Live Updates Of CWC 2019 Match Between Ind and Aus
 • Home
 • Sports
 • Cricket
 • CWC 2019 INDvsAUS: કોહલી બ્રિગેડ સામે કાંગારૂઓ પસ્ત, 36 રને ભારતનો રોમાંચક વિજય

CWC 2019 INDvsAUS: કોહલી બ્રિગેડ સામે કાંગારૂઓ પસ્ત, 36 રને ભારતનો રોમાંચક વિજય

 | 2:34 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019ની 14મી મેચ ઑવલનાં કેનિંગ્ટન મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ. ભારતે આ મેચમાં ઑસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો છે અને વર્લ્ડ કપ 2019માં પોતાની બીજી મેચ પણ જીતી લીધી છે. શિખર ધવનને તેની શાનદાર ઇનિંગ માટે મેન ઑફ ધ મેચ જાહેર કરાયો. ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઑવરમાં 5 વિકેટે 352 રન બનાવ્યા હતા, જેનો પીછો કરતા ઑસ્ટ્રેલિયા 316 રને ઑલઆઉટ થઈ ગયું હતુ.

આ મેચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. વિરાટ કોહલીનાં આ નિર્ણયને શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ યોગ્ય સાબિત કર્યો અને બંનેએ પહેલી વિકેટ માટે 127 રનની તોતિંગ ભાગેદારી નોંધાવી. ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 117 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 82, હાર્દિક પંડ્યા તાબડતોડ બેટિંગ કરતા 27 બૉલમાં 48, મહેન્દ્ર સિંહ ધોનીએ 27 અને લોકેશ રાહુલે અણનમ 11 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસે 2, પેૈટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને નાથન કુલ્ટર નાઇલે 1-1 વિકેટ ઝડપી હતી.

353 રનનાં પડકારનો સામનો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની શરૂઆત પણ શાનદાર રહી હતી અને ઑપનર ડેવિડ વૉર્નર અને એરૉન ફિંચે 61 રનની ભાગેદારી નોંધાવી હતી. ડેવિડ વૉર્નરે 56 અને ફિંચે 36 રન બનાવ્યા હતા. ત્યારબાદ સ્ટીવ સ્મિથે 69, ઉસ્માન ખ્વાજાએ 42, ગ્લેન મેક્સવેલે 28 અને સાતમાં નંબરે બેટિંગમાં આવેલા એલેક્સ કૈરીએ અણનમ 55 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ટીમ 50 ઑવરમાં 316 રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટ ઝડપી હતી. તો  યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી. 

 • એલેક્સ કૈરીનાં પચાસ રન પુરા
 • બુમરાહે કમિન્સને 8 રને આઉટ કર્યો
 • ગ્લેન મેક્સવેલને ચહલે 28 રને આઉટ કર્યો
 • માર્કસ સ્ટોઇનિસને ભુવનેશ્વર કુમારે 0 રને આઉટ કર્યો
 • સ્મિથને ભુવનેશ્વર કુમારે 69 રને આઉટ કર્યો
 • બુમરાહે ઉસ્માન ખ્વાજાને 42 રને આઉટ કર્યો
 • સ્મિથની અડધી સદી પુરી
 • ચહલે ડેવિડ વૉર્નરે 56 રને આઉટ કર્યો
 • ડેવિડ વૉર્નરનાં પચાસ રન પુરા
 • કેદાર જાધવ અને હાર્દિક પંડ્યાએ એરૉન ફિંચને 36 રને રન આઉટ કર્યો

 • સ્ટોઇનિસે કોહલીને 82 રને આઉટ કર્યો
 • સ્ટોઇનિસે ધોનીને 27 રને આઉટ કર્યો
 • પૈટ કમિન્સે હાર્દિક પંડ્યાને 48 રને  આઉટ કર્યો
 • વિરાટ કોહલીએ વન ડેમાં પોતાની પચાસમી અડધી સદી પુરી કરી.
 • શિખર ધવન 117 રન મારીને સ્ટાર્કની ઑવરમાં આઉટ
 • શિખર ધવનની સદી પુરી

 • રોહિત શર્મા 57 રન મારીને કુલ્ટર નાઇલની ઑવરમાં આઉટ
 • રોહિત શર્માની અડધી સદી પુરી
 • ધવનની અડધી સદી પુરી
 • રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા સામે 2 હજાર રન પુરા કર્યા
 • સ્ટેડિયમમાં પહોંચ્યા મોટા પ્રમાણમાં ફેન્સ

 • ભારતે જીત્યો ટૉસ, પસંદ કરી બેટિંગ

ટીમ ઇન્ડિયા પોતાની જીતનો ક્રમ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. ભારતે વર્લ્ડ કપ 2019ની પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતુ. બીજી તરફ ઑસ્ટ્રેલિયાએ પોતાની આ પહેલાની મેચમાં વેસ્ટઇન્ડીઝને હરાવ્યું રહતુ. જો કે આ જીત માટે ઑસ્ટ્રેલિયાએ સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ એ સંઘર્ષે જણાવી દીધું કે ઑસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બનવા માટે સક્ષમ છે.

કેવો છે પિચનો મિજાજ?

છેલ્લા બે દિવસથી ઇંગ્લેન્ડમાં વરસાદનાં કારણે મેચ પ્રભાવિત થઈ છે. એક મેચનો રદ્દ કરવી પડી હતી. ઑવલમાં રવિવારે પણ વરસાદની સંભાવના છે. પિચ હંમેશાની માફક બેટિંગ માટે સારી છે અને આ મેદાન પર 300થી વધારે રન બની શકે તેવી સંભાવના છે. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની અહીં રમાયેલી મેચમાં બંને ટીમોએ 300થી વધારે રન બનાવ્યા હતા. તેમ છતા વાતાવરણ શરૂઆતની ઑવર્સમાં બૉલર્સને મદદ કરશે.

શું કહે છે વિશ્વ કપમાં બંને ટીમોનાં આંકડા?

વિશ્વ કપમાં અત્યાર સુધી બંને ટીમો 1983થી લઇને અત્યાર સુધી 11 વાર એક-બીજા સામે ટકરાઈ ચુકી છે, જેમાંથી 8માં ઑસ્ટ્રેલિયા અને 3માં ભારતનો વિજય થયો છે. ઑવલમાં 1999માં ભારત અને ઑસ્ટ્રેલિયા ટકરાયા હતા અને આ મેચમાં ભારતનો 77 રને પરાજય થયો હતો.

ટીમ:

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ

ઑસ્ટ્રેલિયા: ડેવિડ વૉર્નર, એરોન ફિંચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કૈરી, માર્કસ સ્ટોઇનિસ, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન