Lockdown Impact: India's total exports fall to 25.42 % in April-June
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • લોકડાઉન ઇમ્પેક્ટ : એપ્રિલ-જૂનમાં ભારતની કુલ નિકાસમાં 25.42 ટકાનો ઘટાડો

લોકડાઉન ઇમ્પેક્ટ : એપ્રિલ-જૂનમાં ભારતની કુલ નિકાસમાં 25.42 ટકાનો ઘટાડો

 | 7:01 am IST

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકની સરખામણીમાં વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન મહિના સુધીમાં ભારતની કુલ નિકાસમાં ૨૫.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે, જેમાં ઉત્પાદનો અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ફોરેન ટ્રેડ પોલિસીની વેલિડિટી એક વર્ષ માટે એટલે કે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવી દેવામાં આવી છે. બીજીતરફ ઓગસ્ટ મહિનામાં ભારતની વેપાર ખાધ જુલાઇ ૨૦૨૦ના ૪.૮૩ બિલિયન ડોલરની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં ભારતની વેપાર ખાધ વધીને ૬.૭૭ બિલિયન ડોલર પર પહોંચી હતી.

ઓગસ્ટમાં ઘટેલી નિકાસો

૧૨.૬૬ ટકા    વેપારલક્ષી નિકાસો

૪૩.૨૮ ટકા    જેમ્સ એન્ડ જ્વેલરી

૪.૭૧ ટકા      ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ્સ

૭.૬૯ ટકા      એન્જિનિયરિંગ ગૂડ્સ

૧૩.૮૪ ટકા    ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ

૧૪.૦૦ ટકા    ટેક્સ્ટાઇલ ઉત્પાદનો

૩૯.૯ ટકા      પેટ્રોલિયમ પ્રોડક્ટ

ઓગસ્ટમાં આયાતોમાં ઘટાડો

૩૭.૮૩ ટકા    કોલસો, કોક

૪૧.૬૨ ટકા    પેટ્રોલિયમ, ક્રૂડ

૧૩.૮૬ ટકા    કેમિકલ્સ

૨૩.૬૮ ટકા    મૂલ્યવાન પથ્થરો

૪૧.૫૮ ટકા    ઇલે. નોન-ઇલે. મશીનરી

૧૧.૬૭ ટકા    ઇલેક્ટ્રોનિક ગૂડ્સ

ઓગસ્ટમાં આયાતમાં વધારો

૧૧૭.૨૭ ટકા  સોનું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન