LIVE: Live Updates Of PM Modi's Road Show In Varanasi
 • Home
 • Featured
 • કાશીમાં પીએમ મોદીએ કહ્યું, “42 આતંકીઓને ઠેકાણે લગાવ્યા એ અમારી કામ કરવાની રીત”

કાશીમાં પીએમ મોદીએ કહ્યું, “42 આતંકીઓને ઠેકાણે લગાવ્યા એ અમારી કામ કરવાની રીત”

 | 3:30 pm IST

લોકસભા ચૂંટણી 2019 માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 એપ્રિલનાં રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઉમેદવારીપત્ર ભરતા પહેલા આજે 25 એપ્રિલનાં રોજ ત્યાં મેગા રૉડ શૉ કર્યો. જેમાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. 10 કિમી લાંબા આ મેગા રૉડ શૉ માટે વારાણસી સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યું હતુ. પીએમ નરેન્દ્ર મોદીએ પહેલા બીએચયૂ ગેટ પર પંડિત મદનમોહન માલવીયની મૂર્તિ પર માળા પહેરાવીને રૉડ શૉની શરૂઆત કરી હતી. અમિત શાહ અને યોગી આદિત્યનાથ પણ આ રોડ શૉમાં ઉપસ્થિત રહ્યા હતા.

 • 42 આતંકવાદીઓને ઠેકાણે લગાવ્યે એ અમારા કામ કરવાની રીત: પીએમ મોદી
 • છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ મંદીર પર આતંકવાદી હુમલો નથી થયો: પીએમ મોદી
 • ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, “પદ્મ પુરસ્કાર પહેલા પણ આપવામાં આવતા હતા પરંતુ ખબર નહોતી પડતી. ઘણા મોટા ફેરફાર અમે કર્યા. દેશના અનેક ગામડાઓથી નામ મંગાવ્યા જેના પરિણામે 50 હજાર નામ આવ્યા.”
 • પીએમ મોદીએ કહ્યું કે, “અમે દેશનાં દરેક ભાગ, વર્ગને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે અને તેના માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષ પુરુષાર્થના હતા અને આવનારા 5 વર્ષ પરિણામના થશે.”
 • “મે પહેલા પણ કહ્યું હતું કે બાબાની ઇચ્છા વગર અહીં પત્તુ પણ હલતું નથી. હું તો નિમિત્ત માત્ર છું.” – પીએમ મોદી
 • “અમારી વિરાસત, અમારી આસ્થાના પ્રતીક બાબા વિશ્વનાથ અને ગંગા માની સેવા કરવાની તક મળવી મારી માટે સૌભાગ્ય સમાન છે. મા ગંગાને શુદ્ધ અને અવિરત બનાવવા આપણે ઘણા આગળ વધી ગયા છીએ.” – વડાપ્રધાન મોદી
 • “હું માનું છું કે અત્યારે ભારત પણ તપસ્યાનાં સમયમાં છે. તે ખુદને સાધી રહ્યો છે અને સાધનમાં આપણે બધા સાધક છીએ-સેવક છીએ. જ્યારે પહેલીવાર કાશી આવ્યો ત્યારે એરપોર્ટથી શહેરમાં આવતા રસ્તાઓને જોઇને પીડા થઈ. શહેરમાં પહોંચ્યો લટકતા વીજળીનાં તાર જોવા મળ્યા અને ગંદગીનાં ઢગલાઓ જોઇને થયું કે આવું કેમ છે? હું આજે કહી શકું છું કે આપણા બધાનાં સામૂહિક પ્રયાસોથી અને બાબાનાં આશીર્વાદથી કાશીનાં બદલાવને કાશીવાસીયો સહિત આખો દેશ અનુભવી રહ્યો છે.”- પીએમ મોદી
 • “સમર્થ, સમ્પન્ન અને સુખી ભારત માટે વિકાસની સાથે સાથે સુરક્ષા મહત્વની છે. મારો એ મત રહ્યો છે કે પરિવર્તન ત્યારે સાર્થક બને છે જ્યારે જન-મન બદલાય છે. આ જન-મનને સાધવા માટે તપસ્યા કરવી પડે છે.” – પીએમ મોદી
 • “જ્યારે હું 17 મે 2014નાં રોજ કાશી આવ્યો હતો ત્યારે મનમાં પ્રશ્ન હતો કે શું કાશીની આશાઓ પર ખરો ઉતરીશ? પરંતુ આજે લાગી રહ્યું છે કે બાબાનાં આશીર્વાદથી કાશીનાં બદલાવને દુનિયા અનુભવી રહી છે. કાશીએ મને એમપી નહીં, પીએમ બનવાનો આશીર્વાદ આપ્યો. મને 130 કરોડ ભારતીયોનાં આશીર્વાદની તાકાત આપી.” – પીએ મોદી.
 • પીએમ મોદીએ કહ્યું કે, “યાદ કરો સંકટ મોચન મંદિર, અયોધ્યા, અક્ષરધામ મંદિરમાં થયેલા આતંકી હુમલાઓ. અહીં આરતી કરી રહેલા ભક્તોની કાયરતાપૂર્ણ હત્યા જોઇને મન પિગળી જાય છે. નવું ભારત આતંકવાદને જડબાતોડ જવાબ આપે છે. આતંકવાદ હવે જમ્મુ-કાશ્મીરનાં નાનકડા ભાગમાં જ રહી ગયો છે. આતંકનાં પડકારને એક ક્ષણ માટે પણ ઓછો આંકવો એ દેશ સાથે અન્યાય છે.”
 • લોકો પુછી રહ્યા છે કે કાશીમાં મોદીએ શું બદલાવ કર્યો? પરંતુ હું પુછુ છું કે કાશીએ મારામાં શું બદલાવ કર્યો? – પીએમ મોદી
 • વારાણસીમાં પીએમ મોદીએ જનતાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, “પાંચ વર્ષ પહેલા જ્યારે કાશીની ધરતી પર મે પગ રાખ્યો હતો ત્યારે મે કહ્યું હતુ કે માં ગંગાએ મને બોલાવ્યો છે. કાશીએ મને આટલો પ્રેમ આપ્યો છે.”
 • ગંગા આરતી બાદ પીએમ મોદી દશાશ્વમેઘ ઘાટથી રવાના. આ દરમિયાન ત્યાં હાજર લોકોનું તેમણે અભિવાદન કર્યું હતુ. કેટલાકા લોકોએ પીએમ મોદી સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી. હવે પીએમ મોદી આવતીકાલે વારાણસીથી ઉમેદવારીપત્ર ભરશે.
 • દશાશ્વમેઘ ઘાટ પર પીએમ નરેન્દ્ર મોદી આરતીમાં સામેલ થયા હતા અને તેમણે પૂજા કરી હતી. 

 • દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પીએમ મોદી સાથે અમિત શાહ, યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્નાથ અને યૂપી બીજેપી અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેએ લીધો ભાગ.
 • પીએમ મોદી આરતી માટે દશાશ્વમેઘ ઘાટ પહોંચી ગયા છે.

 • દશાશ્વમેઘ ઘાટ પર આરતીમાં અમિત શાહ સહિતનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર.
 • દશાશ્વમેઘ ઘાટ પર આરતીની તૈયારીઓ પૂર્ણ.
 • થોડીવારમાં દશાશ્વમેઘ ઘાટ પહોંચશે પીએમ મોદી. ગંગા આરતીમાં સામેલ થશે પીએમ.
 • વારાણસીમાં પીએમ મોદીનો રૉડ શૉ ચાલી રહ્યો છે. અસ્સી અને શિવાલા વચ્ચેની શાનદાર તસવીરો.
 • ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓના બનારસમાં ધામા, શુક્રવારે મોદીની ઉમેદવારી દરમિયાન ભાજપની આલાકમાન હાજર રહેશે.
 • પીએમ મોદીનાં 10 કિ.મી લાંબા રોડ શૉમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ૨૧ એડિશનલ એસપી, 55 એસઓ, 620 પીઆઈ, 3,100 કોન્સ્ટેબલ, 12 કંપની પીએસી, 16 કંપની પેરામિલિટરી ફોર્સ અને 150 મહિલા પોલીસકર્મીઓ સામેલ છે.

 • કાશીનાં રસ્તાઓ પર ‘મોદી મોદી’નાં નારાઓ ગુંજી રહ્યા છે. નરેન્દ્ર મોદીને જોવા અને તેમનાં રૉડ શૉમાં અનેક લોકો સામેલ થયા છે. પીએમ મોદી લોકોનું અભિવાદન કરી રહ્યા છે.

 • કાશીનાં રસ્તાઓ પર અત્યારે જનમેદની ઉમટી છે. પીએમ મોદી એક જાડી પર સવાર છે. તેમની પાછળ એક ટ્રેકમાં સીએમ યોગી આદિત્યનાથ ઉપરાંત બીજેપીનાં મોટા નેતાઓ સામેલ છે. 
 • પંડિત મદનમોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પીએમ મોદીએ શરૂ કર્યો ભવ્ય રૉડ શૉ. રૉડ શૉમાં અસંખ્ય લોકો જોડાયા. 

 • પંડિત મદનમોહન માલવીયની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ.

 • પીએમ મોદી બનારસ હિંદૂ યૂનિવર્સિટી પહોંચી ગયા છે. અહીંથી 10 કિમી લાંબો ભવ્ય રૉડ શૉ શરૂ થશે.
 • વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટ પર પીએમ મોદી આજે સાંજે કરશે આરતી. 

 • પીએમ મોદી વારાણસીમાં રૉડ શૉ માટે બાબતપુર એરપોર્ટ પહોંચી ચુક્યા છે. અહીંથી તેઓ બનારસ હિંદૂ યૂનિવર્સિટી જશે.
 • કાશીમાં પીએમ મોદી ઉમેદવારીપત્ર ભરતા પહેલા ‘શંખનાદ’ કરશે.
 • રૉડ શૉ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે બાંદા અને દરભંગામાં રેલી કર્યા બાદ હવે હું કાશીમાં આવી રહ્યો છું. હર હર મહાદેવ.

 • બનારસ હિંદૂ યૂનિવર્સિટી બહાર માનવમેદની.
 • પીએમ મોદીનાં રૉડ શૉમાં અસંખ્ય લોકો જોડાવવા લાગ્યા છે.

પીએમ મોદીનો આ રૉડ શૉ મદનમોહન માલવીયની પ્રતિમાસ્થળથી શરૂ થશે અને દશાશ્વમેઘ ઘાટ પર પૂર્ણ થશે. આ દરમિયાન તેમની સાથે 52 વીઆઈપી પણ હાજર રહેશે. મોદી આ રૉડ શૉ બાદ અશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ ભાગ લેશે. પીએમ મોદી વારાણસી લોકસભા સીટથી પોતાનું ઉમેદવારીપત્ર 26 એપ્રિલનાં રોજ ભરશે. આ અવસર પર તેમની સાથે નીતીશ કુમાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતનાં નેતાઓ હાજર રહેશેય બીજેપી અનુસાર શિરોમણી અકાલી દળનાં પ્રકાશ સિંહ બાદલ અને લોક જનશક્તિ પાર્ટીનાં પ્રમખ રામલિવાસ પાસવાન પણ પ્રધાનમંત્રીનાં ઉમેદવારીપત્ર દરમિયાન હાજર રહેશે. ઉમેદવારીપત્રની પ્રક્રિયા 11 વાગ્યે અને 30 મિનિટ પર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન