લોફર્સ આપે છે હટકે લુક, કરો તમે પણ આ 4માંથી એક ટ્રાય - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7900 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • લોફર્સ આપે છે હટકે લુક, કરો તમે પણ આ 4માંથી એક ટ્રાય

લોફર્સ આપે છે હટકે લુક, કરો તમે પણ આ 4માંથી એક ટ્રાય

 | 6:19 pm IST

લોફર્સ મુખ્ય ચાર પ્રકારનાં હોય છે અને એ લેધર ઉપરાંત કેન્વસના મટીરિયલમાંથી બનેલાં હોય છે. આ અગાઉ લોફર્સમાં માત્ર બ્રાઉન અને બ્લેક કલર જ હતા, પણ અત્યારે કલર, પેટર્ન અને સ્ટાઇલમાં ભરપૂર વેરાઇટી આવી ગઈ છે. લેધર અને કેન્વસ બન્ને મટીરિયલમાં પ્રિન્ટવાળાં લોફર્સ પણ હોય છે અને એને ખાસ કરીને ફેશન-આઇકન્સ પ્રિફર કરે છે.

પેની લોફર્સ
મોસ્ટ ક્લાસિક એવાં આ લોફર્સના ઉપરના આખા ભાગમાં સ્ટ્રિપ હોય છે, જેમાં નાનું બકલ અથવા કોઇન લગાવેલા હોય છે. ભારતમાં આ લોફર્સ સૌથી વધુ લોકપ્રિય છે.

હોર્સ બીટ લોફર્સ
આ પ્રકારનાં લોફર્સ પર ગોલ્ડન બ્રાસની હોર્સની ખરી જેવું બકલ હોય છે, આમાં ખાસ કરીને બ્રાઉન અને બ્લેક કલર વધુ હોય છે.

બેલ્જિઅન લોફર્સ
આ શૂઝનો સોલ બહુ સોફટ હોય છે અને ટોપ પર નાનકડી બો હોય છે.

ટેસલ લોફર્સ
આ લોફર્સમાં થોડોક એક્સપરિમેન્ટ છે, જેની આગળનો ભાગ જરા વધુ રાઉન્ડ હોય છે.

આ ઉપરાંત લોફર્સમાં ઘણા બધા એક્સપરિમેન્ટ થયા છે, જેમાં આગળથી અણીવાળાં પણ હોય છે. પ્રિન્ટમાં ઝીબ્રા પ્રિન્ટ પણ ચાલે છે. ફ્લાવર પ્રિન્ટવાળાં અક્ષયકુમારે પહેર્યા હતાં. કલર્સમાં પણ ઘણી વેરાઇટી છે. સામાન્ય રીતે ટક્સીડો સાથે લોફર્સ યુઝ નથી થતાં, પણ ફેશન ફ્રીક લોકો કોઈ પણ આઉટફિટ સાથે લોફર્સ પહેરે છે. વર્સેટિલિટી અને કમ્ફર્ટના કારણે જ મેન્સમાં લોફર્સ સૌથી વધુ પોપ્યુલર છે.