Live Updates: Supreme Court Verdict On Ayodhya Ram Mandir Case
  • Home
  • Ayodhya Verdict
  • અયોધ્યા LIVE: સુન્ની વક્ફ બોર્ડ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને નહીં પડકારે

અયોધ્યા LIVE: સુન્ની વક્ફ બોર્ડ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને નહીં પડકારે

 | 6:54 am IST

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જગ્યાને રામલલાની ગણાવી. સાથો સાથ કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે. અમે આ લાઇવ બ્લોગ દ્વારા ચુકાદા સાથે જોડાયેલા તમામ અપડેટસ તમારી સુધી પહોંચાડતા રહીશું…

અયોધ્યાના ચુકાદાની પળેપળની અપડેટ : 

– સુન્ની વક્ફ બોર્ડ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને નહીં પડકારે.

– સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદાને શિરોમાન્ય ગણ્યો.

– અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું- સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દા પર પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટના આ નિર્ણયનું સમ્માન કરતાં આપણે બધાએ પરસ્પર સદ્ભાવ બનાવી રાખવાનો છે. 

– માહિતી અને પ્રસારણ મંત્રાલેય ચર્ચા અને રિપોર્ટિંગ દરમ્યાન પ્રોગ્રામ કોડનો સખ્તાઇથી પાલન કરવા માટે તમામ ચેનલો અને કેબલ ટીવી ઓપરેટરોની એડવાઇઝરી રજૂ કરી.

– દાયકા જૂના અયોધ્યા કેસના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત યોગ્ય છે. અમે તમામને તેમના તહેદિલથી સ્વીકાર અને તેનું સમ્માન કરવું જોઇએ. તમારા મુલ્કની એકતા, સૌહાર્દ, ભાઇચારાની તાકતને મજબૂત કરવી આપણા બધાની સામૂહિક જવાબદારી છે. – મુખ્તાર અબ્બાસ નકવી, કેન્દ્રીય મંત્રી

– આ એક ઐતિહાસિક ચુકાદો છે, હું તેનું સ્વાગત કરું છું. આ કેસ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો અને આખરે એક નિષ્કર્ષ પર પહોંચી ગયા છીએ. સમાજમાં શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવું જોઇએ: શ્રી શ્રી રવિશંકર

– સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો કેટલાંય કારણોસર મહત્વપૂર્ણ છે. એ જણાવીએ કે કોઇ વિવાદને ઉકેલવામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેટલું અગત્યનું છે. દરેક પક્ષને પોત-પોતાની દલીલો રાખવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી. ન્યાયના મંદિરને દાયકા જૂના સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન કરી દીધું. – વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ

દેશની સુપ્રીમ કોર્ટે અયોધ્યા પર ચુકાદો સંભળાવી દીધો છે. આ ચુકાદાને કોઇની હાર કે જીત તરીકે જોવું જોઇએ નહીં. રામભક્તિ હોય કે રહીમ ભક્તિ, અત્યારનો સમય આપણી માટે ભારતની ભક્તિની ભાવનાને સશકત કરવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ , સદ્ભાવ અને એકતા બનાવી રાખે : અયોધ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી

– કોર્ટનો નિર્ણય આવી ગયો છે, હવે અયોધ્યામાં ભવ્ય મંદિર બનશે. પરંતુ આપણે એવું કંઇ જ કરવાનું નથી જેનાથી કોઇ સમાજમાં ભય કે આક્રોશ ઉભો થાય. આપણે એ મર્યાદાઓનું પાલન કરવાનું છે જેને મર્યાદાઓ સ્વયં ભગવાન શ્રીરામ જીવ્યા. – યોગગુરૂ બાબા રામદેવ

– અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભાઇચારો બનાવી રાખવાના પ્રયાસોનું સ્વાગત. નિર્યણને હાર-જીત તરીકે ના જુઓ. દાયકા સુધી ચાલેલી કાયદાકીય લડાઇનો ચુકાદો આવી ગયો છે. જૂની વાતોને ભૂલીને મળીને મંદિર નિર્માણ કરવામાં આવે. કોર્ટે મસ્જિદ નિર્માણ માટે જે વાત કહી છે, તે જમીન સરકારે આપવાની છે. સરકાર એ વાતને નક્કી કરશે કે તેમને જમીન કયાં આપવાની છે. – મોહન ભાગવત

– મને પૂર્વ વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ આ ઐતિહાસિક નિર્ણય પોતાનામાં જ એક મીલનો પથ્થર સાબિત થશે: અમિત શાહ

– ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી – શ્રીરામ જન્મભૂમિ પર સર્વસહમતિથી આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું હું સ્વાગત કરું છું.

– સવાલ 5 એકર જમીનનો નથી. અમે મસ્જિદ કોઇને આપી શકીએ નહીં. મસ્જિદને હટાવી શકાય નહીં. અમે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખો વાંચીને આગળની રણનીતિ બનાવીશું – જફરયાબ જિલાની, મુસ્લિમ પક્ષના વકીલ

– અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. હું દેશના લોકોને અપીલ કરું છું કે કોઇપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન ના કરે. મુસ્લિમ પક્ષ કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નથી. અમે વકીલ રાજીવ ધવન સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશું અને પડકારવા અંગે વિચારીશું. – જફરયાહ જિલાની, મુસ્લિમ પક્ષના વકીલ

– દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું અને લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરી

– અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામાજિક તાણવાણાને વધુ મજબૂત કરશે. હું લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરું છું- રક્ષા મંત્રી રાજનાથ સિંહ

– અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શહેરમાં વધુ ચાંપતો બંદોબસ્ત કરાયો. સુરક્ષાકર્મી શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે

– અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. આ રાજ્ય સરકારની ઉપર છે કે તે અમને કયાં જમીન આપે છે. આ બારત માટે ખૂબ મોટો મુદ્દો હતો જેનો ઉકેલ આવવો જરૂરી હતો, હું આ ચુકાદાથી ખુશ છું. – ઇકબાલ અંસારી, મુસ્લિમ પક્ષકાર

– મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કેટલાંય વિરોધાભાસની વાત કહી

– મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું – હું ચુકાદાથી સંતુષ્ટ નથી. જો કે હું કોર્ટના નિર્ણયનું સમ્માન કરું છું. રામલલાના પક્ષમાં આવેલા ચુકાદાને મુસ્લિમ પક્ષ પડકારશે.

– હિન્દુ મહાસભાના વકીલ વરૂણ કુમાર સિન્હાએ કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. આ નિર્ણયની સાથે સુપ્રીમ કોર્ટે વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો છે.

–  અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સર્વસહમતિ એટલે 5-0થી આવ્યો છે

– પાંચ જજોએ કહ્યું કે વિવાદાસ્પદ જમીન હિન્દુઓને સોંપવામાં આવે. કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટ બનાવશે જે મંદિરનું નિર્માણ કરાવશે. આ જમીન અત્યારે કેન્દ્ર સરકારની પાસે રહેશે અનેબાદમાં ટ્રસ્ટને અપાશે.

– સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સુન્ની વક્ફ બોર્ડને 5 એકરની વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવાનો નિર્દેશ આપ્યો

– સુન્ની વક્ફ બોર્ડના વકીલે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે અમે આ ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. મુસ્લિમોએ રામને ઇમામ-એ-હિન્દનો દરજ્જો આપ્યો હતો.

– કેન્દ્ર વિવાદાસ્પદ જમીનને મંદિર નિર્માણ માટે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપશે. મુસ્લિમોને અયોધ્યામાં 5 એકરની વૈકલ્પિક જમીન મળશે. આ જમીન સુન્ની વકફ બોર્ડને મળશે: સુપ્રીમ કોર્ટ

– વિવાદાસ્પદ જમીન પર મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે, 3 મહિનાની અંદર તેનો નિયમ બનાવે કેન્દ્ર: SC

– મુસ્લિમોએ એ વાતના પુરાવા રજૂ કર્યા નથી કે 1857 પહેલાં સ્થળ પર તેમનો એક્સક્લુઝિવ કબ્જો હતો. 1949 સુધી તેમણે ત્યાં નમાજ પઢા: SC

– વિવાદાસ્પદ જમીન પર મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે, ત્રણ મહિનાની અંદર તેના નિયમ બનાવે કેન્દ્ર: સુપ્રીમ કોર્ટ
– સુન્ની વક્ફ બોર્ડને 5 એકર વૈકલ્પિક જમીન આપવામાં આવે – સુપ્રીમ કોર્ટ

– રામલલાનો દાવો યથાવત, મુસ્લિમોને અન્ય જગ્યા પર જમીન આપવાનો આદેશ

– એ વાતના પુરાવા છે કે અંગ્રેજો આવ્યા તે પહેલાં રામ ચબૂતરો અને સીતા રસોઇની હિન્દુ પૂજા કરતા હતા. રેકોર્ડ્સના પુરાવા બતાવે છે કે વિવાદાસ્પદ જમીનના બહારના ભાગમાં હિન્દુઓનો કબ્જો હતો: સુપ્રીમ કોર્ટ

– બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પર થયુ હતુ, જમીનની નીચનો ઢાંચો ઇસ્લામિક નહોતો. ASIના નિષ્કર્ષોથી સાબિત થાય છે કે નષ્ટ કરાયેલા ઢઆંચાની નીચે મંદિર હતુ: સુપ્રીમ કોર્ટ

–  હિન્દુઓની આસ્થા છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો. આસ્થા વૈયક્તિક વિશ્વાસનો વિષય છે: સુપ્રીમ કોર્ટ

– હિન્દુઓની આસ્થા અને તેમનો એ વિશ્વાસ કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, આ નિર્વિવાદ છે: સુપ્રીમ કોર્ટ

– કેસનો ચુકાદો ASIના પરિણામોના આધાર પર થઇ શકે નહીં. જમીન પર માલિકી હકનો ચુકાદો કાયદાના હિસાબથી થવો જોઇએ: સુપ્રીમ કોર્ટ

– સીજેઆઇ રંજન ગોઇએ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને શંકાથી પર છે અને તેના અભ્યાસને નજરઅંદાજ કરી શકાય નહીં

– નિર્મોહી અખાડાનો દાવો કરાયો રદ્દ, રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો- CJI

– શિયા વક્ફ બોર્ડનો દાવો એકતમથી રદ્દ, સીજેઆઇ ગોગોઇએ કહ્યું કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના નિર્ણયને પડકારતી શિયા વક્ફ બોર્ડનીં સિંગલ લીવ પિટિશન (SLP)ને નકારી દીધી છે.

– ચુકાદાની કોપી કોર્ટમાં લાવવામાં આવી, કોર્ટ નંબર-1મા ખીચોખીચ ભીડ

– ગૃહમંત્રી અમિત શાહના ઘરે ઉચ્ચસ્તરીય બેઠક માટે પહોંચ્યા ગૃહ સચિવ અજય ભલ્લા

– કોર્ટની અંદરથી અપડેટ આવવા લાગ્યા છે. તમામ પક્ષકાર કોર્ટ રૂમમાં બેસી ગયા છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ ઠીક 10:30 વાગ્યાથી ચુકાદો સંભળાવાનું શરૂ કરશે. 

–  લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની અપીલ,  આપણે શાંતિના પક્ષમાં શરૂઆતથી છીએ. હું શાંતિનો પૂજારી છું. આપણે તમામે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માનવો જોઇએ.

– હું ઉત્તરાખંડના લોકોને અપીલ કરું છું કે સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવે તેને સ્વીકારે. સોશિયલ મીડિયા કે બીજા પ્લેટફોર્મ પર કોઇપણ પ્રકારની અફવા કે આપત્તિજનક ટિપ્પણીઓ થવી જોઇએ નહીં જેનાથી સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચતુ હોય: ત્રિવેન્દ્ર સિંહ રાવત, મુખ્યમંત્રી, ઉત્તરાખંડ

– આગ્રામાં તમામ જગ્યાએ ઇન્ટરનેટ સેવા બંધ, દિલ્હીમાં તમામ વીવીઆઈપી લોકોની સુરક્ષામાં કરાયો વધારો. દિલ્હી, મધ્યપ્રદેશ, અને કર્ણાટકમાં શાળા-કોલેજો બંધ

– Video: અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાને લઇ એડીજી અભિયોજન, આશુતોષ પાંડેયનું નિવેદન

– આપણે દુનિયાની સામે એક મિસાલ રજૂ કરવાની છે કે ભારતના લોકો સાંપ્રદાયિક સદ્ભાવને બનાવીને રાખીએ. આપણે તમામ દેશવાસી સંવિધાનને માનનાર છીએ અને આપણા દેશમાં ન્યાયની સૌથી મોટી સંસ્થા સુપ્રીમ કોર્ટ છે. આથી આપણા બધાની ફરજ છે કે આપણે કોર્ટના નિર્ણયનું સમ્માન કરીએ. – બાબા રામદેવ

– પૂર્વ યુપી માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અયોધ્યા વિવાદ પર ચુકાદાને ધ્યાનમાં રાખતા દેશની એકતા, સામાજિક સદ્ભાવ અને પરસ્પર પ્રેમ બનાવી રાખવાની અપીલ કરી

– અયોધ્યા કેસના ચુકાદાને ધ્યાનમાં રાખતા ગુજરાતનું તંત્ર એલર્ટ

– વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર અને મહાસચિવ મિલિંદ પરિંદે બપોરે 2.30 વાગ્યે અયોધ્યા વિવાદ પર ચુકાદાને ધ્યાનમાં રાખતા નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ કરશે

અયોધ્યામાં અર્ધસૈનિક બળોને તૈનાત કરાયા છે. આકાશમાંથી નજર રખાઇ રહી છે. ગુપ્તચર તંત્રને તૈયાર રખાયા છે. રેન્ડમ તપાસ પણ કરાઇ રહી છે. ઓપરેશનો પર નજર રાખવા માટે અયોધ્યામાં એક એડીજી રેન્કના અધિકારીને તૈનાત કરાયા છે.- ઓપી સિંહ, યુપી ડીજીપી

–  કોઇપણ પ્રકારની અફવાઓ ના ફેલાવો અને સાંપ્રદાયિક સૌહાર્દ બનાવી રાખો. આખા રાજયમાં કલમ-144 લાગુ અને તેને ડેમોગ્રાફીના હિસાબથી કસ્ટમાઇઝ કરાઇ છે. – ઓપી સિંહ, યુપી DGP

– અયોધ્યામાં મોટા વાહનોની અવરજવર પર પ્રિતબંધ. મીડિયાના વાહનોને પણ ટેઢી બજાર પર રોકી દેવાયા છે. શ્રીરામ હોસ્પિટલની સામેથી તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, બધાને ચાલીને જવાની જ છૂટ અપાઇ રહી છે.

– આપણા ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. હું બધાને સુપ્રીમ કોર્ટનાચુકાદાને સ્વીકારવા અને શાંતિ જાળવવા અપીલ કરું છું. : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

– અયોધ્યામાં શ્રીરામ હોસ્પિટલની સામે મુખ્ય માર્ગ પર સ્થાનિક નાગરિકોના જવા પર પ્રતિબંધ મૂકાયો છે.

– અયોધ્યાના તમામ મુખ્ય રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત. શહેરની અંદર ફોર વ્હિલર વાહનોની અવરજવર પર પ્રતિબંધિત મૂકાયો

– રાજસ્થાન સરકારે આદેશ આપ્યો કે આજે રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રહેશે

– રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારની સવાર 6 વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ

– અયોધ્યા રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનની આસપાસ તૈનાત સુરક્ષાકર્મી

– અયોધ્યા પર ચુકાદો- ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અન જમ્મુ-કાશ્મીરમાં તમામ સ્કૂલ કોલેજ બંધ

– ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના ઘરની બહાર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

– અયોધ્યા વિવાદ પર ચુકાદાને ધ્યાનમાં રાખતા અલીગઢ જિલ્લામાં ડીએમના આદેશ પર ગઇકાલ રાતથી મોબાઇલ ઇન્ટરનેટની સેવાઓ પર પ્રતિબંધ

– પીએમ મોદીએ ચુકાદા પહેલાં ટ્વીટ કરી જણાવ્યું છે કે, ‘અયોધ્યા ઉપર સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવશે તે કોઈની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા બધાની એ પ્રાથમિકતા રહે કે નિર્ણય ભારતની શાંતિ, એક્તા અને સદભાવનાની મહાન પરંપરાને બળ આપે. દેશની ન્યાયપાલિકાને માન સન્માનનો સર્વોપરી રાખતા સમાજના દરેક પક્ષોએ સામાજિક- સાંસકૃતિક સંગઠનો, દરેક પક્ષકારોએ ગત દિવસોમાં સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે પ્રયત્નો કર્યા જે આવકાર દાયક છે. કોર્ટના નિર્ણય બાદ આપણે બધાયે મળીને સૌહાર્દ બનાવી રાખવાનું છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન