લિવરપુલ-ટોટનહામ ટાઇટલના ૧૮ વર્ષના દુકાળને ખતમ કરવા આતુર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • લિવરપુલ-ટોટનહામ ટાઇટલના ૧૮ વર્ષના દુકાળને ખતમ કરવા આતુર

લિવરપુલ-ટોટનહામ ટાઇટલના ૧૮ વર્ષના દુકાળને ખતમ કરવા આતુર

 | 2:40 am IST

। મેડ્રિડ ।

યૂએફા ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલ શનિવારે મોડી રાત્રે રમાશે ત્યારે બે ટોચની ઇંગ્લિશ ક્લબ લિવરપુલ તથા ટોટનહામ લાંબા સમયથી ચાલી રહેલા ટાઇટલના દુકાળને ખતમ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. સંયુક્ત રીતે બંને ક્લબોએ કોઇ પણ ટ્રોફી જીતીને ૧૮ વર્ષ થઇ ચૂક્યા છે. લિવરપુલે છેલ્લા સાત વર્ષથી કોઇ ટ્રોફી જીતી નથી તો બીજી તરફ ટોટનહામ છેલ્લા ૧૧ વર્ષથી ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહી છે. વર્તમાન સિઝનમાં લિવરપુલના મેનેજર જુર્જેન ક્લોપ તથા ટોટનહામના મેનેજર મોરિસિયો પોચેટિનોના માર્ગદર્શનમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમ છતાં બંને ટીમો ટાઇટલ જીતવાથી વંચિત રહી છે.

લિવરપુલમાં યુવા સ્ટાર ખેલાડીઓ છે. ટ્રેન્ટ એલેકઝાન્ડર આર્નોલ્ડ અને હેરી વિંક્સ લિવરપુલની યૂથ ટીમના માધ્યમથી આવી છે તો એન્ડ્રયુ રોબર્ટસન, ડેલે અલી, કિરાન ટ્રિપિયર ૨૪ વર્ષથી કેથી ઓછી વયે ટીમ સાથે જોડાયેલા છે. લિવરપુલ પોતાનું છેલ્લું ટાઇટલ ૨૦૧૨૩માં લીગ સ્વરૂપે જીત્યું હતું. આ પહેલાં તેણે એફએ કપ ૨૦૦૬માં હાંસલ કર્યો હતો. ટોટનહામ ૨૦૦૮માં લીગ કપના સ્વરૂપે ચેમ્પિયન બની હતી.

ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ૯૬ પોઇન્ટ હાંસલ કર્યા બાદ ટાઇટલ જીતવાથી વંચિત રહેવાના કારણે લિવરપુલ દબાણમાં રહેશે. માન્ચેસ્ટર સિટી તેને માત્ર એક જ પોઇન્ટથી પછાડીને ચેમ્પિયન બની હતી. કીવમાં ગયા વર્ષે રમાયેલી ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં લિવરપુલનો રિયલ મેડ્રિડ સામે પરાજય થયો હતો. ટોટનહામના ટોબી એલ્ડરવેરેલ્ડને પણ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં રમવાનો અનુભવ છે જે ૨૦૧૪માં પરાસ્ત થયેલી એટ્લેટિકો મેડ્રિડ ટીમનો સભ્ય હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;