Local elections were supposed to work to make it a breeze to join BJP
  • Home
  • Ahmedabad
  • સ્થાનિક ચૂંટણીમાં ધાર્યું કામ કરાવા માટે BJPમાં જોડાવાની હવા ઊભી કરાઈ, AMCના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માનું નિવેદન

સ્થાનિક ચૂંટણીમાં ધાર્યું કામ કરાવા માટે BJPમાં જોડાવાની હવા ઊભી કરાઈ, AMCના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માનું નિવેદન

 | 7:27 am IST
  • Share

AMCના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માને છેલ્લી ઘડીએ નેતાપદેથી દૂર કરાતાં કોંગ્રેસમાં તેમનું વજન ઘટયું છે, જેના કારણે તેમના જ સમર્થકો દ્વારા ભાજપમાં જોડાવા માટેની હવા ઊભી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સૂત્રો દાવો કરી રહ્યા છે કે, આગામી AMCની ચૂંટણ્માં ટિકિટ સહિતના વિવિધ મુદ્દે પોતાનું ધાર્યું થાય તે માટે જ ભાજપમાં જોડાવા માટેની હવા ઊભી કરાઈ રહી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે, કોંગ્રેસમાંથી લાવીને કોઈને ચૂંટણી લડાવાના નથી. અગાઉ ભાજપે કોંગ્રેસના MLA તોડયા હતા અને તેમને ટિકિટ આપી હતી, જોકે એ સમયે રાજ્યસભાની બેઠક અંકે કરવાનું ગણિત હતું, જોકે સ્થાનિક ચૂંટણી ટાણે પૂર્વ મ્યુનિ. વિપક્ષ નેતા ભાજપમાં જોડાય તે ગપગોળા જેવી વાત છે, હકીકતમાં પૂર્વ નેતાના સમર્થકો દ્વારા જ જાણીબૂઝીને આ હવા ફેલાવવામાં આવી રહી હોવાનું પૂર્વ કોર્પોરેટરો જણાવી રહ્યા છે.

પરપ્રાંતીય મતદારો પૂર્વ નેતાને પાઠ ભણાવવાના મૂડમાં

ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે જ્યારે પરપ્રાંતીયો વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપી ગુજરાતમાં હિંસા ફેલાવી અને નાછુટકે પરપ્રાંતીયોને વતન દોડી જવું પડયું ત્યારે AMCના પૂર્વ વિપક્ષી નેતા શર્માએ પરપ્રાંતીયો મુદ્દે એક નિવેદન આપવા સુદ્ધાંની તસ્દી લીધી ન હતી. કોંગ્રેસના જ સૂત્રો દાવો કરે છે કે, પરપ્રાંતીયો પૂર્વ નેતાથી નારાજ છે અને તેઓ આગામી ચૂંટણીમાં પૂર્વ વિપક્ષી નેતાને પાઠ ભણાવવાના મૂડમાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો