Live Update Of Semi Final Match Between ENG and AUS
  • Home
  • Sports
  • Cricket
  • 5 વખતનાં ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડે ચટાડી ધૂળ, 27 વર્ષ બાદ પહોંચ્યું ફાઇનલમાં

5 વખતનાં ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડે ચટાડી ધૂળ, 27 વર્ષ બાદ પહોંચ્યું ફાઇનલમાં

 | 2:37 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019માં બર્મિંઘમનાં એજબેસ્ટન મેદાન પર ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે બીજી સેમિ-ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડનો 8 વિકેટે વિજય થયો છે. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ઑસ્ટ્રેલિયા 50 ઑવરમાં 223 રન બનાવીને ઑલ આઉટ થઇ ગયું હતુ. ઇંગ્લેન્ડે આ લક્ષ્યાંક 32.1 ઑવરમાં 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ સાથે ઇંગ્લેન્ડ 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે અને રવિવારનાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ઇંગ્લેન્ડ 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું છે. તો ઑસ્ટ્રેલિયા પહેલીવાર સેમિ-ફાઇનલમાં હાર્યું છે.

પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ઑસ્ટ્રેલિયાને મોંઘો પડ્યો હતો અને તેણે 14 રનમાં જ પોતાની 3 વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને એલેક્સ કૈરીએ ઑસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બહાર નીકાળી હતી.  એલેક્સ કૈરીએ 46 રવ બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે એક છેડો જાળવી રાખીને 85 રન બનાવ્યા અને તે 47મી ઑવરમાં આઉટ થયો હતો. આ ઉપરાંત મિચેલ સ્ટાર્કે 29 અને ગ્લેન મેક્સવેલે 22 રનનું યોગદાન આપ્યું હતુ. આ સિવાયનાં બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. ઇંગ્લેન્ડે શાનદાર બૉલિંગ કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વૉક્સ અને આદિલ રાશિદે 3-3 વિકેટો ઝડપી હતી. જોફ્રા આર્ચરે 2 અને માર્ક વૂડે 1 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ તરફથી જેસન રૉય અને જૉની બેયરસ્ટોની જોડીએ શાનદાર બેટિંગ કરતા 17.2 ઑવરમાં 124 રનની ભાગેદારી નોંધાવી હતી. જૉની બેયરસ્ટો 34 રન મારીને આઉટ થયો હતો તો જેસન રૉયે 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત જો રૂટે અણનમ 49 અને ઇયોન મૉર્ગને અણનમ 45 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી મેચેલ સ્ટાર્ક અને પૈટ કમિન્સે 1-1 વિકેટ ઝડપી હતી.

  • જેસન રૉયને પૈટ કમિન્સે 85 રને આઉટ કર્યો
  • જૉની બેયરસ્ટોને સ્ટાર્કે 34 રને આઉટ કર્યો
  • જેસન રૉયની અડધી સદી પુરી

  • સ્ટાર્કને 29 રને ક્રિસ વૉક્સે આઉટ કર્યો
  • સ્ટીવ સ્મિથને  85 જોસ બટલરે રન આઉટ કર્યો
  • પેટ કમિન્સને 6 રને આદિલ રાશિદે આઉટ કર્યો
  • ગ્લેન મેક્સવેલને 22 રને જોફ્રા આર્ચરે આઉટ કર્યો
  • આદિલ રાશિદે સ્ટોઇનિસને શૂન્ય રને આઉટ કર્યો
  • સ્મિથનાં 50 રન પુરા
  • આદિલ રાશિદે એલેક્સ કૈરીને 46 રને આઉટ કર્યો
  • ક્રિસ વૉક્સે હેન્ડસ્કૉમ્બને 4 રને આઉટ કર્યો
  • ડેવિડ વૉર્નરને ક્રિસ વૉક્સે 9 રને આઉટ કર્યો
  • જોફ્રા આર્ચરે ફિંચને શૂન્ય રને LBW આઉટ કર્યો

 

ઑસ્ટ્રેલિયાની ટીમ ગ્રુપ સ્ટેજમાં 9 મેચોમાંથી 7 જીત અને 14 અંક સાથે બીજા નંબર પર હતી. તો ઇંગ્લેન્ડની ટીમ 9 મેચોમાં 6 જીત, 3 હાર અને 12 અંક સાથે ત્રીજા નંબરે હતી. વર્તમાન ચેમ્પિયન ઑસ્ટ્રિલેયા સેમિ-ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી, જ્યારે ઇંગ્લેન્ડે ભારત અને ન્યૂઝીલેન્ડને હરાવીને સેમિ-ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું હતુ.

ઇંગ્લેન્ડને લીગ મેચમાં ઑસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો

ઑસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ મેચ 10 રનોથી હારી ગઇ હતી, નહીં તો તે ટૉપ સ્થાનની સાથે લીગ સ્ટેજને પૂર્ણ કરત. વિશ્વ કપ શરૂ થયા પહેલા એ કહેવામાં આવતુ હતુ કે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત ખિતાબની દાવેદાર છે, પરંતુ ઑસ્ટ્રેલિયાએ પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના માટે સંભાવનાઓ બનાવી છે. ઇંગ્લેન્ડને લીગ મેચમાં ઑસ્ટ્રેલિયા સામે 64 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ:

ઑસ્ટ્રેલિયા: એરૉન ફિંચ (કેપ્ટન), ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, એલેક્સ કૈરી, માર્કસ સ્ટોઇનિસ, પિટર હેન્ડસ્કૉમ્બ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, પૈટ કમિન્સ, જેસન બેહરેનડૉર્ફ,  નાથન લીયોન

ઇંગ્લેન્ડ: ઇયોન મૉર્ગન (કેપ્ટન), જોની બેયરસ્ટો, જેસન રૉય, જોસ બટલર, બેન સ્ટોક્સ, જો રૂટ, લિયમ પ્લંકેટ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વૂડ, ક્રિસ વૉક્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન