Lok Sabha Election 2019: BJP Senior Leader Like Smriti Irani To Contest From Waynad
  • Home
  • Election 2019
  • સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીની ઊંઘ કરી દીધી હરામ! હવે સમાચાર આવ્યા છે કે…

સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીની ઊંઘ કરી દીધી હરામ! હવે સમાચાર આવ્યા છે કે…

 | 9:11 am IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સીટ સિવાય કેરળની વાયનાડ સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની નેતા સ્મૃતિ ઇરાની પણ રાહુલની સીમે અમેઠીની સાથો સાથ વાયનાડમાં પણ પડકાર ફેંકી શકે છે. સૂત્રોનું માનીએ તો ભાજપ દક્ષિણ રાજ્યમાં કોઇ સિનિયર નેતાને ઉતારી શકે છે અને શકય છે કે તે નેતા ઇરાની જ હોય.

ભાજપ અને બીજેડીએસ (ભારત ધર્મ જન સેના) આ વખતે ગંભીરતાથી વિચાર કરી રહી છે. બંને એ ચર્ચામાં છે કે જો રાહુલ વાયનાડથી ચૂંટણી લડે છે તો ગઠબંધન પણ ત્યાં કોઇ મોટું નામ મેદાનમાં ઉતારે. બીજેડીએસનું કહેવું છે કે આ સીટ પરથી ભાજપ ચૂંટણી લડશે. રાજ્યના ભાજપ અધ્યક્ષ શ્રીધરન પિલ્લાઇ એ કહ્યું કે જો કોંગ્રેસ આ સીટને ફાઇનલ કરે છે તો વાયનાડમાં સીરિયસ લડાઇ થશે. પાર્ટીના કોઇ સિનિયર નેતા અહીંથી ચૂંટણી લડશે.

પાર્ટીમાં તેને લઇ કેટલાંય નામો પર ચર્ચા થઇ રહી છે. રાહુલની ચૂંટણી લડવાની જાહેરાત બાદ ટોચના નેતાઓ આ અંગે આખરી નિર્ણય કરશે. ભાજપના મહાસચિવ જેઆર પદ્મકુમારે કહ્યું કે આ નિર્ણય AICC (અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ)ના એલાન બાદ કરાશે. બીજેડીએસ એ નિર્ણય કર્યો છે કે મંગળવારના રોજ ઉમેદવારોના નામની જાહેરાત કરાશે. આની પહેલાં અમે AICCની જાહેરાત થવાની આશા વ્યકત કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન