Lockdown 4 Guidelines : School-Colleges, Hotel-Restaurant Close, Bus Service Open
  • Home
  • Corona live
  • લોકડાઉન 4.0 ખરેખર નવા રૂપ અને રંગનું, શાળા-કોલેજો-પાનના ગલ્લાને લેવાયો મોટો નિર્ણય

લોકડાઉન 4.0 ખરેખર નવા રૂપ અને રંગનું, શાળા-કોલેજો-પાનના ગલ્લાને લેવાયો મોટો નિર્ણય

 | 7:31 pm IST

કેન્દ્રની મોદી સરકારે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશભરમાં ફરી એકવાર લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. લોકડાઉન 4.0 31મી મે સુધી દેશભરમાં યથાવત રહેશે. કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન વડાપ્રધાને કહ્યા પ્રમાણે નવા રંગ અને રૂપનું જ છે. ગૃહમંત્રાલય તરફથી ગાઈડલાઈન્સ આપવામાં આવી છે.

આજે રવિવારે લોકડાઉનનો ત્રીજો ફેઝ ખતમ થવાના છ કલાક પહેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો પત્ર લખીને લોકડાઉન 14 દિવસ વધારવા માટે કહ્યું હતું. આજે રાત્રે 9 વાગ્યે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.

આજે જાહેર કરવામાં આવેલા લોકડાઉન 4.0માં કેન્દ્ર સરકારે કેટલીક છુટછાટ આપી છે. જેમાં રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. જોકે રેસ્ટોરન્ટમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. સ્કૂલ કોલેજ બંધ રહેશે. તેવી જ રીતે કોચિંગ ક્લાસ પણ બંધ રહેશે. મૉલ અને જીમ પણ બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળ બંધ રહેશે. સ્થાનિક અને ઈન્ટરનેશનલ હવાઈ સેવા બંધ. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. તેવી જ રીતે મેટ્રો અને રેલવે વિભાગ પણ બંધ રહેશે. રાજકીય આયોજન પર પ્રતિંબધ યથાવત્ રહેશે. તો 10 વર્ષથી નાના બાળકોને બહાર નીકળવા પર પ્રતિબંધ. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લઈ શકે છે.

ગૃહમંત્રાલયે લૉકડાઉનની ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, લૉક઼ડાઉન દરમિયાન આર્થિક ગતિવિધી ચાલુ રાખવી. રાજ્યોની મંજૂરીથી બસ અને વાહનો ચાલશે. પાન-મસાલાના ગલ્લા ખોલવામાં આવશે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે.

કેબિનેટ સચિવ રાજીવ ગાબા લોકડાઉન 4.0ને ગાઈડલાઈન્સને લઈને આજે રાત્રે 9 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને મહાનિર્દેશકો સાથે ચર્ચા કરશે. લોકડાઉન 3.0ની સમય મર્યાદા આજે 17મે એ પુરી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન