Lockdown 4.0 Young Girl breaks lockdown on Isanpur bridge for tiktok video in ahmedabad
  • Home
  • Ahmedabad
  • ‘બ્રિજ છે કોરેકોરો, મોદીજી લોકડાઉન ખોલો’, અમદાવાદના બ્રિજ પર યુવતીએ લોકડાઉનનો ભંગ કરી વીડિયો બનાવ્યો

‘બ્રિજ છે કોરેકોરો, મોદીજી લોકડાઉન ખોલો’, અમદાવાદના બ્રિજ પર યુવતીએ લોકડાઉનનો ભંગ કરી વીડિયો બનાવ્યો

 | 9:12 am IST

લૉકડાઉન 4માં રાજ્ય સરકારે ગુજરાત સહિત આખા રાજ્યમાં અનેક જગ્યાએ હવે છૂટછાટ આપી છે પણ કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ ખાસ છૂટછાટ આપવામાં નથી આવી. તેવામાં સોશિયલ મીડિયા એપ ટીકટૉક સ્ટાર યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

લોકડાઉન ભંગ કરી આ યુવતીએ બે વીડિયો શહેરના ઈસનપુર બ્રિજ પર બનાવ્યા છે. પ્રાથમિક તબક્કે ઈસનપુર બ્રિજ પરનો વીડિયો હોવાનું અનુમાન લગાવાયું હતું. ત્યારબાદ સ્પષ્ટતા પણ થઈ ગઈ હતી. હવે કડક લોકડાઉનમાં યુવતીએ રાત્રિના સમયે વીડિયો વાઇરલ કર્યો તે મોટો પ્રશ્ન છે. વીડિયો સોશીયલ મીડિયામાં હાલ ધૂમ મચાવી રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઇસનપુર બ્રિજ પર યુવતીએ લોકડાઉનનો ભંગ કરી સોશિયલ મીડિયા એપ ટિકટોક વીડિયો બનાવીને જણાવી રહી છે કે, ‘બ્રિજ છે કોરે કોરો, મોદીજી લોકડાઉન ખોલો, મોદીજી લૉકડાઉન ખોલો કહી હસી રહી છે’ હવે આ મામલે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે.

જ્યારે અન્ય એક બીજા વીડિયોમાં યુવતી રસ્તા પર સુઈ જાય છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં તે યુવતી બ્રિજ પર ઊંઘી જાય છે અને બોલે છે કે, ‘લોકડાઉન પતે’ને એટલે આવી રીતે સૂઈને બતાવજો, બરાબર. મેં તો બતાવી દીધું તમે સૂઈને બતાવજો.’ એક તરફ પોલીસ લોકડાઉનનો કડક અમલ કરાવતી હતી, ત્યારે આ યુવતીએ ઇસનપુરબ્રિજ પર વીડિયો બનાવતા અનેક સવાલો ઉભા થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા સમગ્ર શહેરમાં લોકડાઉનનો કડક અમલ થતો હોય તેવી વાતો કરી રહ્યાં છે, જ્યારે બીજી તરફ કેટલાક ટિકટોક રશિયાઓ લોકડાઉનમાં પણ ટિકટોક બનાવવા માટે જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે. લોકડાઉનનો ભંગ કરી ટિકટોકર્સ રસ્તા પર નીકળી વીડિયો બનાવી રહ્યાં છે.

જુઓ આ પણ વીડિયો: આજથી ગુજરાતમાં એસટી બસ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન