Loan Moratorium may extend by RBI due to lockdown extended
  • Home
  • Business
  • લોકડાઉન 4.0: …તો ઓગસ્ટ મહિના સુધી લોન EMI ની ચુકવણીથી પણ મળશે રાહત!

લોકડાઉન 4.0: …તો ઓગસ્ટ મહિના સુધી લોન EMI ની ચુકવણીથી પણ મળશે રાહત!

 | 5:27 pm IST

સરકારે દેશવ્યાપી લોકડાઉનને 31 મે સુધી આગળ વધાર્યું છે. 17મેના રોજ સમાપ્ત થતા લોકડાઉને કેન્દ્ર સરકાર દ્વારા બે સપ્તાહ સુધી આગળ વધારવામાં આવ્યું છે. જેથી કોરોના સંક્રમણને ફેલાવવાથી રોકી શકાય. ત્યારે હવે આ દરમિયાન લોનની ઇએમઆઈને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ એસબીઆઈની રિસર્ચ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) લોન મોરાટોરિયમ પીરિયડને 3 વધુ મહિના સુધી આગળ વધારે એવી સંભાવના છે. જો એવું થશે તો લોન લેનારને વધુ ત્રણ મહિના સુધી ઈએમઆઈ(EMI) ચૂકવવાથી મુક્તિ મળી જશે. આ પહેલા આરબીઆઈએ માર્ચ મહિનામાં 31 મે સુધી ઈએમઆઈની ચુકવણીથી ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.

સૂત્રો મુજબ એસબીઆઈની રિસર્ચ રિપોર્ટમાં કહ્યું કે,‘લોકડાઉન 31 મે સુધી વધવાની સાથે અમને અપેક્ષા છે કે આરબીઆઈ લોન ઈએમઆઈની ચુકવણી પણ ત્રણ મહિના સુધી આગળ વધારશે. તેથી લોન લેનારી કંપનીઓને 31 ઓગસ્ટ 2020 સુધી ઈએમઆઈની ચુકવણી કરવાની જરૂર નહીં પડે.’ આરબીઆઈના નિયમો મુજબ દેવાદારોની લોન ચુકવણી નિષ્ફળ રહેવાનો અર્થ એ છે કે લોન નોન પર્ફોર્મિંગ માનવામાં આવી શકે છે. તેથી રિપોર્ટમાં આરબીઆઈથી વધુ નરમ વલણ અપનાવવાની વાત કહેવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ: પાટણ – સાંતલપુરના રણ વિસ્તારમાં શિકારની ઘટના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન