Live video of 'Bhutia Train' captured in CCTV, Viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘ભુતિયા ટ્રેન’નો લાઈવ વીડિયો CCTVમાં કેદ, અચાનક ઘટના જોતાં જ રેલવે તંત્ર દોડતું થયું!

‘ભુતિયા ટ્રેન’નો લાઈવ વીડિયો CCTVમાં કેદ, અચાનક ઘટના જોતાં જ રેલવે તંત્ર દોડતું થયું!

 | 3:46 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. કે જેની ખુબ ચર્ચા થઈ રહી છે. કોઈ એને ભુતિયા ટ્રેન કહે છે તો કોઈ સીસીટીવી ફૂટેજમાં ખામી હોવાનું જણાવી રહ્યું છે. આ વીડિયો યુટ્યુબ પર પણ ઘણા સમયથી અપલોડ કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો કોઈ વળી એવો દાવો પણ કરી રહ્યું છે કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. પરંતુ તમે વીડિયો જોઈશો ત્યારે હકિકત સામે આવશે.

વીડિયો અપલોડ કરનારે એવો દાવો કર્યો છે કે ચીનના કોઈ પ્લેટફોર્મનો આ વીડિયો છે. તમે વીડિયો જોશો તો લાગશે કે એક અદૃશ્ય ટ્રેન આવે છે અને પરત જતી રહે છે. થોડી સેકન્ડની જ આ વાત છે પરંતુ સૌ કોઈ આ વીડિયો જોઈને હેરાન છે.

જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવી અને બધા હાફડા ફાફડા થઈ ગયા. વીડિયો જોઈએ તો એમ પણ લાગે કે કોઈ પેસેન્જરને લેવા આવી હોય એવું જ લાગે છે. તેમનું કહેવું એમ છે કે 12 વર્ષમાં આવું ક્યારેય નથી જોયું. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન