લોન ચુકવણીમાં રાહત આપવા માટે નાણા મંત્રાલયે RBIને પત્ર લખ્યો - Sandesh
  • Home
  • Business
  • લોન ચુકવણીમાં રાહત આપવા માટે નાણા મંત્રાલયે RBIને પત્ર લખ્યો

લોન ચુકવણીમાં રાહત આપવા માટે નાણા મંત્રાલયે RBIને પત્ર લખ્યો

 | 1:51 am IST

। નવી દિલ્હી ।

પ્રવર્તમાન સંજોગોમાં લોકોને રાહત મળી રહે તે માટે નાણા મંત્રાલય દ્વારા આરબીઆઇને પત્ર લખ્યો છે. જેમા કોરોના વાઈરસથી સર્જાયેલી પરિસ્થિતિમાં લોકોને રાહત મળી રહે તે માટે તાકીદના પગલાં ભરવા માટે જણાવ્યું છે.

નાણાવિભાગના સચિવ દેબાશિષ પાંડાએ મંગળવારના રોજ આરબીઆઇને પત્ર લખ્યો હતો. જેમાં કેટલાક મહિનાઓ માટે ઇએમઆઇ ચુકવણીમાં રાહત આપવા સૂૂચન કરવામાં આવ્યું છે. વ્યાજના મુદ્દે પણ રાહત આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એનપીએ વર્ગીકરણના નિયમોમાં રાહતની માગ કરવામાં આવી છે. પાંડાએ વ્યવસ્થામાં આર્થિક તરલતા વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

કોરોના વાઈરસના કારણે લોકોની આવક પર અસર પડી રહી છે. વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસના લોક   ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના ફેલાતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોક ડાઉનને કારણે પણ મોટાભાગના વેપાર-ઉદ્યોગ ઠપ થઇ ગયા છે. લોકો પાસે હાલમાં કોઇ કામ નથી. લોકો પાસે લોન- દેવું ચૂકવવા માટે નાણાં નથી. તેઓનો ભાર ઘટાડવો જરૂરી છે. જો બેંક આ લોકો સામે કાર્યવાહી કરશે તો, તેઓની ક્રેડિટ પ્રોફાઇલ ઘણી નબળી પડી શકે છે.

આરબીઆઇના વર્તમાન નિયમો મુજબ, કોઇપણ પ્રકારની ચુકવણીમાં ૩૦ દિવસથી વધુના વિલંબના કિસ્સામાં તેઓને ડિફોલ્ટ માનવામાં આવે છે. આ આધાર પર તેઓને અલગ અલગ ક્રેડિટ પ્રોફાઇલમાં રાખવામાં આવે છે.

ટૂંકમાં સુધારા જાહેર થવાનો આશાવાદ  

નાણામંત્રી નિર્મલા સીતારમને મંગળવારે ઘણાં સુધારા જાહેર કર્યા હતા. જેમા દેવાળિયાપનની મુદત રૂપિયા ૧ લાખથી વધારીને રૂપિયા ૧ કરોડ કરી દીધી છે. વડાપ્રધાન કાર્યાલય, નાણા મંત્રાલય તથા આરબીઆઇ આ મુદ્દે એકસાથે કામ કરી રહ્યા છે. ઇએમઆઇ, ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી તથા એનપીએ વર્ગીકરણને લઇને સુધારા આવી શકે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;