Lok Sabha Election 2019 Live: First Phase of Polling in 91 Seats
  • Home
  • Election 2019
  • લોકસભા ચૂંટણી : પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન

લોકસભા ચૂંટણી : પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન

 | 7:49 am IST

લોકતંત્રનો સૌથી મોટો મહાપર્વ ચૂંટણી છે અને આજે લોકસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાનું વોટિંગ થવાનું છે. પહેલાં તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાતા પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ છે અને કેટલાંક અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સાડા સાતથી મતદાન શરૂ થઇ ગયું છે.

હાઇલાઇટ્સ

  • આંધ્રપ્રદેશમાં મતદાતા 25 લોકસભા તથા 175 વિધાનસભા પ્રતિનિથિ પસંદ કરવા માટે મતદાન કરશે. તો તેલંગાણામાં 17 લોકસભા સીટો પર ચૂંટણી. અહીં ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી થઇ ચૂકી છે.
  • પહેલાં તબક્કામાં અસમ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ કેટલીક લોકસભા સીટો પર મતદાન થશે
  • કેન્દ્રમાં નવી સરકાર બનાવા માટે સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થવાની છે. તેની સાથો સાથ પહેલાં તબક્કામાં જ આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.
  • પહેલાં તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત રાજ્યોની 91 સીટો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ
  • દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ આજે શરૂ થઇ ગયો છે. મતદાન કેન્દ્રો પર સવારથી જ લોકોની લાઇન દેખાઇ રહી છે. સુરક્ષા માટે આખે આખા ચકાચૌંધની સગવડ કરાઇ છે. વડાપ્રધન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી લોકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી. કેટલાંય મતદાન બૂથોને ફુગ્ગાથી સજાવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા સહિત બીજા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પણ આજે મતદાન કરાશે.

– સવારે 7 વાગ્યેથી શરૂ થયેલું લોકસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન સંપન્ન.

– પોલીંગ બુથ પર લાવવામાં આવી રહ્યાં છે ઈવીએમ મસીન.

– કોંગ્રેસના ઉમેવારનો દાવો : હું નીતીન ગડકરીની પરાજીત કરીશ.

– ઉત્તર પ્રદેશમાં દલિતોને મતદાન કરતા અટકાવ્યાની બસપાની ચૂંટણી પંચને ફરિયાદ.

– બપોરે 3 વાગ્યા સુધીમાં ઉત્તર પ્રદેશમાં 51 ટકા, ઉત્તરાખંડમાં 46 ટકા, પશ્ચિમ બંગાળમાં 70 ટકા, મિઝોરમમાં 55 ટકા, ત્રિપુરામાં 68 ટકા, તેલંગાણામાં 49 ટકા, મેઘાલયમાં 55 ટકા, નાગાલેન્ડમાં 68 ટકા મતદાન

– કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું

– UPA ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પરથી પાંચમી વખત ઉમેદવારી પત્ર દાખલ કર્યું. ઉમેદવારી પત્ર દાખલ કર્યા બાદ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેતવણી આપતા કહ્યું કે 2004 ભૂલી ના જાઓ. તેમણે એમ પણ કહ્યું કે વાજપેયી જી પણ અજેય હતા પરંતુ અમે જીત્યા.
– સ્મૃતિ ઇરાનીના રોડ શો દરમ્યાન બોલ્યો યોગી આદિત્યનાથ – કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું અમેઠીથી પૂરું થવા જઇ રહ્યું છે

– ઉત્તરાખંડ: લોકસભા ચૂંઠણીને ધ્યાનમાં રાખતા યોગગુરૂ બાબા રામદેવે હરિદ્વારના એક પોલિંગ બુથમાં મતદાન કર્યું
– આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લના YSR કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાના કથિત હુમલામાં ટીડીપી નેતા સિદ્દા ભાસ્કર રેડ્ડીનું મોત
– જમ્મુ-કાશ્મીર: પૂંછ જિલ્લાના ચૂંટણી અધિકારીએ ઉમર અબ્દુલ્લાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપાત કહ્યું- શાહપુરમાં EVMમાં કોંગ્રેસના બટનની સાથે કેટલીક સમસ્યા હતી. આપણા કર્મચારીઓએ આ મશીનને બદલી દીધું. એક -બીજા મતદાન કેન્દ્ર પર ભાજપનું બટન કામ કરી રહ્યું નથી, આપણે એને પણ બદલી દીધું.
– અમેઠીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનું રોડ શો શરૂ. આ રોડ શોમાં તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે
– હિન્દુસ્તાન તો પહેલાં આઝાદ થઇ ચૂકયું છે, અમારો પ્રયાસ આ વખતે અમેઠીને આઝાદ કરવાનું છે: સ્મૃતિ ઇરાની
– સ્મૃતિ ઇરાનીના રોડ શો દરમ્યાન બોલ્યો યોગી આદિત્યનાથ – કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું અમેઠીથી પૂરું થવા જઇ રહ્યું છે
– ઉત્તરાખંડ: લોકસભા ચૂંઠણીને ધ્યાનમાં રાખતા યોગગુરૂ બાબા રામદેવે હરિદ્વારના એક પોલિંગ બુથમાં મતદાન કર્યું
– આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લના YSR કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાના કથિત હુમલામાં ટીડીપી નેતા સિદ્દા ભાસ્કર રેડ્ડીનું મોત
– જમ્મુ-કાશ્મીર: પૂંછ જિલ્લાના ચૂંટણી અધિકારીએ ઉમર અબ્દુલ્લાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપાત કહ્યું- શાહપુરમાં EVMમાં કોંગ્રેસના બટનની સાથે કેટલીક સમસ્યા હતી. આપણા કર્મચારીઓએ આ મશીનને બદલી દીધું. એક -બીજા મતદાન કેન્દ્ર પર ભાજપનું બટન કામ કરી રહ્યું નથી, આપણે એને પણ બદલી દીધું
– અમેઠીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનું રોડ શો શરૂ. આ રોડ શોમાં તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે
– હિન્દુસ્તાન તો પહેલાં આઝાદ થઇ ચૂકયું છે, અમારો પ્રયાસ આ વખતે અમેઠીને આઝાદ કરવાનું છે: સ્મૃતિ ઇરાની

– મહારાષ્ટ્ર: ગઢચિરૌલી જિલ્લાના અટાપલ્લીમાં એક પોલિંગ બૂથની પાસે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો. જો કે આ ઘટનામાં કોઇ ઘાયલ થયાના સમાચાર નથી

– નકસલી વિસ્તારમાં ધોમધખતા તાપમાં મતદાતાઓ લાંબી લાઇનમાં મતદાન કરવા માટે ઉભા છે

– તેલંગાણા: ખમ્મમ લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર રેણુકા ચૌધરીએ પોતાનું વોટિંગ કર્યું. તેમણે કહ્યું- મને આશા છે કે અમે આ રેસને જરૂરિયાત જીતીશું. હું ખૂબ આશાવાદી છું

– ગર્ભવતી મહિલાઓની યોજનાઓના પૈસા લૂંટી કોંગ્રેસ પાર્ટી કાર્યાલય સુધી પહોંચી છે. નાના બાળકોની યોજનાઓના પૈસા પાર્ટી કાર્યાલય સુધી પહોંચાડી રહી છે. હજુ સુધી રાહુલ ગાંધી એ તેનો કોઇ જવાબ આપ્યો નથી: સ્મૃતિ ઇરાની, કેબિનેટ મંત્રી
– લોકસભા ચૂંટણી 2019 માટે ઓરિસ્સાના બેરહામપુરમાં વોટિંગ ચાલુ છે
– અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે મતદાન કર્યું

– અમેઠી લોકસભામાં ઉમેદવારી પત્ર ભરતા પહેલાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ પતિ સાથે કરી પૂજા-અર્ચના

– કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાની બુઢુન દેવી મંદિરમાં પૂજા માટે નીકળ્યા. સાથો સાથ તેમના પતિ પણ હાજર છે. પૂજા કર્યા બાદ સ્મૃતિ ઇરાનીનો રોડ શો શરૂ થશે
– બિહારના ભાગલપુરમાં NDAની રેલીમાં બોલ્યા નીતીશ કુમાર – મોદીજીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે, દેશની પ્રતિષ્ઠા વધી રહી છે. મોદીજીએ આતંકવાદની વિરૂદ્ધ સખ્ત પગલાં ભર્યા છે. તેના માટે તેમનો ધન્યવાદ કરું છુંય કેન્દ્ર સરકારે બિહારને 50 કરોડ રૂપિયાની મદદ કરી, આ કોઇ નાની વાત નથી.
– કાશ્મીરી પંડિત વોટિંગ કરવા પહોંચ્યા

– કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કર્યું મતદાન

– મુઝફ્ફરનગર: ચકથાવલના આર્ય કન્યા ઇંટર કોલેજમાં બૂથ નંબર 89માં EVM મશીન ખરાબ. લગભગ 50 મિનિટ બાદ શરૂ થયું મતદાન
– મહારાષ્ટ્ર: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુર લોકસભા ક્ષેત્રના પોલિંગ બૂથ નંબર 220 પર મતદાન કર્યું. આપને જણાવી દઇએ કે ગડકરી નાગપુર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે
– AIMIM ચીફ અને હૈદ્રાબાદ લોકસભા ક્ષેત્રના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસી એ મતદાન કર્યું. ઓવૈસી હૈદ્રાબાદથી ત્રણ વખત સાંસદ રહ્યા છે.
– નોઇડા સેકટર-15A પોલિંગ બૂથમાં અંદર જવાને લઇ ભાજપ ઉમેદવાર ડૉ.મહેશ શરમાના સુરક્ષાકર્મીઓ અને મતદાન સ્થળ પર તૈનાત પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી

– કેન્દ્રીય મંત્રી અને મુઝફ્ફરનગરથી ભાજપના ઉમેદવાર ડૉ.સંજીવ બાલિયાને કહ્યું કે બુર્કામાં મહિલાઓના ચહેરાની તપાસ કરાઇ રહી નથી અને હું આરોપ મૂકું છું કે અહીં બોગસ મતદાન થઇ રહ્યું છે. જો તેના પર નજર રખાશે નહીંતો હું ફરીથી મતદાનની માંગણી કરીશ
– નાગાલેન્ડમાં 9 વાગ્યા સુધીમાં 21% મતદાન
– અમિત શાહ સહિતની હસતીઓ સામાન્ય પ્રજાને વોટિંગ માટે કરી અપીલ. શાહે ટ્વિટ કરી લખ્યું કે સેનાને સશક્ત કરનાર સરકાર પસંદ કરવા માટે વધુમાં વધુ મતદાન કરો
– જનસેવાનાં ઉમેદવાર મધુસુદન ગુપ્તાએ ઈવીએમ ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો. પોલીસે તેમની ધરપકડ કરી છે
– છત્તીસગઢના નારાયણપુરમાં IED બ્લાસ્ટ, કોઇ જાનહાનિ નહીં, નકસલીઓએ કર્યો મતદાનનો બહિષ્કાર
– ગાઝિયાબાદ : સાહિબાબાદના શ્યામ પાર્કમાં પ્રાથમિક વિદ્યાલયના બૂથ સંખ્યા 816મા EVM મશીન ખરાબ થવાની ફરિયાદ
– બિહારના ગયામાં ડુમરિયાના એક ગામમાંથી બોમ્બ મળતા હાહાકાર
– ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા હરીશ રાવતે મતદાન કર્યું

– આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુર સંસદીય ક્ષેત્રમાં વોટિંગ કર્યું. વોટિંગ કર્યા બાદ બોલ્યા – વોટિંગ અમારી ડ્યૂટી, દરેક લોકોને મત નાંખવો જોઇએ
– 20 રાજ્યોની 91 સીટો પર 2014ની ચૂંટણીમાં ભાજપે 32, કોંગ્રેસે 7 તથા અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ અને નિર્દલીય 52 સીટો પર જીત્યા હતા
– આ બધાની વચ્ચે યુપીના બિજનૌર જિલ્લામાં 3 બુથો પર EVMમાં ખરાબીની ફરિયાદ સામે આવી રહી છે. બાગપતના એક બૂથમાં VVPATમાં ખરાબીની વાત સામે આવી છે

– ઉત્તરપ્રદેશના બાગપતમાં વોટિંગ કરવા માટે આવતા મતદાતાઓનું ઢોલ-નગારા અને ફૂલો સાથે સ્વાગત

– આપને જણાવી દઇએ તે ઉત્તરાખંડની 5 લોકસભા સીટો (પૌડી ગઢવાલ , ટિહરી, નૈનીતાલ, અલમોડા અને હરિદ્વાર) પર આજે જ મતદાન થવાનું છે

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને રેકોર્ડ નંબરમાં વોટિંગ કરવાની અપીલ કરી. પીએમે યુવા મતદાતાઓ અને પહેલી વખત વોટ કરનારા યુવાનોને પણ ખાસ મતદાનનો આગ્ર કર્યો.

– ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં લોકસભા ચૂંટણી 2019માં મતદાન માટે સવારથી લાઇનમાં લોકો લાગી ગયા છે

– આજે 20 રાજ્યોમાં 91 બેઠકો પર મતદાન અને આજે 1279 ઉમેદવારો મેદાનમાં જેમાં 559 અપક્ષ ઉમેદવાર

– દરેક છઠ્ઠો ઉમેદવાર કલંકિત : જેની સામે કેસ પ્રલંબિત હોય એવા ઉમેદવારોની પણ આજે કમી નથી. પહેલા ચરણમાં નસીબ અજમાવી રહેલા 1279 પૈકી 213 સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. 146 ઉમેદવારો સામે તો ગંભીર અપરાધ નોંધવામાં આવ્યા છે. એવા પણ ઘણા ઉમેદવાર છે જેઓ જામીન પર છૂટેલા છે.

– 37 મતદાર સંઘ સંવેદનશીલ : આ તબક્કામાં 37 મતદાર સંઘોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. આ સંવેદનશીલ મતદાર સંઘોમાં પણ 3 બેઠકો પર એવા ઉમેદવાર છે જેમની સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. આ વિસ્તારોના મતદાન મથકો પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ ઉપરાંત અર્ધ લશ્કરી દળોના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન