Lockdown: 3 to 5 mails coming daily to help with mental illness government helpline
  • Home
  • Ahmedabad
  • સાબરમતી રિવરફ્રન્ટમાં લાશો તરી રહી છે, લાશો ચીરફાડ કરી રહ્યા છે, વાઇરસ લાગી જશે, હોસ્પિટલમાં જવાનું નહીં’

સાબરમતી રિવરફ્રન્ટમાં લાશો તરી રહી છે, લાશો ચીરફાડ કરી રહ્યા છે, વાઇરસ લાગી જશે, હોસ્પિટલમાં જવાનું નહીં’

 | 8:10 am IST

લોકડાઉનની સ્થિતિમાં માનસિક રોગના સરકારી હેલ્પલાઇન ઉપર મદદ માટે રોજના ૬૦થી ૭૦ મેલ આવી રહ્યા છે, ગુરુવારે તો સરકારી માનસિક રોગની હોસ્પિટલના મનોચિકિત્સક સમક્ષ વિચિત્ર કેસ આવ્યો હતો. જેમાં બાપુનગરની એક વ્યક્તિ ૩ દિવસથી રાતે સૂવાનું છોડી દીધું છે અને વારેઘડીએ એવું કહ્યા કરે છે કે, ‘સાબરમતી રિવરફ્રન્ટમાં લાશો તરી રહી છે, લાશો ચીરફાડ કરી રહ્યા છે, વાઇરસ લાગી જશે, હોસ્પિટલમાં જવાનું નહીં.’

આ દર્દીની સરકારી હોસ્પિટલના મનોચિકિત્સક ડો. રમાશંકર યાદવે સારવાર કરી હતી, તેમણે કહ્યું કે, આ દર્દીને પહેલીવાર આવું થયું છે, આને સાદું ગાંડપણ કહેવાય છે. ૪૨ વર્ષના આ દર્દીને તેમના સગા મનોચિકિત્સક સમક્ષ લઈને ગયા હતા, સરકારી હેલ્પલાઇન ૧,૧૦૦ ઉપર રોજના ૬૦થી ૭૦ કોલ આવી રહ્યા છે.

એક કોલ ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો, જેમાં ગુજરાતથી ઓસ્ટ્રેલિયા રવાના થયેલા દર્દીએ ૧૪ દિવસનો ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો કર્યો હતો, એ પછી ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન થતાં, દર્દીએ હવે મારા દિવસો કઈ રીતે વીતશે તે વિશે પૃચ્છા કરી હતી.

લોકડાઉનમાં રોજ ૩થી ૪ માનિસક રોગના નવા કેસ

શાહીબાગ માનસિક રોગીની હોસ્પિટલમાં ગુરુવારે તહેવારના દિવસે ૭૦થી ૭૫ જેટલા જૂના કેસ આવ્યા હતા, અત્યારે રોજના સરેરાશ ૧૭૦થી ૨૦૦ કેસની ઓપીડી છે. લોકડાઉનમાં રોજ નવા ૩થી ૪ કેસ આવી રહ્યા છે.

મેન્ટલ હોસ્પિટલના ૫ મનોચિકિત્સકોએ હેલ્પલાઇન શરૂ કરી

અમદાવાદની માનસિક આરોગ્યની હોસ્પિટલના માનસિક રોગના નિષ્ણાત એવા ૫ ડોક્ટરોની ટીમે લોકડાઉનના કારણે હેલ્પલાઇન શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન