લોકડાઉનથી કોરોનાની મહામારી ખતમ નહીં થઈ શકે : વિશ્વ આરોગ્ય સંગઠન - Sandesh
  • Home
  • World
  • લોકડાઉનથી કોરોનાની મહામારી ખતમ નહીં થઈ શકે : વિશ્વ આરોગ્ય સંગઠન

લોકડાઉનથી કોરોનાની મહામારી ખતમ નહીં થઈ શકે : વિશ્વ આરોગ્ય સંગઠન

 | 1:46 am IST

। જીનીવા ।

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના નિર્દેશક ટેડરોસ અદહનોમ ગેબ્રેહુસસે જણાવ્યું હતું કે, દુનિયાભરના દેશો કોરોના સામે લડવા માટે લોકડાઉન કરી રહ્યા છે, તેથી કોરોના વાઇરસના ફેલાવાને ધીમો કરી શકે છે, પરંતુ તેનાથી વાઇરસ ખતમ નહીં થાય. તેમણે કહ્યું કે, લોકડાઉનથી મહામારી ખતમ થવાની નથી. લોકડાઉનના સમયનો ઉપયોગ તમામ દેશો કોરોના વાઇરસને ખતમ કરવા માટે કરે.

ટેડરોસે જણાવ્યું હતું કે, લોકોને ઘરમાં રહેવા માટે કહેવું અને બધા લોકોની હિલચાલ બંધ કરી દેવાથી જે સમય મળશે અને સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ ઘટશે, પરંતુ તેનાથી કોરોના વાઇરસ ખતમ કરી શકાશે નહીં. હાલમાં દેશોને પોતાના લોકોને અલગ કરીને તેમની ટેસ્ટ કરી કોરોનાથી સંક્રમિત હોય એવા લોકોના ઇલાજના પ્રયાસો ઝડપી બનાવવા જોઇએ. એ જ ફ્ક્ત સર્વશ્રેષ્ઠ જ નહીં પણ કડક સામાજિક અને આર્થિક પ્રતિબંધોની વચ્ચે કોરોના સામેની લડાઇનો શ્રેષ્ઠ ઉપાય છે. અત્રે નોંધનીય છે કે, કોરોના સામેની લડતમાં કેટલાય દેશોએ લોકડાઉન જાહેર કર્યું છે, તેને કારણે વિશ્વમાં અંદાજે ૩ અબજ લોકો ઘરમાં બંધ છે,સૌથી વધુ ૧.૩ અબજ લોકો ભારતમાં ઘરમાં બંધ છે.

આપણે કુદરતની રક્ષા નહીં કરીએ તો તે આપણી રક્ષા નહીં કરે : પ્રમુખ ઈંગર એન્ડરસન 

એ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ સાથે જોડાયેલી સંસ્થાના પ્રમુખ ઈંગર એન્ડરસને કહ્યું હતું કે, પ્રકૃતિ કોરોના વાઇરસ મહામારી અને જળવાયુ સંકટ દ્વારા અમને સંદેશ આપી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણે સતત જંગલ વિસ્તારને ખતમ કરી નાંખ્યા છે અને એ પ્રાણીઓ અને વનસ્પતિઓને નજીક લાવી દીધા છે, જે બીમારી સાથે રાખે છે અને તે માનવીને બીમાર કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, જો આપણે કુદરતની રક્ષા નહીં કરી શકીએ તો આપણે આપણી પણ સુરક્ષા નહીં કરી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;