Live Video: Retired Police Constable Dies of Heart attack in Junagadh
  • Home
  • Featured
  • જૂનાગઢમાં ગીત ગાતાં નિવૃત્ત કોન્સ્ટેબલને આવ્યો હાર્ટ એટેક, જુઓ મોતનો LIVE વીડિયો

જૂનાગઢમાં ગીત ગાતાં નિવૃત્ત કોન્સ્ટેબલને આવ્યો હાર્ટ એટેક, જુઓ મોતનો LIVE વીડિયો

 | 4:41 pm IST

જૂનાગઢના બાયપાસ રોડ સ્થિત એક હોટલમાં આયોજિત ખાનગી કાર્યક્રમમાં નિવૃત કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું. કાર્યક્રમ વખતે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ રતિભાઈ પરમાર ‘જનની ની જોડ શકી નહીં જડે રે લોલ’ ગીત ગાઈ રહ્યા હતા. અને અચાનક તેમને હાર્ટ એટેક આવતાં તે સીધા નીચે ઢળી પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રતિભાઈનું અચાનક મોત થતાં પરિવાર સહિત ત્યાં હાજર લોકોમાં માતમ છવાઈ ગયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન