Live Updates Between India And New Zealand's Match Of CWC19
  • Home
  • Sports
  • Cricket
  • CWC19 INDvsNZ: વરસાદનાં કારણે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ

CWC19 INDvsNZ: વરસાદનાં કારણે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ

 | 2:34 pm IST

વિશ્વ કપ 2019માં નૉટિંઘમનાં ટેન્ટ બ્રિજ મેદાન પર આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમવાવાની હતી. વરસાદની સંભાવનાઓ વચ્ચે બંને ટીમોમાં ટૂર્નામેન્ટમાં ટૉપમાં રહેવાની હરીફાઇ માટે ઉતરવાની હતી. જો કે વરસાદે બંને ટીમોનાં ઇરાદાઓ પર પાણી ફેરવ્યું છે અને આ મેચ રદ્દ કરવામાં આવી છે. વરસાદનાં કારણે લગભગ 6-7 વાર મેદાન પરથી કવર્સ હટાવવામાં આવ્યા હતા અને ફેન્સને આશાઓ હતી કે વરસાદ રોકાશે અને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ થઈ ગઈ છે. બંને ટીમોને એક-એક પોઇન્ટ મળ્યો છે. આ સાથે ન્યૂઝીલેન્ડનાં પૉઇન્ટ્સ સાત અને ભારતનાં 5 પૉઇન્ટ્સ થયા છે.

વર્લ્ડ કપ 2019માં આ ચોથી મેચ છે જે વરસાદનાં કારણે રદ્દ થઈ ગઈ છે. ફેન્સ આ વર્લ્ડ કપને સૌથી ખરાબ વર્લ્ડ કપ ગણાવી રહ્યા છે. ઝરમર વરસાદનાં કારણે મેદાન ભીનુ હોવાના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી પોતાની બંને મેચો જીતી છે. તો ભારતે પણ પોતાની પહેલી બંને મેચો જીતીને વિશ્વ કપમાં પોતાનો ઇરાદો દર્શાવી દીધો છે. વિશ્વ કપમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 7 મેચો રમાઈ છે જેમાંથી ન્યૂઝીલેન્ડનો ચારમાં અને ટીમ ઇન્ડિયાનો ત્રણ મેચોમાં વિજય થયો છે.

  • વરસાદ અટકી ગયો છે, પરંતુ પિચ ભીની હોવાના કારણે અને મેદાનની કંડીશન સારી ના હોવાના કારણે એમ્પાયર્સે થોડીકવાર બાદ ફરી પિચનું નિરીક્ષણ કરશે

  • ટ્રેન્ટ બ્રિજમાં વરસાદ શરૂ. પિચ પર કવર લગાવવામાં આવ્યા
  • પિચ ભીની હોવાના કારણે ટૉસ મોડો થશે

  • 3 વાગ્યે પિચનો તાગ મેળવવામાં આવશે

પિચ અને મોસમનો મિજાજ

નૉટિંઘમમાં મેચ પહેલા વરસાદ થઈ રહ્યો છે. સંપૂર્ણ મેચ દરમિયાન વાદળ છવાયેલા રહી શકે છે જેનાથી પિચ ઝડપી બૉલર્સને મદદ કરશે. ટૉસ જીતનારી ટીમ પહેલા બૉલિંગ કરવાનું પસંદ કરશે. તો બેટ્સમેનોએ પોતાની વિકેટ બચાવવા માટે ધ્યાન રાખવું પડશે. આવામાં મેચ હાઈ સ્કૉરિંગ રહેવાની સંભાવના નથી, કેમકે મેચ શરૂ થયા બાદ વરસાદનો ખતરો રહેશે અને બંને ટીમો કડવર્થ લુઈસ નિયમથી બચવા વિકેટ બચાવવા પર ધ્યાન આપશે. વરસાદનાં કારણે વિશ્વ કપમાં અત્યાર સુધી 3 મેચો રદ્દ થઈ છે. ઉલ્લેખનીય છે કે પ્રેક્ટિસ મેચમાં કીવી ટીમ સામે ભારતની બેટિંગ લાઇનઅપ ધરાશાયી થઈ ગઈ હતી.

ટીમ:

ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી(કેપ્ટન), દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ

ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટૉમ બ્લંડલ, ટ્રેંટ બૉલ્ટ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, લૉકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, ટૉમ લાથમ, કૉલિન મુનરો, જિમ્મી નીશામ, હેનરી નિકોલસ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, રૉસ ટેલર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન