#VotingRound3 : Lok Sabha Election 2019: 3rd Phase Polling In Gujarat, UP, Maharashtra
  • Home
  • Election 2019
  • 116 સીટ પર મતદાન: ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 63.24 ટકા સાથે નીરસ મતદાન

116 સીટ પર મતદાન: ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 63.24 ટકા સાથે નીરસ મતદાન

 | 6:58 am IST

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 15 રાજ્યોની કુલ 116 સીટો પર વોટિંગ ચાલી રહ્યું છે. આ તબક્કાની સાથે જ ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદરા નગર હવેલી અને દીવ-દમણ તમામ લોકસભા સીટો પર મતદાન પૂરું થઇ જશે. લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થઇ રહી છે. પરિણામો 23મીમેના રોજ જાહેર થશે.

તમામ અપડેટ્સ માટે અમારી સાથે અહીં જોડાયેલા રહો. 

  • અસમમાં 78.29 ટકા, બિહાર 59.97 ટકા, છત્તીસગઢમાં 65.91 ટકા, દાદરા અને નગર હવેલીમાં 71.43 ટકા, દમણ અને દીવમાં 65.34 ટકા, ગોવામાં 71.9 ટકા, ગુજરાતમાં 62.48 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 12.86 ટકા, કર્ણાટકામાં 64.14 ટકા, કેરાલામાં 70.21 ટકા, મહારાષ્ટ્રમાં 56.57 ટકા, ઓડિશા 57.84 ટકા, ત્રિપુરા 78.52 ટકા, ઉત્તરપ્રદેશ 57.74 ટકા અને પશ્ચિમ બંગાળમાં 79.36 ટકા મતદાન થયું.

  • અસમમાં 74.5 ટકા, બિહાર 54. 95 ટકા, છત્તીસગઢમાં 64.03 ટકા, દાદરા અને નગર હવેલીમાં 71.43 ટકા, દમણ અને દીવમાં 65.34 ટકા, ગોવામાં 70.96 ટકા, ગુજરાતમાં 58.81 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 12.46 ટકા, કર્ણાટકામાં 60.87 ટકા, કેરાલામાં 68.62 ટકા, મહારાષ્ટ્રમાં 55.05 ટકા, ઓડિશા 57.84 ટકા, ત્રિપુરા 71.13 ટકા, ઉત્તરપ્રદેશ 56.36 ટકા અને પશ્ચિમ બંગાળમાં 78.94 ટકા મતદાન થયું.
  • પૂર્વ દિલ્હીથી બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીરે ઉમેદવારી નોંધાવી.

  • લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં 61.31 ટકા થયું વૉટિંગ.

  • પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસામાં એક મતદારનું મોત થયું છે.
  • કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે કર્ણાટકનાં હુબલી-ધારવાડ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું.
  • ત્રીજા તબક્કામાં અત્યાર સુધી 51.15% વૉટિંગ થઇ ગયું છે. આજે 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે.

  • આઝમ ખાને વોટિંગ કર્યું

  • ઓરિસ્સા: ઢેંકનાલના કાંતપાલ ગામમાં બૂથ નંબર 41ના એક મતદાન અધિકારીનું ડ્યુટી દરમ્યાન પડી જતા મોત

  • લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે બપોર 3 વાગ્યા સુધી ઉત્તરપ્રદેશમાં 47.10 ટકા મતદાન થયું
  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમ્યાન હિંસા: મતદાતાઓને ડરાવા માટે બૂથની પાસે ફેંક્યા દેશી બોમ્બ
  • આસામથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મતદાન કર્યું

  • મધ્યપ્રદેશ : ભોપાલમાં એસડીએમ કાર્યાલયમાં એક એનસીપી કાર્યકર્તાને ભાજપ કાર્યકર્તાઓએ પીટ્યા. એનસીપી કાર્યકર્તા પર આરોપ છે કે તેણે ભોપાલથી ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરના રોડ શો દરમ્યાન કથિત રીતે કાળા ઝંડા દેખાડ્યા.
  • જમ્મુ-કાશ્મીર- પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ અનંતનાગ જિલ્લાના પોલિંગ બૂથ નંબર 37ડીમાં વોટિંગ કર્યું

  • બપોર 1.33 વાગ્યા સુધીમાં થયું આટલા ટકા મતદાન

  • કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ અમદાવાદના સોલા વિસ્તારમાંથી કર્યું મતદાન 

  • કેરળ: કન્નુરના એક પોલિંગ બૂથમાં સાપ નીકળ્યા બાદ મતદાન થોડીવાર માટે અડચણ, સાપને પકડ્યા બાદ મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરી.
  • મધ્યપ્રદેશ: ભોપાલથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞ ઠાકુરનો રોડ શો
  • વરિષ્ઠ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ અમદાવાદની શાહપુર હિન્દી સ્કૂલના પોલિંગ બુથ પર મતદાન કર્યું
  • લાલકૃષ્ણ અડવાણી શાહપુર મતદાન કરવા પહોંચ્યા

  • ભાજપે પશ્ચિમ દિલ્હી બેઠક પરથી જાણીતા ગાયક હંસરાજ હંસને આપી ટિકિટ. ઉદિત રાજનું પત્તુ કપાયું. 

– બોલીવુડ અભિનેતા સની દેઓલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો.

– કોગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્યો મતાધિકારનો ઉપયોગ. 

  • કેરળ : જાણીતા અભિનેતા મમૂટી અને મોહનલાલે કોચી અને તિરૂવનંતપુરમાં કર્યું મતદાન
  • કેરળના રાજ્યપાલ પીએ, સદાશિવમે તિરૂવનંતપુરમાં પત્ની સાથે કર્યું મતદાન
  • ગોરખપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ભોજપુરી અભિનેતા રવિ કિશને ગોરખનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો
  • મુરાદાબાદમાં ભાજપના કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારીને માર્યો માર, સાઈકલનું ચિન્હ દેખાડવાનો લગાવ્યો આરોપ. 

  •  પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે ઉમેદવારીપત્ર ભરતા પહેલા કર્યો રોડ શો.
  •  સોશિયલ એક્ટિવિસ્ટ અન્ના હજારેએ મહારાષ્ટ્રથી કર્યું વોટિંગ

  • જે ચિત્ર મારી સામે છે, આ દેશમાં કોઇ એક પાર્ટીની સત્તા હવે આવશે નહીં. સત્તા આવશે એનડીએની, અમે બધા એનડીએના સહયોગી છે અને એનડીએની સરકાર બનવા જઇ રહી છે: સંજય રાઉત, શિવસેના

  • પશ્ચિમ બંગાળમાં એક બોમ્બ ફાટવાથી ટીએમસીના ત્રણ કાર્યકર્તા ઘાયલ થયા. ઘટના મુર્શિદાબાદના દોમકલ નગરપાલિકામાં બની

  • કેરળના તિરૂવનંતપુરમ સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે પોતાના વોટ નાંખ્યા. ભાજપના કુમ્મનમ રાજશેખરન તેમને ટક્કર આપી રહ્યાં છે

  • વડાપ્રધાન મોદીના માતા હીરા બાએ રાયસણ ખાતેથી કર્યું મતદાન

  • જમ્મુ-કાશ્મીર: અનંતનાગના ખાનાબલ સ્થિત ગવર્મેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ખૂબ જ કડક સુરક્ષામાં થઇ રહ્યું છે મતદાન

  • સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના ભાઇ એ સૈફઇથી કર્યું મતદાન

  • ત્રીજા તબક્કામાં 9 વાગ્યા સુધીમાં થયું આટલા ટકા મતદાન

  • ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્ની સાથે કર્યું મતદાન

  • ઓરિસ્સાથી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું મતદાન

  • આ બધાની વચ્ચે ભાજપ સાંસદ ઉદિત રાજે બાગી તેવર દેખાડતા કહ્યું કે હું ટિકિટની રાહ જોઇ રહ્યો છું. જો મને ટિકિટ નહીં આપે તો હું પાર્ટી છોડી દઇશ.

  • પીએમ નરેન્દ્ર મોદીએ વોટિંગ કર્યા બાદ કહ્યું આજે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. મારું સૌભાગ્ય છે કે મને પણ આજે મારું કર્તવ્ય નિભાવાની તક મળી છે. વોટ આપીને આ મહાન લોકતંત્રના પર્વમાં સક્રિય ભાગીદારીની તક મળી. જેમ કે કુંભના મેળામાં સ્નાન કર્યું હોય તેવું લાગે છે. આમ તો મતદાન કરવામાં હું પવિત્રતા મહેસૂસ કરી રહ્યો છું. હું તમામ મતદાતાઓને અપીલ કરું છું કે તેઓ ઉમંગથી મતદાન કરે. કોને મતદાન કરવાનું છે, તે ભારતના મતદાતા સૌથી સારી રીતે કરી શકે છે. પહેલી વખત મતદાન કરનારાઓને મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ. આ સદી પહેલી વખત વોટિંગ કરનારાઓની છે. તેમણે પોતાની સદીને ઉજ્જવળ બનાવા માટે વોટ કરવાનો છે.

  • આતંકવાદનું શસ્ત્ર IED હોય છે અને લોકતંત્રનું શસ્ત્ર વોટર ID હોય છે. મને લાગે છે કે વોટર આઇડીની તાકાત આઇઇડીથી પણ વધુ છે: PM મોદી
  • પીએમ મોદીએ કહ્યું કે હું નસીબદાર છું કે આજે હું મારા ગૃહરાજ્ય ગુજરાતમાં મારી ડ્યુટી નિભાવા આવ્યો છું.

  • PM મોદીએ મતદાન કર્યું ત્યારબાદની તસવીર

  • ખુલ્લી જીપમાં બેસીને વોટિંગ કરવા પહોંચ્યા હતા મોદી. મોદીએ કર્યું વોટિંગ

  • મહારાષ્ટ્ર : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રિયા સુલે એ પોતાના પરિવારની સાથે બારામતીના પોલિંગ બુથ પર મતદાન કર્યું. તેઓ બારામતીથી NCPના ઉમેદવાર અને હાલના સાંસદ પણ છે

  • પોલિંગ બુથ પર મોદી વોટિંગ કરવા પહોંચ્યા અહીં અમિત શાહના દીકરાની દીકરીને મોદી લાડ લડાવ્યા

  • માતા હીરાબા એ પીએમ મોદીને આર્શીર્વાદ પેટે એક નારિયેળ, મિશ્રી, ચુંદડી અને 500 રૂપિયા આપ્યા

  • વોટિંગ પહેલાં પીએમ મોદીએ માતા હીરાબાની મુલાકાત કરી આશીર્વાદ લીધા. થોડીકવારમાં રાણીપ પોલિંગ બુથ પર પોતાનું વોટિંગ બુથ પર વોટિંગ કરશે

  • આની પહેલાં પીએમ મોદીએ પોતાની માતાના આવાસની બહાર હાજર લોકોની મુલાકાત પણ કરી
  • માતાના આશીર્વાદ લીધા બાદ પોલિંગ બુથ પર પોતાના વોટ માટે નીકળ્યા પીએમ મોદી. આપને જણાવી દઇએ કે પીએમ મોદી ગાંધીનગર સંસદીય ક્ષેત્ર માટે મતદાન કરશે જ્યાંથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી મેદાનમાં છે.

  • ભાજપ અધ્યક્ષ અમિત શાહ પીએમ મોદીની મતદાન મથક પર જોઇ રહ્યા છે રાહ. મોદી જ્યાંથી વોટિંગ કરવાના છે તે નિશાન સ્કૂલ પહોંચી ગયા શાહ

  • ગુજરાતમાં કેટલીક જગ્યા એ ઇવીએમ ખોટવાયાની માહિતી સામે આવી રહી છે
  • EVMમાં કેદ થશે અમિત શાહ અને રાહુલ ગાંધીની કિસ્મત
  • કેરળની તમામ 20 સીટો પર આજે મતદાન

  • ગુજરાતની તમામ 26 સીટો પર આજે વોટિંગ થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપથી કરશે વોટિંગ, આની પહેલાં પોતાની માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા છે

  • ત્રીજા તબક્કામાં જે 116 સીટો પર આજે વોટિંગ થઇ રહ્યું છે, તેમાંથી 62 પર ભાજપનો કબ્જો હતો તો 16 સીટો કોંગ્રેસના ખાતામાં આવી હતી
  • PM મોદી એ જણાવ્યું કે થોડીકવારમાં કરશે મતદાન

  • ગુજરાતની તમામ 26, કેરળની 20, ગોવાની 1 અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની 1-1 બેઠક પર મતદાન યોજાશે. આ ઉપરાંત આસામ-4, બિહાર-5, છત્તીસગઢ-7, જમ્મુ-કાશ્મીર-1, કર્ણાટક-14, મહારાષ્ટ્ર-14, ઓડીશા-6, ઉત્તરપ્રદેશ-10, પશ્ચિમં બંગાળ-5 અને ત્રીપુરાની 1 બેઠક પર મતદાન યોજાશે
  • ત્રિપુરા પૂર્વની બેઠકનું મતદાન બીજા તબક્કામં સ્થગિત કરી દેવાયું હતું, ત્યાં આજે મતદાન થશે
  • લોકસભા ચૂંટણી 7 તબક્કામાં છે. પરિણામ 23મી મેના રોજ જાહેર થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન