LoC પર પાકિસ્તાનની 'નાપાક' હરકત, મેજર સહિત કુલ 4 જવાનો શહીદ - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • LoC પર પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, મેજર સહિત કુલ 4 જવાનો શહીદ

LoC પર પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, મેજર સહિત કુલ 4 જવાનો શહીદ

 | 7:23 pm IST

જમ્મૂ કાશ્મીરમાં સરહદ પર પાકિસ્તાન તરફથી આજે ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને નિયંત્રળ રેખાના કેરી સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈન્યના જવાનોને નિશાન બનાવ્યા હતાં અને આડેધડ ગોળીબાર કર્યો હતો. 4 વાગ્યાની આસપાસ કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા.

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં સૈન્યના એક મેજરનો સમાવેશ થાય છે. જ્યારે શહીદોમાં અન્ય બે સેનાના જવાનો હતાં. ગોળીબારમાં અન્ય એક જવાન ઘાયલ થયો છે જેને ઉધમપુર સૈન્ય હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. જોકે અહેવાલ લખાય ત્યાં સુધી ભારતીય સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

પાકિસ્તાન તરફથી આજે સાંજે 4 વાગ્યાની આસપાસ ગોળીબાર કરવામાં આવ્યો હતો જે થોડી થોડી વારે રોકાઈ રોકાઈને યથાવત રહ્યો હતો. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો હતો. અગાઉ ગુરોવારે અને શુક્રવારે પણ પાકિસ્તાન રેંજર્સ દ્વારા એલઓસી નજીકના અનેક વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.