હિંદુ વિચારધારા સાથે લોકોને જોડવા ટેક્નોલોજી અપનાવો : મોદીનો સંદેશ - Sandesh
  • Home
  • Newspaper
  • હિંદુ વિચારધારા સાથે લોકોને જોડવા ટેક્નોલોજી અપનાવો : મોદીનો સંદેશ

હિંદુ વિચારધારા સાથે લોકોને જોડવા ટેક્નોલોજી અપનાવો : મોદીનો સંદેશ

 | 1:13 am IST

। શિકાગો ।

વિશ્વને આજકાલ મૂંઝવતી અનેક સમસ્યાઓનો ઉકેલ હિંદુ ફિલોસોફી દ્વારા લાવી શકાય તેમ છે તેવું પીએમ મોદીએ અહીં યોજાયેલા વિશ્વ હિંદુ સંમેલનને પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું. મોદીએ હિંદુત્વની વિચારધારામાં વધુને વધુ લોકોને જોડવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

બીજી વિશ્વ હિંદુ કોંગ્રેસને સંદેશમાં તેમણે જુદા જુદા કરારો અને પ્રાચીન મહાકાવ્યોનું ડિજિટાઇઝેશન કરીને યુવા પેઢીને પણ તેની સાથે જોડી શકાય છે. આ સંમેલનમાં ૬૦ દેશમાંથી આશરે ૨,૫૦૦ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. આપણી ભાવી પેઢીનાં ઉજ્જવળ જીવન માટે જ્ઞા।ન અને બૌદ્ધિક ક્ષમતા તેમજ સંસ્કૃતિ મહત્ત્વના છે. સમજણ, સ્વીકાર, શેરિંગ અને સંભાળથી જ ભાવી પેઢીના જીવનનું નવસર્જન થશે.

પીએમનો સંદેશ ભરત બારાઈએ વાંચી સંભળાવ્યો હતો. સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલા વિશ્વ હિંદુ ધર્મમાં કરેલા ભાષણની યાદરૂપે આ પરિષદ મળી રહી છે ત્યારે આખો હિંદુ સમાજ વિશ્વનાં ઉજ્જવળ ભાવી માટે પુનરૂત્થાનનાં પ્રેરક એવા સ્વામી વિવેકાનંદનાં ભાષણોને યાદ કરશે.

સિંહ એકલો હોય તો કૂતરાઓ પણ તેને ઘેરીને હરાવી શકે, સંગઠિત થાઓ : મોહન ભાગવત

સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સદીઓથી હિંદુ સમાજ કચડાતો આવ્યો છે. તેના પર અત્યાચાર ગુજારાઈ રહ્યો છે. હિંદુઓ ક્યારેય સંગઠિત નથી થયા. તેઓ સંગઠિત થશે તો જ હિંદુ સમાજની પ્રગતિ થશે. હિંદુઓ મૂળ સિદ્ધાંતો અને આધ્યાત્મિકતાનું પાલન કરવાનું ભૂલી ગયા છે તેથી હેરાન થઈ રહ્યા છે. હિંદુઓ ક્યારેય કોઈનો વિરોધ કરતા નથી કે નુકસાન પહોંચાડતા નથી. ભાગવતે કહ્યું કે જંગલમાં જો સિંહ એકલો હોય તો કૂતરાઓ પણ તેને ઘેરીને હરાવી શકે છે. આથી હિંદુઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;