સુરતીઓનો મનપસંદ 'લોચો' બનાવો આ રીતે ઘરે - Sandesh
NIFTY 10,591.85 +43.15  |  SENSEX 34,568.39 +173.33  |  USD 65.6500 +0.01
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Food & Travel
 • સુરતીઓનો મનપસંદ ‘લોચો’ બનાવો આ રીતે ઘરે

સુરતીઓનો મનપસંદ ‘લોચો’ બનાવો આ રીતે ઘરે

 | 7:18 pm IST

સુરતીઓની સવાર તેમના મનપસંદ ‘લોચા’થી જ થાય. કોઈપણ મોસમ હોય કોઈપણ દિવસ હોય ‘લોચો’ સુરતીઓની બ્રેકફાસ્ટની પહેલી પસંદ હોય છે. તો આજે આપણે જોઈએ સુરતીઓની સ્ટાઈલમાં ‘લોચો’ કઈ રીતે બનાવવો.

સામગ્રી
ચણાની દાળ 1 વાડકી
ચણાનો લોટ 1 ચમચી
ક્રશ કરેલું લીલું મરચું 1 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
હળદર ચપટી
પાણી જરૂર મુજબ
ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ પા ચમચી
ખમણની થાળી તૈયાર
સંચળ જરૂર મુજબ
શેકેલા જીરાનો પાવડર જરૂર મુજબ
મરી સ્વાદ અનુસાર
ડુંગળી ઝીણી સમારેલી એક
ઝીણી સેવ જરૂર મુજબ
બેથી ત્રણ ચમચા માખણ
ચટણી માટે કોથમીર

બનાવવાની રીત

 • સૌ પ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો.
 • તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અડધો કલાક રહેવા દો.
 • હવે આ ખીરાને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો.
 • તેમાં લીલું મરચું અને હળદર નાખો.
 • હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો.
 • હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જોઈ લો કે થયું છે કે નહીં
 • ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર.
 • હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો.
 • હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.
 • એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી વસ્તુ મિક્સર નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો