મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ ભારતમાં બનશે એફ-16 લડાયક વિમાન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ ભારતમાં બનશે એફ-16 લડાયક વિમાન

મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ ભારતમાં બનશે એફ-16 લડાયક વિમાન

 | 9:11 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જૂનના રોજ અમેરિકાની મુલાકાતે જાય તે પહેલાં રોકાણ સંબંધી મોટા સમાચાર સામે આવ્યા છે. લડાયક વિમાન એફ-૧૬ના ભારતમાં ઉત્પાદન માટે અમેરિકી કંપની લોકહિડ માર્ટિન અને ભારતની કંપની તાતા એડવાન્સ્ડ સિસ્ટમ વચ્ચે સેમવારે સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. એફ -16 વિમાન અત્યારસુધી ટેક્સાસ ખાતેના ફોર્ટ વર્થ પ્લાન્ટમાં બને છે. પરંતુ ભારતીય સૈન્યનો અબજો ડોલરનો ઓર્ડર મેળવી લેવા કંપની ટેક્સાસ પ્લાન્ટને ભારતમાં શિફ્ટ કરવા વિચારી રહી છે. એફ – 16 વિમાન ભારતીય વાયુસેનાની સિંગલ એન્જિન લડાયક વિમાનની જરૃરિયાતને પુરી કરી શકશે. તેને પગલે ખાનગી ક્ષેત્રે સંરક્ષણ ઉત્પાદનને વેગ મળશે. કહેવાય છે કે ભારત તરફથી સોદો મળવાનો હોવાથી અમેરિકી કંપની ભારતમાં પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી શરૃ કરી ચુકી છે.

સોવિયેત યુગના લડાયક વિમાનોને સ્થાને નવા વિમાનો તૈનાત કરવા માટે ભારતીય વાયુસેનાને સેંકડો લડાયક વિમાનોની આવશ્યકતા છે. પરંતુ મોદી સરકારનું કહેવું છે કે આયાત પર કાપ મુકી શકાય તે હેતુસર ફોરેન સપ્લાયર સ્થાનિક ઔદ્યોગિક કંપની સાથે હાથ મિલાવીને ભારતમાં જ વિમાન ઉત્પાદન કરીને સ્થાનિક ઔદ્યોગિક માળખુ ઉભું કરે તે જરૃરી છે. જોકે મોદીની મેક ઈન ઇન્ડિયા ઝુંબેશ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ર્ફ્સ્ટ નીતિ સામસામે ટકરાય તેવી શક્યતા છે. ટ્રમ્પ આગ્રહ કરી રહ્યા છે કે કંપનીઓ વિદેશોમાં
કારખાના ઉભા કરીને સ્થાનિક રોજગારીની તક વધારે.

પેરિસ એરશો ખાતે સમજૂતીની જાહેરાત કરતાં લોકહીડ અને તાતાએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રોડક્શન બેઝ ખસવા છતાં અમેરિકામાં તો નોકરીની તક રહેશે જ. કંપનીનું કહેવું છે કે ભારતમાં ઉત્પાદન શરૃ કરવા છતાં લોકહિડ ર્માિટનમાં એફ – 16 લડાયક વિમાનોનો પુરવઠો પુરો પાડવા હજારો નોકરીની તક અમેરિકામાં પણ રહેવાની છે.

એફ – 16ની વિશેષતા
એફ-16 લડાયક વિમાન એક એન્જિન ધરાવતું સુપરસોનિક મલ્ટીરોલ વિમાન છે. ફોર્થ જનરેશનનું ખુબ આધુનિક વિમાન છે. તે વિમાન સૌથી એક્ટિવ ઇલોકટ્રોનિકલી સ્કેન્ડ એરે જેવી આધુનિક રડાર સિસ્ટમ ધરાવે છે. ઉમદા નેવિગેશન સિસ્ટમ તેની ખાસિયત કહી શકાય. આધુનિક શસ્ત્રોથી સજ્જ વિમાન એડવાન્સ સ્નાઇપર ટાર્ગેટિંગ પોડ પણ ધરાવે છે.

ભારતમાં લડાયક વિમાનની અછત છે : વાયુસેના વડા
વાયુસેનાના વડા બી.એસ.ધનોવાએ જણાવ્યું હતું કે દેશમાં લડાયક વિમાનની અછત છે. એવી સ્થિતી છે કે ક્રિકેટ ટીમને 12ને બદલે સાત ખેલાડીઓ સાથે રમવા કહેવામાં આવે. પાકિસ્તાન અને ચીન સરહદે ચાંપતી નજર રાખીને સજ્જ રહેવા ૪૨ સ્ક્વોડ્રનની આવશ્યકતા છે પરંતે હાલમાં ૩૨ સ્ક્વોડ્રન જ ઉપલબ્ધ છે.