Lodhika Heavy Rain: 20 inches in 10 hours: Rajkot taluka 13, Gondal 10, Upleta 08, know where and how much rain?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લોધિકામા આભ ફાટ્યું: 10 કલાકમાં 20 ઈંચઃ રાજકોટ તાલુકો 13, ગોંડલ 10, ઉપલેટા 08, જાણો કયાં કેટલો વરસાદ?

લોધિકામા આભ ફાટ્યું: 10 કલાકમાં 20 ઈંચઃ રાજકોટ તાલુકો 13, ગોંડલ 10, ઉપલેટા 08, જાણો કયાં કેટલો વરસાદ?

 | 7:15 am IST
  • Share

ઉપલેટાના સાતવડી ગામ ૧૨ ઈંચ વરસાદથી બેટમાં ફેરવાયું.. ન્યારી, મોજ, વેણુ-૨, ભાદર ૨ સહિતના જળાશયો છલકાયા, પાણીમા ફસાયેલા ૨૫ લોકોનું રેસ્કયૂ

રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ બે દિવસથી મૂકામ કર્યો છે અને ભાદરવો ભરપુર હોય તેમ જિલ્લાના તમામ તાલુકામા અર્ધાથી માંડીને માંડીને ૨૦ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ લોધીકામા ૧૦ કલાકમાં ૨૦ ઈંચ જેવો સાંબેલાધારે વરસાદ પડી ગયો છે.

ઉપલેટા પંથકમાં ૮થી ૧૨ ઈંચ નોંધાયો છે. આ વરસાદને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. ૧૫ રસ્તાઓ પાણી નીચે ગરકાવ થતા બંધ કરાયા હતા. જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધીકામાં ૨૦ ઈંચ નોંધાયો છે.

રાજકોટ તાલુકાના વિસ્તારમાં પણ ૧૩ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ જસદણ તાલુકામાં અર્ધો ઈંચ નોંધાયો છે. રાજકોટના અન્ય તાલુકાનો વરસાદ જોઈએ તો જેતપુરમાં ૩ાા, જામકંડોરણામાં ૫ાા, પડધરીમા ૭, ઈંચ વરસાદ પડી ગયો છે.

ધોરાજીમાં ૬ કલાકમાં ૭ ઈંચ સહિત ૮ાા ઈંચ અને ગોંડલમાં ૧૦ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. વરસાદમાં ફસાયેલા ૨૫ લોકોનું રેકસ્યુ કરાયા હતા. ઉપલેટાના સાતવડા ગામ ૧૨ ઈંચ વરસાદથી બેટમા ફેરવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન