લોકડાઉન : MCX અને ICEX ૩૦ માર્ચથી ટ્રેડિંગ કલાકોમાં ઘટાડો કરશે - Sandesh
  • Home
  • Business
  • લોકડાઉન : MCX અને ICEX ૩૦ માર્ચથી ટ્રેડિંગ કલાકોમાં ઘટાડો કરશે

લોકડાઉન : MCX અને ICEX ૩૦ માર્ચથી ટ્રેડિંગ કલાકોમાં ઘટાડો કરશે

 | 1:51 am IST

। મુંબઇ ।

કોરોના વાઇરસને કારણે દેશભરમાં અમલી લોકડાઉનની સ્થિતિને જોતાં મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ (એમસીએક્સ) અને ઇન્ડિયન કોમોડિટી એક્સ્ચેન્જ (આઇસીઇએક્સ)એ ૩૦ માર્ચથી પોતાના ટ્રેડિંગ કલાકને ઘટાડીને આઠ કલાક કરવા નિર્ણય કર્યો છે.નવું સમયપત્રક ૧૪ એપ્રિલ સુધી અમલી રહેશે. અખબારી યાદીમાં જણાવ્યા મુજબ દેશભરમાં કોવિડ-૧૯ના ખતરાને પગલે ૨૧ દિવસનો લોકડાઉન જાહેર થતાં સેબી સાથે ચર્ચા કર્યા પછી ૩૦ માર્ચ,૨૦૨૦થી ૧૪ એપ્રિલ, ૨૦૨૦ સુધી ટ્રેડિંગ સમયમાં ફેરફાર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

જીટીસી/જીટીડી સાથેના સોદા રદ કરવા માટેનું પ્રિઓપન સેશન ટ્રેડિંગ ટાઇમના ૧૫ મિનિટ પહેલેથી શરૂ થશે. એમસીએક્સે એમ પણ જણાવ્યું હતું કે, તારીખ ૨ , ૬ અને ૧૪ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ઇવનિંગ સેશન નહીં રહે.

સવારે નવ વાગે જ ખૂલશે બજાર 

હાલમાં કોમોડિટી બજારમાં સવારે ૯થી રાતે ૧૧ વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલતું હોય છે. પરંતુ નવા સમયપત્રક મુજબ કોમોટિડી બજારો પહેલાની જેમ સવારે નવ વાગે જ ખૂલશે, પરંતુ સાંજે છ કલાક વહેલા અર્થાત સાંજે પાંચ વાગે બંધ થઈ જશે. ૧૪ એપ્રિલ ૨૦૨૦ સુધી નવા સમયપત્રક મુજબ કોમોડિટી બજાર કામ કરશે.

દલાલોની ટ્રેડિંગ સંપૂર્ણ બંધ રાખવા માગ 

એક્સ્ચેન્જ લીધેલા ઉપરોક્ત નિર્ણયથી દલાલોને રાહત મળી છે. જોકે દલાલો આમ તો લોકડાઉનના પૂરા સમય દરમિયાન કોમોટિડી બજારો બંધ રાખવાની માગણી કરી રહ્યા હતા. મધરાત સુધી કાર્યાલયો ખુલ્લા રાખવામાં મુશ્કેલી પડી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;