lockdown, Congress started kitchens in 40 wards in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • લોકડાઉનમાં કોઈ વ્યક્તિ ભોજનથી વંચીત ન રહે તે માટે કોગ્રેસે 40 વોર્ડમાં શરૂ કર્યા રસોડા

લોકડાઉનમાં કોઈ વ્યક્તિ ભોજનથી વંચીત ન રહે તે માટે કોગ્રેસે 40 વોર્ડમાં શરૂ કર્યા રસોડા

 | 3:49 pm IST

અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન કોઈ વ્યક્તિ ભોજનથી વંચીત ન રહે તે માટે શહેરીજનો અને સેવાકીય સંસ્થાઓ આગળ આવી લોકોની નિસ્વાર્થ સેવા કરી રહી છે ત્યારે શહેર કોંગ્રેસ પણ આ કામમાં જોડાઇ ગઇ છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદનાં કુલ 40 વોર્ડમાં રસોડા શરૂ કરવામાં આવ્યા છે. આ રસોડામાં ખીચડી, પુલાવ અને દાળ-ભાત શાક, તૈયાર કરીને જરૂરિયાતમંદ લોકો સૂધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. રાશન કીટ આપવાના બદલે ગરમ-ગરમ ભોજન તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા શહેર પ્રમુખ શશિકાંત પટેલ દ્વારા કરવામાં આવી છે.

લોકડાઈનના સમયે ભૂખ્યાને ભોજન આપવા માટે કોંગ્રેસના રસોડા શરૂ થઇ ગયા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા જરૂરિયાતમંદો માટે વધુ રસોડા શરૂ કરાશે. હાલમાં અમદાવાદ શહેરના 40 વોર્ડમાં કોંગ્રેસ દ્વારા રસોડા શરૂ કરવામાં આવ્યા છે. જેમા 11 ટન ચોખા, 3 ટન દાળ અને તેલના ડબ્બાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. વોર્ડના કોંગ્રેસના કાર્યકરો તૈયાર ભોજન જરૂરિયાતમંદો સૂધી પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો પોતાના વોર્ડમાં સ્વખર્ચે પણ મદદ કરી રહ્યાં છે.

આમ રાજ્યની વિપક્ષની પાર્ટી લોકોની મદદ માટે સામે આવી છે. અને લોકહીતમાં પોતાનું કામ નિસ્વાર્થપણે કરી રહી છે. શહેર પ્રમુખ શશિકાંત પટેલ દ્વારા એવું પણ કહેવમાં આવ્યું છે કે, આગામી સમયમાં વધુ રસોડાઓ કોંગ્રેસ શરૂ કરશે અને ભૂખ્યા લોકોને તેઓ અને તેમના કાર્યકરો જમાડશે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં નોંધાયેલો કોરોનાનો પ્રથમ દર્દી સાજો થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન