Live Updates Of IPl Match Between CSK and SRH
  • Home
  • Sports
  • Cricket
  • CSKvsSRH: વૉટસનનાં વાયરામાં ઉડ્યું હૈદરાબાદ, ચેન્નઈનો 6 વિકેટે શાનદાર વિજય

CSKvsSRH: વૉટસનનાં વાયરામાં ઉડ્યું હૈદરાબાદ, ચેન્નઈનો 6 વિકેટે શાનદાર વિજય

 | 7:34 pm IST

ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ચેન્નઈનો 6 વિકેટે શાનદાર વિજય થયો છે. ટૉસ જીતીને ચેન્નઈએ ફીલ્ડિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે મનિષ પાંડેનાં 83 અને ડેવિડ વૉર્નરનાં 57 રનની મદદથી 20 ઑવરમાં 3 વિકેટે 175 રન બનાવ્યા હતા. 176 રનનો પીછો કરવા ઉતરેલા ચેન્નઈએ શેન વૉટસનનાં 96, સુરેશ રૈનાનાં 38 અને અંબાતિ રાયડૂનાં 21 રનની મદદથી આ લક્ષ્યાંક પાર પાડ્યો હતો.

હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને રાશિદ ખાને 1-1 વિકેટ ઝડપી હતી. આ પહેલા ચેન્નઈની બૉલિંગમાં હરભજને 2 અને દીપક ચહરે 1 વિકેટ ઝડપી હતી.

  • રાયડૂ 21 રન મારીને સંદીપ શર્માની ઑવરમાં આઉટ.
  • ભુવનેશ્વર કુમારે શેન વૉટસનને આઉટ કર્યો. વૉટસન 53 બૉલમાં 96 રન ફટકાર્યા.
  • શેન વૉટસનનાં પચાસ રન પુરા.
  • રાશિદ ખાને રૈનાને 38 રન પર બેયરસ્ટોનાં હાથે સ્ટંપિંગ આઉટ કરાવ્યો.
  • ફેફ ડુ પ્લેસિસને દીપક હુડાએ કર્યો રનઆઉટ.

  • મનિષ પાંડે 83 રને અણનમ રહ્યો.
  • હૈદરાબાદે 3 વિકેટે 20 ઑવરમાં 175 રન બનાવ્યા.
  • દીપક ચહરે વિજય શંકરને આઉટ કર્યો. વિજય શંકરે 26 રન બનાવ્યા.
  • હરભજને ડેવિડ વૉર્નરને 57 રને આઉટ કર્યો.
  • મનિષ પાંડેનાં 50 રન પુરા.
  • હરભજને બેયરસ્ટોને 0 રને આઉટ કર્યો.

હૈદરાબાદની ટીમને મેચ પહેલા જ મોટો ઝાટકો લાગ્યો છે. આજે ચેન્નાઈ સામે હૈદરાબાદની ટીમ ટકરાશે, પરંતુ આ મહત્વની મેચમાં કેપ્ટન કેન વિલિયમ્સન નહી રમી શકે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન વિલિયમ્સન દાદીનાં મોત બાદ સ્વદેશ પરત ફરી ગયો છે. હૈદરાબાદની ટીમ 10 અંક સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. તેને હજુ પાંચ મેચ રમવાની છે. ચેન્નાઈની ટીમ જ્યારથી હૈદરાબાદ સામે ગત મેચ રમી હતી તો તેમનો કેપ્ટન ધોની ઇજાનાં કારણે બહાર બેઠો હતો. ચેન્નાઈની ટીમ તેની છેલ્લી બે મેચો હારી ચુકી છે.

હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ ચેન્નાઈનાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હૈદરાબાદની કેપ્ટનશિપ ભુવનેશ્વર કુમાર કરી રહ્યો છે. હૈદરાબાદે તેની છેલ્લી બંને મેચો જીતી છે. હવે તેની નજર જીતની હેટ્રિક પર છે. જો કે હૈદરાબાદ માટે ચેન્નાઈને તેના ઘરમાં હરાવવું સરળ નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન