડ્યાએ 32 રનનું યોગદાન આપ્યું હતુ.

ન્યૂઝીલેન્ડ તરફથી મૈટ હેન્રીએ 3, ટ્રેન્ટ બૉલ્ટે અને મિચેલ સેન્ટનરે 2-2, લૉકી ફર્ગ્યુસન અને જેમ્સ નીશામે 1-1 વિકેટ ઝડપી હતી.

  • ભુવનેશ્વરને લૉકી ફર્ગ્યુસને શૂન્ય રને બૉલ્ડ કર્યો
  • ધોનીને ગપ્ટિલે 50 રને રન આઉટ કર્યો
  • રવિન્દ્ર જાડેજાને બૉલ્ટે 77 રને આઉટ કર્યો
  • જાડેજાની અડધી સદી પુરી

  • હાર્દિક પંડ્યાને સેન્ટનરે 32 રને આઉટ કર્યો
  • ઋષભ પંતને સેન્ટનરે 32 રને આઉટ કર્યો
  • દિનેશ કાર્તિકને મેટ હેન્રીએ 6 રને આઉટ કર્યો
  • કેએલ રાહુલને મેટ હેન્રીએ 1 રને આઉટ કર્યો
  • વિરાટ કોહલીને 1 રને બૉલ્ટે LWB આઉટ કર્યો
  • મેટ હેન્રીએ રોહિત શર્માને 4 રને આઉટ કર્યો

મંગળવારનાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી એકવાર ફરી કેન વિલિયમ્સને શાનદાર બેટિંગ કરતા 67 રન બનાવ્યા હતા. તો આ વર્લ્ડ કપમાં ખાસ પ્રદર્શન ના કરી શકનારાએ રોસ ટેલરે 74 રનનું યોગદાન આપ્યું હતુ.

પહેલા બેટિંગની શરૂઆત કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને ચોથી ઑવરનાં ત્રીજા બૉલે પહેલો ઝાટકો લાગ્યો અને જસપ્રિત બુમરાહે માર્ટિન ગપ્ટિલને 1 રને આઉટ કર્યો. ત્યારબાદ હેન્રી નિકોલસ 28, કેન વિલિયમ્સન 67, જેમ્સ નીશામ 12 અને કૉલિન ડી ગ્રાન્ડહૉમ 16 રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ અને બુમરાહ જાડેજા, હાર્દિક અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી. 

  • મેટ હેન્રીને ભુવનેશ્વરે 1 રને આઉટ કર્યો. કોહલીએ કર્યો કેચ
  • ટૉમ લેથમને ભુવનેશ્વરે 10 રને આઉટ કર્યો. જાડેજાએ કર્યો શાનદાર કેચ
  • જાડેજાએ ટેલરને 74 રને રન આઉટ કર્યો

 

  • જો આજ મેચ શરૂ થાય છે તો ભારત માટે ઑવર ઓછી થશે. 9 વાગ્યાથી દર 4 મિનિટે એક ઑવર ઓછી થશે
  • ગ્રાન્ડહૉમને 16 રને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો. ધોનીએ વિકેટ પાછળ કેચ ઝડપ્યો
  • રોસ ટેલરનાં 50 રન પુરા
  • જેમ્સ નીશામને હાર્દિક પંડ્યાએ 12 રને આઉટ કર્યો. કાર્તિકે પકડ્યો શાનદાર કેચ
  • ચહલે વિલિયમ્સનને 67 રને આઉટ કર્યો. જાડેજાએ કર્યો કેચ
  • વિલિયમ્સનનાં 50 રન પુરા
  • હેન્રી નિકોલસને જાડેજાએ 28 રને કર્યો બૉલ્ડ
  • માર્ટિન ગપ્ટિલને બુમરાહે 1 રને આઉટ કર્યો. કોહલીએ કર્યો કેચ
  • કુલદીપ યાદવની જગ્યાએ ભારતે યૂઝવેન્દ્ર ચહલને સામેલ કર્યો છે
  • રવિન્દ્ર જાડેજાને ટીમમાં, શમી બહાર

15 અંકો સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ 11 અંકો સાથે ચોથા સ્થાને છે.આવામાં બંને ટીમો વચ્ચે એક શાનદાર ક્રિકેટ જોવા મળશે. વિશ્વ કપમાં ભારત માટે ‘રન મશીન’ સાબિત થયેલો રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને આજે પણ તે સારું પ્રદર્શન કરે તેવી ભારત આશા રાખી રહ્યું હશે.

રોહિત, રાહુલ અને કોહલીએ બનાવ્યા 1347 રન

બીજી તરફ ટ્રેંટ બૉલ્ટ ન્યૂઝીલેન્ડનાં બૉલિંગ આક્રમણને ધારદાર બનાવે છે. ભારત માટે રોહિત શર્મા (647), રાહુલ (360) અને વિરાટ કોહલી (442) મળીને 1347 રન બનાવી ચુક્યા છે. તો ન્યૂઝીલેન્ડ માટે ફર્ગ્યુસન 17 વિકેટ અને મૈટ હેન્રી 10 વિકેટ, જિમ્મી નીશામ 11 અને કૉલિન ડી ગ્રાન્ડહૉમ 5 વિકેટ લઇ ચુક્યા છે. આ વર્લ્ડ કપમાં બંને ટીમની લીગ મેચ વરસાદનાં કારણે થઇ શકી નહોતી. બંને ટીમો વિશ્વ કપમાં છેલ્લે 2003માં ટકરાઇ હતી જેમાં ભારત જીતવામાં સફળ રહ્યું હતુ.

હવામાન અને પિચનો મિજાજ

માન્ચેસ્ટરમાં આગામી બે દિવસ વરસાદની સંભાવના છે. 9 અને 10 જુલાઈનાં વાદળ છવાયેલા રહેશે. સાથે સાથે થોડીક-થોડીકવારે વરસાદ થઇ શકે છે. મંગળવાર એટલે કે આજે ટૉસ સમયે વરસાદની 40 ટકા સંભાવના છે. આ પિચ પર પહેલા બેટિંગ કરનારી ટીમ જીતે છે. ટીમ શરૂઆતમાં જ બૉલરોને મદદ કરશે.

ટીમ

ભારત: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ

ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગપ્ટિલ, હેન્રી નિકોલસ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિચેલ સેન્ટનર, લૉકી ફર્ગ્યુસન, મેટ હેન્રી, ટ્રેન્ટ બૉલ્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન