Live Updates : Delhi Assembly Election Counting Result 2020
 • Home
 • Featured
 • દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની અંગે જાણવા માંગો છો તે બધું જ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની અંગે જાણવા માંગો છો તે બધું જ

 | 7:52 am IST

દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણીનાં પરિણામો મંગળવારે જાહેર થયા હતા. ચૂંટણી પરિણામોનાં છેલ્લામાં છેલ્લા વરતારા મુજબ આમઆદમી પાર્ટીનો 62 સીટ પર જ્યારે ભાજપનો ફક્ત 8 સીટ પર વિજય થયો હતો. 2015ની સરખામણીમાં આમઆદમી પાર્ટીને 5 સીટોનું નુકસાન થયું હતું જ્યારે ભાજપને 5 સીટોનો ફાયદો થયો હતો. કોંગ્રેસ એકપણ સીટ પર જીતી ન હતી આમ તેનાં સૂપડાં સાફ થઈ ગયા હતા. ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા તમામ અપડેટ…

 • દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીત પર બોલ્યા નીતીશ કુમાર, જનતા માલિક છે

જીત અગત્યની છે. ભાજપે નફરતની રાજનીતિ કરી. તેમણે હિન્દુ-મુસ્લિમના ભાગલા પાડવાની કોશિષ કરી. મને ખુશી છે કે પટપડગંજના વોટર્સ વહેંચાયા નહીં. અરવિંદ કેજરીવાલને જીતાડવા માટે વોટિંગ કર્યું- મનીષ સિસોદિયા

  • સીએમ અરવિંદ કેજરીવાલ 3.30 વાગ્યે પોતાની વાત કરશે
  • પટપડગંજ બેઠક પરથી મનીષ સિસોદિયાની જીત થતાં આપના જીવમાં જીવ આવ્યો
  • ગ્રેટર કૈલાસથી સૌરભ ભારદ્વાજની જીત
  • બપોર 2.38 વાગ્યે : રૂઝાનોમાં આપ 62 સીટો પર આગળ, ભાજપ ધીમે-ધીમે ખોવાયું માત્ર 8 સીટો પર આગળ
  • બપોર 2.24 વાગ્યે : રૂઝાનોમાં આપ 60 સીટો પર આગળ, ભાજપ ધીમે-ધીમે ખોવાયું માત્ર 10 સીટો પર આગળ
  • અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો આજે બર્થડે છે. તેમણે પાર્ટી ઓફિસમાં કેક કાપીને જન્મદિવસ અને જીતનો જશ્ન મનાવ્યો.
  • AAPના જીવમાં જીવ આવ્યો, મનીષ સિસોદિયા રૂઝાનમાં આગળ 
  • પ્રવેશ વર્મા બોલ્યા – અમે દિલ્હી સરકારની કમીઓને દિલ્હીની પ્રજાની સામે મૂકી શકયા નહીં. અમે વધુ સંઘર્ષ કરીશું. અમે આગળ સરકારની ખામીને સરકારની સામે મૂકીશું. જો આ ચૂંટણી શિક્ષા અને સ્વાસ્થ્ય પર હોય તો શિક્ષણ મંત્રી કેમ હારી રહ્યા છે? દિલ્વીહાસી ફ્રીની લાલચમાં વહી ગયા. ત્રણ મહિનાથી વીજળીના બિલ માફ હતા, મહિલાઓ માટે બસમાં મુસાફરી ફ્રી છે, પરંતુ ત્રણ મહિનાથી જ. અમે કેજરીવાલજીને શુભકામનાઓ આપીએ છીએ. અમે આવનારી ચૂંટણીમાં અમારી ખામીઓને દૂર કરી સારું પ્રદર્શન કરીશું.
  • હું પરિણામ સ્વીકાર કરું છું, હાર નહીં, હિન્દુ-મુસ્લમ વોટોનું ધ્રુવીકરણ થયું છ. કોંગ્રસને હવે નવા ચહેરાની સાથે તૈયાર થવું પડશે. – અલકા લાંબા
  • આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું કે, દિલ્હીની જનતાએ નફરતની રાજનીતિને નકારી છે અને પ્રેમનો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે, પરિણામોએ આખા દેશને સંદેશ આપ્યો છે કે, હવે માત્ર કામના નામ પર જ રાજનીતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મનીષ અને અન્ય નેતાઓ પણ ચૂંટણી જીતશે, એમને રાહ જોવી પડશે. સંજયસિંહે કહ્યું કે, આપ 60 થી વધુ બેઠકો જીતી લેશે.
  • દિલ્હીની જનતાનો આભાર માનતાં  પ્રશાંત કિશોરે એક ટ્વિટ કરી કે, જેમાં અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ પાઠવી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, ભારતની આત્માને બચાવવા માટે દિલ્હીની જનતાનો આભાર.
  • આમ આદમી પાર્ટીની ઓફિસમાં AKને ગળે લગાવી અભિનંદન પાઠવતા PK
  • મમતા બેનર્જીએ કહ્યું કે મેં અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે. લોકોએ ભાજપને નકાર્યું છે. માત્ર વિકાસ જ કામ કરશે, સીએએ, એનઆરસી, અને એનપીઆરને સ્વીકારાશે નહીં
  • પાર્ટી મુખ્યાલયમાં ચૂંટણી પરિણામો પર સહયોગીઓની સાથે ચર્ચા કરતાં આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલ

 • દિલ્હીની પ્રજાએ બતાવી દીધુ કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારના દીકરા અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. લોકોએ બતાવી દીધું કે તેમના દીકરાની સાથે અમિત શાહ અને આખી કેબિનેટ, 300 સાંસદ, 5 મુખ્યમંત્રી, તમામ પૈસા, તાકાત અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતી અપાવી. આખા દેશે સંદેશ આપ્યો કે કામ અને મુદ્દાની રાજનીતિ થશે. આમ આદમીને જરૂરિયાતોને પૂરી કરવા માટે અરવિંદ કેજરીવાલે જે તન-મન-ધનથી કામ કર્યું આ તેમની જીત છે – પાર્ટી મુખ્યાલયમાં સંજય સિંહ

  • JDUના પૂર્વ નેતા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ટ્વીટ, ભારતની આત્મા બચાવા માટે દિલ્હીનો આભાર
  • પાંચમા રાઉન્ડના કાઉન્ટિંગ બાદ પણ મનીષ સિસોદિયા રવિ નેગી કરતાં 1576 વોટથી પાછળ ચાલી રહ્યા છે
  • આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કમ સે કમ 6 આરક્ષિત સીટો પર આગળ છે જ્યારે ભાજપ અન્ય સીટો પર આગળ છે. મંગોલપુરી સીટ પરથી આપના રાખી બિરલા પોતાના હરિફથી આગળ છે.
  • દિલ્હી વિધાનસભાના સ્પીકર અને આપ ઉમેદવાર રામ નિવાસ ગોયેલ શહાદરા સીટ પરથી પાછળઆજ પછી ભાજપ મંગળવારે કયારેય વોટની ગણતરી કરાવશે નહીં. આજથી મારા ગ્રેટર કૈલાશ વિધાનસભામાં દર મંગળવાર, ભાજપ ભકતોને હુનમાનજીની યાદ અપાવશે. જય બજરંગ બલી – સૌરભ ભારદ્વાજનું ટ્વીટ
  • આમ આદમી પાર્ટી નેતા સૌરભ ભારદ્વાજનું ટ્વીટ, હનુમાનનો વાગી ગયો ડંકો. પાખંડીઓની સળગી ગઇ લંકા. જય બજરંગબલી!!!
  • સવારે 11.36 વાગ્યે: મુસ્તફાબાદ સીટ પર ભાજપ ઉમેદવાર જગદીશ પ્રધાન 29 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. સૌથી વધુ વોટનું અંતર
  • સવારે 11.17 વાગ્યે : સીટોનું ગણિત ફરી બદલાયું – BJP 21માંથી 14 પર આવી
  • AAPના મનીષ સિસોદિયા 1500 મતથી પાછળ

   ભાજપના પ્રવકતા સાંબિત પાત્રા એ કહ્યું કે કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બનવાની તરફ આગળ વધી રહ્યા છે, હજુ તો પરિપકવતાની રાજનીતિ કરે

  • દિલ્હીના ઓખલા બેઠક પર ચોંકાવનારા આંકડા – ઓખલામાં શાહીનબાગનો સમાવેશ- જ્યાં ભાજપ આગળ છે
  • સવારે 10.50 વાગ્યે ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે 68 સીટોના રૂઝાન આવી ગયા છે. આમ આદમી પાર્ટી 50 સીટો પર આગળ છે, ભાજપ 18 સીટો પર આગળ
  • હજુ ત્રણ વાગ્યા સુધીના આંકડા આવવાના બાકી છે, રાહ જુઓ પરિણામ સારું છે: મનોજ તિવારી, ભાજપ દિલ્હીના અધ્યક્ષ
  • 27 બેઠક પર માંડ 1000 મતોનો છે ફરક : મનોજ તિવારી
  • BJP-AAP વચ્ચે 11 બેઠકો પર કાંટે કી ટક્કર
  • અત્યાર સુધીના જે રૂઝાન છે, સતત અમારી સ્થિતિ સારી થઇ રહી છે. અમે એક્ઝિટ પોલ કરતાં શ્રેષ્ઠ સ્થિતિમાં છીએ. આગળના તબક્કામાં ગણતરી પર જ સ્થિતિ સ્પષ્ટ થશે. નિરાશ થવાની જરૂર નથી
  • 10.32 વાગ્યે: બવાનામાં ભાજપના રવિંદર કુમાર આગળ ચાલી રહ્યા છે
   ચાંદની ચોકથી આપ પ્રહલાદ સિંહ આગળ, અલકા લાંબા પાછળ
   હરિનગર વિધાનસભા સીટ પરથી તજિંદર બગ્ગા પાછળ ચાલી રહ્યા છે, આપના રાજકુમાર આગળ
  • દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું, દિલ્હીના જે મુજબ રૂઝાન આવી રહ્યા છે, હજુ પણ હું આશાન્વિત છું
  • અત્યાર સુધીના રૂઝાનોના મતે આમ આદમી પાર્ટીને બહુમતી મળતી દેખાય રહી છે. પાર્ટી 49 સીટો પર આગળ છે, પરંતુ પાછલી ચૂંટણીની સરખામણીમાં તેને નુકસાન. 2015મા કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીને 67 સીટો મળી હતી

 • અત્યાર સુધીના રૂઝાનોના મતે આમ આદમી પાર્ટીને બહુમતી મળતી દેખાય રહી છે. પાર્ટી 52 સીટો પર આગળ છે, પરંતુ પાછલી ચૂંટણીની સરખામણીમાં તેને નુકસાન થયું છે. 2015માં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીને 67 સીટો મળી છે.
 • દિલ્હીમાં આપની લીડ ધીમે ધીમે ઘટી રહી છે, જ્યારે ભાજપની લીડમાં વધારો થઇ રહ્યો છે
 • અત્યાર સુધીની ગણતરી પ્રમાણે આમ આદમી પાર્ટીને અંદાજે 52 ટકા અને ભાજપને 41.2 ટકા વોટ મળ્યા છે. ભાજપને 2015ની તુલનામાં અંદાજે 9 ટકા વધુ વોટ મળ્યા છે.
 • ચૂંટણી પંચના મતે 30માં આમ આદમી પાર્ટી આગળ, ભાજપ 16 સીટો પર આગળ. નવી દિલ્હી સીટ પરથી કેજરીવાલ 4000 વોટથી આગળ ચાલી રહ્યા છે. બલ્લીમારાનથી ભાજપના લતા શોઢી આગળ નીકળ્યા
 • સવારે 9.51 વાગ્યે ચૂંટણી પંચની વેબસાઇટ પર આવેલી 36 સીટોના રૂઝાનોમાં આમ આદમી પાર્ટી 22 સીટો પર આગળ, ભાજપને 14 સીટો પર , 49 ટકા વોટ આપને અને અંદાજે 44 ટકા વોટ ભાજપને, કોંગ્રેસને 4.22 ટકા વોટ
 • મોડલ ટાઉનથી ભાજપના કપિલ મિશ્રા એક વખત ફરીથી પાછળ, હરિનગરથી બગ્ગા પણ પાછળ
 • ચૂંટણી પંચના મતે 24 સીટોના આવેલા રૂઝાનમાં 13 સીટો પર આમ આદમી પાર્ટી અને 11 સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે
 • આપના ઉમેદવારોની લીડમાં કોઇ મોટો ફરક નથી
 • સવારે 9.45 વાગ્યે રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ વધતો દેખાઇ રહ્યો છે, રૂઝાનમાં કેજરીવાલની પાર્ટીને બહુમતી 49 સીટો પર આગળ, BJP 21 સીટો પર આગળ, કોંગ્રેસનું ખાતુ ખૂલ્યું જ નથી
 • સવારે 9.40 વાગ્યે ચૂંટણી પંચના મતે અત્યાર સુધીની ગણતરી પ્રમાણે આમ આદમી પાર્ટીને 48 ટકા અને ભાજપને 46 ટકા વોટ મળ્યા છે
 • સવારે 9.35 વાગ્યે દિલ્હીની ઓખલા વિધાનસભા સીટ પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. બલ્લીમારાન સીટ પરથી પણ ભાજપ આગળ છે. આપને જણાવી દઇએ કે આ બંને સીટો પર મુસ્લિમ વોટરોની સંખ્યા ઘણી વધુ છે. 
 • દિલ્હીમાં હવે પરિણામોની તસવીર સ્પષ્ટ થતી દેખાય રહી છે. સવારે 9.24 વાગ્યે આપ 55 સીટો પર આગળ છે અને ભાજપ 15 સીટો પર આગળ, જ્યારે કોંગ્રેસનું હજુ ખાતુ જ નથી ખૂલ્યું
   • દિલ્હીમાં આપ દ્વારા જશ્નની ધમાકેદાર તૈયારીઓ શરૂ

  • દિલ્હીના સીએમ કેજરીવાલ પાર્ટી ઓફિસ પહોંચી ગયા છે, સંજય સિંહ પણ પહોંચ્યા
  • અક્ષરધામ કાઉન્ટિંગ સેન્ટર પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને ભાજપના ઉમેદવાર રવિ નેગી
  • નવી દિલ્હી સીટ પરથી અરવિંદ કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે, પટપડગંજથી મનીષ સિસોદિયા પણ આગળ
  • આમ આદમી પાર્ટી 49 સીટો પર આગળ ચાલી રહી છે, ભાજપ 13 સીટો પર આગળ છે, કોંગ્રેસનું હજુ સુધી ખાતું ખૂલ્યું નથી
  • આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલ ઘરેથી પાર્ટી ઓફિસ માટે નીકળ્યા. અત્યાર કોઇ પ્રતિક્રિયા આપવાનો કર્યો ઇન્કાર
  • લગભગ તમામ મુસ્લિમ વસતી વધુ ધરાવતી સીટો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. પાર્ટી અને સીટ બદલનાર મોટાભાગના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે
  • રૂઝાનોમાં અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીનું ખાતું ખૂલ્યું નથી, કોઇ સીટ પર કોંગ્રેસ આગળ નથી
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતની ગણતરી શરૂ થઇ ગઇ છે. પોસ્ટલ બેલેટ ખૂલવાની સાથે જ ખૂબ જ શરૂઆત રૂઝાન આવવા લાગ્યા છે. આમ આદમી પાર્ટી 14 સીટોની સાથે આગળ છે. ભાજપ 6 સીટો પર આગળ.
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 સીટો પર વોટોની ગણતરી શરૂ થઇ ગઇ છે

 • મનીષ સિસોદિયાએ કહ્યું કે આ જીત એ લોકોની છે જેમણે 5 વર્ષ કામ કર્યું. થોડીક નર્વસનેસ તો છે. રિઝલટ આવતા પહેલાં આવું બધાની સાથે હોય છે. ઇશ્વરને પ્રાર્થના કરું છે કે જેટલી પ વર્ષમાં મહેનત કરી છે, આજે જીતી જઇએ તો ફરી 5 વર્ષ આ રીતે મહેનત કરીશું. શિક્ષણ-સ્વાસ્થ્ય માટે કામ કરવું સાચ્ચો રાષ્ટ્રવાદ છે.
 • 70 વિધાનસભા સીટ માટે 8 ફેબ્રુઆરીએ 62.59 ટકા મતદાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન