lockdown, 60 percent of Americans turned to video game
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લોકડાઉનમાં ૫૦ ટકા અમેરિકન્સ વીડિયો ગેમ્સ તરફ વળ્યા, વીડિયો ગેમ્સની આવકમાં ૧૨ ટકાનો વધારો

લોકડાઉનમાં ૫૦ ટકા અમેરિકન્સ વીડિયો ગેમ્સ તરફ વળ્યા, વીડિયો ગેમ્સની આવકમાં ૧૨ ટકાનો વધારો

 | 7:49 am IST
  • Share

અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એક રસપ્રદ અહેવાલ સામે આવ્યો છે. ગયા વર્ષે અડધોઅડધ અમેરિકન્સ કોરોના વાઇરસને કારણે કેબિનમાં પુરાઈ રહીને વીડિયો ગેમ્સ રમતા રહ્યા. નિલ્સન કંપનીના સુપરડેટામાં જણાવ્યા મુજબ અમેરિકામાં કોવિડ-૧૯ના કારણે અમલી બનેલા લોકડાઉનના પ્રથમ તબક્કામાં ૫૫ ટકા લોકો કંટાળો દૂર કરવા કોન્સોલ, પીસી અને મોબાઇલ ગેમ્સને શરણે ગયા હતા. તેને કારણે વર્ષ ૨૦૨૦માં માત્ર વીડિયો ગેમ્સ અને ઇન્ટરએક્ટિવ મીડિયાને ૧૩૯ અબજ ડોલરની આવક થઈ હતી. વર્ષ ૨૦૧૯ના મુકાબલે આ ૧૨ ટકા વધુ આવક કહી શકાય. માત્ર ડિજિટલ ગેમ્સે જ ૧૨૬ અબજ ડોલરની આવક રળી હતી.

અહેવાલમાં જણાવ્યા મુજબ પ્રોફશનલ સ્પોર્ટ્સ, સિનેમા અને થિયેટર જેવા મનોરંજનના સ્વરૂપો ઉપલબ્ધ ના હોવાને કારણે ગ્રાહકો ગેમ્સ તરફ વળ્યા હતા.  ફોર્ટનાઇટ અને કોલ ઓફ ડયૂટી જેવી ફ્રી ટુ પ્લે રમતોએ ગેમ્સ ઉદ્યોગને થયેલી કુલ આવકના ૭૮ ટકા પર કબજો જમાવ્યો હતો. કોન્સોલ ગેમ્સની આવકમાં એક ચતુર્થાંશ જેટલો વધારો નોંધાયો હતો. પ્લેસ્ટેશ ફાઇવ અને એક્સ બોક્સ સિરીઝ એક્સ જેવી ગેમ્સ આવતાં તેની આવકમાં હજી પણ વૃદ્ધિ થઈ શકે છે.

નવેમ્બર મહિનામાં તો વીડિયો ગેમ્સે ધૂમ મચાવી. માત્ર એક જ મહિનામાં અમેરિકામાં ૫૦ કરોડ પ્લેયર્સ રેપ, એલેકઝાન્ડ્રિયા ઓકાસિઓ- કોર્ટોઝ જેવી રમતો રમ્યા હતા.

પેથોલોજિકલ ડિપ્રેશન સ્તરના ભોગ બન્યા યુવાનો

કિશોર વયનો એક સમૂહ વીડિયો ગેમનો બંધાણી થઈ ચૂક્યો છે. સંશોધકોને ધ્યાને આવ્યું છે કે તેમનામાં ડિપ્રેશન, આક્રમકતા, શરમાળપણા કે ચિંતાશીલતાના લક્ષણો જોવા મળે છે. બ્રિઘમ યંગ યુનિવર્સિટીમાં ફેમિલી લાઇફ વિષયના અધ્યાપક સરાહ કોનીનું કહેવું છે કે વીડિયો ગેમ ખૂબ જ અદ્ભુત વસ્તુ છે તે વાત સાચી, પરંતુ વ્યક્તિ પેથોલોજિકલ સ્તર તેનો બંધાણી ના થઈ જાય તે જરૂરી છે.

વાસ્તવિક વિશ્વના અનુભવથી દૂર રહેવા ગેમ્સનો ઉપયોગ  । લોકડાઉનના કંટાળા અને સાચા વિશ્વના અનુભવથી દૂર રહેવા લોકો આનંદના માધ્યમના રૂપમાં ગેમ્સ રમી રહ્યા હતા. પ્રત્યેક ચારે એક વ્યક્તિએ કહ્યું હતું કે એક બીજાના સંપર્કમાં રહેવા ગેમ્સ રમી રહ્યા હતા. આ સમય દરમિયાન ગેમિંગ વીડિયો કન્ટેન્ટે ૯.૩ અબજ ડોલરનો વકરો રળી લીધો તો વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટે ૬.૭ અબજ ડોલરની આવક કરી. ઓનલાઇન ગેમ ક્રિએશન પ્લેટફોર્મ્સ ઘરમાં રહેતા બાળકોની સોશિયલ મીડિયા પ્રવૃત્તિની ખાસ પસંદગી બની રહી. તેના માસિક યૂઝર્સની સંખ્યા વધીને ૧૫ કરોડ થઈ ગઈ અને પ્લેયર્સે તેની પાછળ ૧૦ કરોડ અબજથી વધુ ખર્ચી નાખ્યા. માર્ચ મહિનામાં એનિમલ ક્રોસિંગ : ન્યૂ હોરાઇઝન સહિતની ગેમની ૫૦ લાખ કોપીના વેચાણ સાથે તમામ વિક્રમો તૂટી ગયા.

ફોર્ટનાઇટ જેવી ફ્રી ટુ પ્લે ગેમે કરી સર્વોચ્ચ આવક  

સુપર ડેટા ૨૦૨૦ મુજબ ૭૩..૮ અબજ જેટલું ડિજિટલ ખર્ચ મોબાઇલ પર થયું હતું. પીસી માધ્યમથી ૩૩.૧ અબજ ડોલર તો કોન્સોલ્સ પર ૧૯.૭ અબજ ડોલર ખર્ચ થયું હતું. ફોર્ટનાઇટ જેવી ફ્રી ટુ પ્લે ગેમે તમામ ગેમ્સની કુલ આવકના ૭૮ ટકા પર કબજો કર્યો હતો અને તેમાં એશિયાઈ બજારની ભાગીદારી ૬૦ ટકા રહી. ઓનર ઓફ કિંગ અને પીસકીપર એલાઇટ જેવી ગેમ પર મોબાઇલ પર ખાસ પસંદગી ઊતરી. આ બંને ગેમ્સે અનુક્રમે ૨.૪૫ અબજ ડોલર અને ૨.૩૨ અબજ ડોલરની આવક રળી હતી. રોબલોક્સે પણ ૨.૨૯ અબજ ડોલરની આવક મેળવી હતી.

વર્ષ ૨૦૨૧માં પણ આવો જ શરૂઆતી ટ્રેન્ડ રહે તો બે ટકા આવક વધવાની આશા 

જાણકારોના મતે અમેરિકા, બ્રિટન અને ભારત જેવા મોટા દેશોમાં વેક્સિનનું આગમન એટલે કે લોકડાઉનની વિદાય અને કોરોના ઉપર કાબુ. તેમ છતાં ખરેખર સ્થિતિ કેવી રહેશે તે અત્યારથી જાણી શકાય નહીં કે ધારી પણ શકાય નહીં. તેમ છતાં સુપરડેટાનું કહેવું છે કે લોકડાઉન ભલે જશે પણ ફેન્ટસી વિશ્વમાં ડોકિયા કરવાનું અને ગેમ રમવાનું બંધ નથી જ થયું. કંપનીને આશા છે કે વર્ષ ૨૦૨૧માં કંપનીની આવકમાં ૨ ટકાનો વધારો થશે. લોકડાઉન જતાં ગેમ ડાઉનલોડની સંખ્યા કદાચ ઘટશે. પરંતુ ડેવલપમેન્ટલ ઔસાઇકોલોજી દ્વારા ગયા મે મહિનામાં થયેલા સંશોધનના તારણમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ૧૦ યુવાને એક યુવાન વીડિયો ગેમનો બંધાણી થઈ ચૂક્યો છે. તે નાનકડો વર્ગ પેથોલોજિકલ ગેમરના વર્ગમાં સામેલ થઈ ચૂક્યો છે. તેઓ લોકડાઉન સમયમાં એટલા લાંબા સમય માટે ગેમ રમતા રહેતા હતા કે ગેમિંગ પ્રવૃત્તિને ત્યજી દેવી તેમના માટે મુશ્કેલ બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન