CWC19: Live Updates Of CWC19 Match Of IndvsNz
  • Home
  • Sports
  • Cricket
  • વરસાદનાં કારણે ટળી ભારત vs ન્યૂઝીલેન્ડની મેચ, બુધવારનાં રમાશે બાકીનો મુકાબલો

વરસાદનાં કારણે ટળી ભારત vs ન્યૂઝીલેન્ડની મેચ, બુધવારનાં રમાશે બાકીનો મુકાબલો

 | 2:33 pm IST

વર્લ્ડ કપનાં ઇતિહાસમાં પહેલીવાર ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિ-ફાઇનલમાં ટકરાઇ રહ્યા છે. મંગળવારનાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલી બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે વરસાદ પડ્યો ત્યાં સુધી 46.1 ઑવરમાં 5 વિકેટે 211 રન બનાવ્યા હતા. વરસાદ ચાલુ રહેતા આખરે મેચને અટકાવી દેવામાં આવી છે અને બુધવારનાં મેચ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ મેચો માટે રીઝર્વ ડે રાખવમાં આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની સેમિ-ફાઇનલ રીઝર્વ ડે(બુધવાર)નાં રોજ રમાશે. ભારત માટે સારી વાત એ છે કે મેચ જ્યાં અટકી હતી ત્યાંથી શરૂ થશે.

આ પહેલા ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી એકવાર ફરી કેન વિલિયમ્સને શાનદાર બેટિંગ કરતા 67 રન બનાવ્યા હતા. તો આ વર્લ્ડ કપમાં ખાસ પ્રદર્શન ના કરી શકનારાએ રોસ ટેલરે રન અણનમ 67 બનાવ્યા છે.

પહેલા બેટિંગની શરૂઆત કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને ચોથી ઑવરનાં ત્રીજા બૉલે પહેલો ઝાટકો લાગ્યો અને જસપ્રિત બુમરાહે માર્ટિન ગપ્ટિલને 1 રને આઉટ કર્યો. ત્યારબાદ હેન્રી નિકોલસ 28, કેન વિલિયમ્સન 67, જેમ્સ નીશામ 12 અને કૉલિન ડી ગ્રાન્ડહૉમ 16 રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી બુમરાહ, ભુવનેશ્વર, જાડેજા, હાર્દિક અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી. 

  • જો આજ મેચ શરૂ થાય છે તો ભારત માટે ઑવર ઓછી થશે. 9 વાગ્યાથી દર 4 મિનિટે એક ઑવર ઓછી થશે
  • ગ્રાન્ડહૉમને 16 રને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો. ધોનીએ વિકેટ પાછળ કેચ ઝડપ્યો
  • રોસ ટેલરનાં 50 રન પુરા
  • જેમ્સ નીશામને હાર્દિક પંડ્યાએ 12 રને આઉટ કર્યો. કાર્તિકે પકડ્યો શાનદાર કેચ
  • ચહલે વિલિયમ્સનને 67 રને આઉટ કર્યો. જાડેજાએ કર્યો કેચ
  • વિલિયમ્સનનાં 50 રન પુરા
  • હેન્રી નિકોલસને જાડેજાએ 28 રને કર્યો બૉલ્ડ
  • માર્ટિન ગપ્ટિલને બુમરાહે 1 રને આઉટ કર્યો. કોહલીએ કર્યો કેચ
  • કુલદીપ યાદવની જગ્યાએ ભારતે યૂઝવેન્દ્ર ચહલને સામેલ કર્યો છે
  • રવિન્દ્ર જાડેજાને ટીમમાં, શમી બહાર

15 અંકો સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ 11 અંકો સાથે ચોથા સ્થાને છે.આવામાં બંને ટીમો વચ્ચે એક શાનદાર ક્રિકેટ જોવા મળશે. વિશ્વ કપમાં ભારત માટે ‘રન મશીન’ સાબિત થયેલો રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને આજે પણ તે સારું પ્રદર્શન કરે તેવી ભારત આશા રાખી રહ્યું હશે.

રોહિત, રાહુલ અને કોહલીએ બનાવ્યા 1347 રન

બીજી તરફ ટ્રેંટ બૉલ્ટ ન્યૂઝીલેન્ડનાં બૉલિંગ આક્રમણને ધારદાર બનાવે છે. ભારત માટે રોહિત શર્મા (647), રાહુલ (360) અને વિરાટ કોહલી (442) મળીને 1347 રન બનાવી ચુક્યા છે. તો ન્યૂઝીલેન્ડ માટે ફર્ગ્યુસન 17 વિકેટ અને મૈટ હેન્રી 10 વિકેટ, જિમ્મી નીશામ 11 અને કૉલિન ડી ગ્રાન્ડહૉમ 5 વિકેટ લઇ ચુક્યા છે. આ વર્લ્ડ કપમાં બંને ટીમની લીગ મેચ વરસાદનાં કારણે થઇ શકી નહોતી. બંને ટીમો વિશ્વ કપમાં છેલ્લે 2003માં ટકરાઇ હતી જેમાં ભારત જીતવામાં સફળ રહ્યું હતુ.

હવામાન અને પિચનો મિજાજ

માન્ચેસ્ટરમાં આગામી બે દિવસ વરસાદની સંભાવના છે. 9 અને 10 જુલાઈનાં વાદળ છવાયેલા રહેશે. સાથે સાથે થોડીક-થોડીકવારે વરસાદ થઇ શકે છે. મંગળવાર એટલે કે આજે ટૉસ સમયે વરસાદની 40 ટકા સંભાવના છે. આ પિચ પર પહેલા બેટિંગ કરનારી ટીમ જીતે છે. ટીમ શરૂઆતમાં જ બૉલરોને મદદ કરશે.

ટીમ

ભારત: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ

ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગપ્ટિલ, હેન્રી નિકોલસ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિચેલ સેન્ટનર, લૉકી ફર્ગ્યુસન, મેટ હેન્રી, ટ્રેન્ટ બૉલ્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન