કોરોના: દેશમાં વધુ 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું લોકડાઉન, ગ્રીન ઝોનમાં મોટી રાહત

લોકડાઉનને લઇને સૌથી મોટા સમાચાર આવી ગયા છે. દેશમાં 2 અઠવાડિયા માટે લોકડાઉન વધારવામાં આવ્યું છે. લોકડાઉન 3 મેનાં રોજ ખત્મ થઈ રહ્યું હતુ, પરંતુ કોરોનાનાં સંકટને જોતા લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. હવે દેશમાં 17 મે સુધી લોકડાઉન રહેશે. 4 મે બાદ દેશમાં લોકડાઉ 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી આની જાણકારી આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Ministry of Home Affairs issues order under the Disaster Management Act, 2005 to further extend the Lockdown for a further period of two weeks beyond May 4: MHA pic.twitter.com/Cw4bkdMTFU
— ANI (@ANI) May 1, 2020
દેશને રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ગ્રીન ઝોનમાં તમામ આર્થિક ગતિવિધિઓની છૂટ આપવામાં આવી છે. તાજા આદેશ પ્રમાણે ગ્રીન ઝોનનાં 307 જિલ્લામાં બસો ચાલશે, પરંતુ બસોની ક્ષમતા 50 ટકાથી વધારે નહીં હોય. એટલે કે કોઈ બસમાં 50 સીટો છે તો 25થી વધારે યાત્રીઓ સફર નહીં કરી શકે. આ જિલ્લાઓમાં દુકાનો, સલૂન સહિત અન્ય જરૂરી સેવાઓ અને વસ્તુઓ 4 મેથી ખુલશે.
ઑરેન્જ ઝોનમાં કેબની પરવાનગી
આ દરમિયાન થનારી ગતિવિધિઓને લઇને ગૃહમંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. ગૃહમંત્રાલય પ્રમાણે આ દરમિયાન રેડ ઝોનમાં અનેક પ્રકારનાં પ્રતિબંધો હશે. રેડ ઝોનમાં સાઇકલ રિક્ષા, ઑટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લાથી બીજા જિલ્લાની વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલૂન અને નાઇની દુકાનો પણ બંધ રહેશે. તો ઑરેન્જ ઝોનમાં બસોને છૂટ નહીં હોય, પરંતુ કેબની પરવાનગી હશે. કેબમાં ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર હોઈ શકે છે. ઑરેન્જ ઝોનમાં ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટિ શરુ થશે અને કોમ્પલેક્સ પણ ખુલશે. રેડ ઝોનમાં નવીની દુકાનો, સલૂન વગેરે બંધ રહેશે.
ભારતમાં 35,365 કેસ
Ministry of Home Affairs has issued an order under the Disaster Management Act, 2005 to further extend the #lockdown for a further period of two weeks beyond May 4 pic.twitter.com/o0ubQUx9m3
— ANI (@ANI) May 1, 2020
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસથી 2.34 લાખથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. ભારતમાં કોરોનાનાં અત્યાર સુધી 35,365 કેસ સામે આવ્યા છે જેમાંથી 1152 લોકોનાં મોત થઈ ચુક્યા છે, જ્યારે 9064 લોકો ઠીક થઈ ગયા છે. દેશમાં કોરોનાની વધતી સંખ્યાને ધ્યાને લેતા સરકારે 2 અઠવાડિયા માટે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.
હવે 17 મે સુધી લોકડાઉન
નોંધનીય છે કે સૌથી પહેલા 21 દિવસનાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. 25 માર્ચથી 14 એપ્રિલ સુધી પહેલું લોકડાઉન ચાલ્યું. ત્યારબાદ 15 એપ્રિલથી 3 મે સુધી 19 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. જો કે આ વખતે ગૃહમંત્રાલય દ્વારા લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી છે.
આ વિડીયો પણ જુઓ: લૉકડાઉન 3.0 દેશમાં લૉકડાઉન વધુ 2 સપ્તાહ લંબાવાયું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન