Lok Sabha-Election-2019-phase-3-in-gujarat-live
 • Home
 • Ahmedabad
 • લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં ઉણા ઉતર્યા ગુજરાતીઓ, સરેરાશ 63.67 % મતદાન

લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં ઉણા ઉતર્યા ગુજરાતીઓ, સરેરાશ 63.67 % મતદાન

 | 6:49 am IST

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આજે મંગળવારે 23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં બપોરે 12 વાગ્યા બાદ ગરમીના મતદાન ધીમુ પડ્યુ હતુ. જોકે 03 વાગ્યા બાદ ગરમીને જાકોરો આપી મતદાતાઓ ઉત્સાહમાં આવી પોતાના મતનો ઉપયોગ કર્યો હતો અને મતદાનમાં વધારો થયો છે. મતદાન પૂર્ણ થયા બાદ 371 જેટલા ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે.

ગુજરાતી મતદારોએ 52 વર્ષ જૂનો પોતાનો એક અનોખો રેકોર્ડ બનાવેલો છે, ત્યારે આજે આપણા મનમાં સવાલ થાય છે કે,શું આ વખતે વર્ષ 1967માં બનાવેલો રેકોર્ડ તોડશે કે કેમ. હવે અમેતમને જણાવીશું કે, આ વખતે 1967નો રેકોર્ડ તોડવામાં ગુજરાતની પ્રજા નિષ્ફળ રહી છે. રાજ્યમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે.

 • ક્રિકેટર ઇરફાન પઠાણે પરિવાર સાથે મતદાન કર્યું
 • પૂર્વ ક્રિકેટર નયન મોગિયા અને તેમની ધર્મ પત્નીએ વડોદરાની કેળવણી વિદ્યાલય ખાતેથી મતદાન કર્યું
 • વાગરા તાલુકાના ઓચ્છણ ગામે મતદાન કર્યા બાદ પરત ફરી રહેલ વૃદ્ધ રસ્તામાં ઢળી પડ્યા બાદ મોત
 • રાજ્યમાં મતદાનમાં ચોંકાવનારો ટ્રેન્ડ આવ્યો સામે
 • શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં બંપર વોટિંગ
 • કચ્છમાં 45%, બનાસકાંઠામાં 56% મતદાન
 • પાટણમાં 53%, મહેસાણામાં 56% મતદાન
 • સાબરકાંઠામાં 56%, ગાંધીનગરમાં 58% મતદાન
 • અમદાવાદ પૂર્વમાં 51%, અમદાવાદ પશ્ચિમમાં 48% મતદાન
 • સુરેન્દ્રનગરમાં 47%, રાજકોટમાં 52% મતદાન
 • પોરબંદરમાં 43%, જામનગરમાં 45% મતદાન
 • જૂનાગઢમાં 51%, અમરેલીમાં 48% મતદાન
 • ભાવનગરમાં 54%, આણંદમાં 54% મતદાન
 • ખેડામાં 53%, પંચમહાલમાં 50% મતદાન
 • દાહોદમાં 57%, વડોદરામાં 57% મતદાન
 • છોટાઉદેપુરમાં 63%, ભરૂચમાં 59% મતદાન
 • બારડોલીમાં 61%, સુરતમાં 53% મતદાન
 • નવસારીમાં 56%, વલસાડમાં 63% મતદાન
 • 03 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં 91 ટકા મતદાન થયુ છે
 • રાજ્યભરમાં 3 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાનની ટકાવારી
 • પાટણ 48.85, મહેસાણા 47.98
 • સાબારકાંઠા 47.34, ગાંધીનગર 46.22
 • પોરબંદર 36.89, જામનગર 36.15
 • જૂનાગઢ 44.95, અમરેલી 38.21
 • ભાવનગર 45.32, આણંદ 46.90
 • ખેડા 40.60, પંચમહાલ 45.31
 • દાહોદ 47.98, વડોદરા 45.33
 • છોટાઉદેપુર 54.05, ભરૂચ 51.73
 • બારડોલી 50.06, સુરત 39.63
 • પોરબંદર ભાજપ ઉમેદવાર રમેશ ધડુકે કર્યું મતદાન…
 • રમેશ ધડુકે પોતાના પરિવાર સાથે કર્યું મતદાન
 • રાજકોટમાં વજુભાઇ વાળાએ મતદાન કર્યું
 • કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ મતદાન કરવા પહોંચ્યા
 • રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ રાજકોટમાં કર્યું મતદાન
 • સોલા વિસ્તારમાં અરૂણ જેટલીએ મતદાન કર્યું

 • લાલકૃષ્ણ અડવાણીએ ખાનપુરમાં મતદાન કર્યું

 • લાલકૃષ્ણ અડવાણી ખાનપુર મતદાન મથકે પહોંચ્યા
 • શહેરીજનો કરતા ગાંમડામાં સારી ટકાવારીએ મતદાન થઇ રહ્યું છે.
 • 1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 26.39 ટકા મતદાન
 • કચ્છ 24.36, બનાસકાંઠા 29.73
 • પાટણ 25.06, મહેસાણા 30.99
 • સાબારકાંઠા 27.93, ગાંધીનગર 28.68
 • અમદાવાદ પૂર્વ 22.06, અમદાવાદ પશ્ચિમ 20.10
 • સુરેન્દ્રનગર 23.45, રાજકોટ 26.55
 • પોરબંદર 20.54, જામનગર 22.14
 • જૂનાગઢ 23.17, અમરેલી 25.35
 • ભાવનગર 25.02, આણંદ 26.93
 • ખેડા 25.44, પંચમહાલ 24.31
 • દાહોદ 31.31, વડોદરા 25.78
 • છોટાઉદેપુર 31.59, ભરૂચ 25.03
 • બારડોલી 28.99, સુરત 23.38
 • નવસારી 24.28, વલસાડ 25.32
 • 314 ગામના લોકોએ કર્યો મતદાનના વિરોધ
 • મનસુખભાઇએ સહપરિવાર સાથે મતદાન કર્યું
 • કેશુભાઇ પટેલે રાજકોટમાં મતદાન કર્યું
 • રાજકોટ પહોંચ્યા કેશુભાઇ પટેલ
 • પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ રાજકોટ મતદાન કરવા પહોંચ્યા
 • ચૂંટણી પંચને અત્યાર સુધીમાં 12 ફરિયાદ મળી
 • ખાનગી મિલકતમાં પોસ્ટર લગાવવા, બોગસ એજન્ટની ફરિયાદ
 • ભાવનગરમાં વિભાવરીબેન દવે સામે સૂત્રોચ્ચાર અંગે ફરિયાદ
 • પેટાચૂંટણી ઘ્રાંગ્રધા વિધાનસભામાં 15.5 ટકા મતદાન નોંધાયું
 • રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કડીમાં મતદાન કર્યું
 • પરિવાર સાથે નીતિન પટેલે મતદાન કર્યુ
 • કડીની સંસ્કાર પ્રાથમિક શાળામાં કર્યુ મતદાન
 • કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં 5 ફરિયાદ નોંધાવવામાં આવી
 • ભાવનગરના તળાજામાં મતદાનનો બહિષ્કાર
 • શક્તિસિંહ ગોહિલે કર્યું મતદાન, ગાંધીનગર સેક્ટર 20માં કર્યું મતદાન
 • 11 AM UPDATE
  ત્રીજા તબક્કામાં 11 વાગ્યા સુધી સરેરાશ 15.45% મતદાન
  આસામમાં 28.07%, બિહારમાં 19.53% મતદાન
  ગોવામાં 16.81%, ગુજરાતમાં 12.43% મતદાન
  જમ્મુ કાશ્મીરમાં 2.60%, કર્ણાટકમાં 12.11% મતદાન
  કેરળમાં 20.62%, મહારાષ્ટ્રમાં 8.72% મતદાન
  ઓરિસ્સામાં 8.38%, ત્રિપુરામાં 15.20% મતદાન
  ઉત્તરપ્રદેશમાં 16.04%, પશ્ચિમ બંગાળમાં 23.85% મતદાન
  છત્તીસગઢમાં 17.95%, દમણ – દીવમાં 19.43% મતદાન
  દાદરા અને નગર હવેલીમાં 11.40% મતદાન
 • કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે વિરમગામ ખાતે મતદાન કર્યું.
 • મતદાન બાદ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષનો સમયગાળો દેશ માટે, જનતા માટે હાલાકીભર્યો રહ્યો છે. દેશના બંધારણને બચાવવા માટે આ ચૂંટણી જરૂરી છે. ભાજપે દેશના બંધારણને ખતમ કરવાનું કામ કર્યું છે. મતદાન ખુબ ઓછું થઈ રહ્યું છે. હું માનું છું કે મુદ્દા વગરની રાજનીતિ છે. પરિણામ માટે 23 તારીખની રાહ જુઓ. 23 તારીખે ગુજરાત અને ભારતના ઈતિહાસ માટે સૌથી સારા પરિણામ આવશે.
 • શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું,ત્યારબાદ તેમને પત્રકારો સાથે વાતચીત કરી હતી.
 • ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કર્યુ મતદાન
 • પરિવાર સાથે મમતપુરા સ્કૂલમાં મતદાન કર્યુ
 • મતદાન માટે 10 મિનિટ લાઈનમાં ઉભા રહ્યાં
 • રાજ્યમાં 10 વાગ્યા સુધીમાં સરેરાશ 10.32% મતદાન
 • સૌથી વધુ વલસાડમાં 14% મતદાન નોંધાયું
 • સૌથી ઓછું જામનગરમાં 7.15% મતદાન નોંધાયુ
 • કચ્છમાં 9.98%, બનાસકાંઠામાં 13.08% મતદાન
 • પાટણમાં 11.92%, મહેસાણામાં 10.60% મતદાન
 • અમદાવાદ પૂર્વમાં 9.58%, અમદાવાદ પશ્ચિમમાં 8.12% મતદાન
 • સાબરકાંઠામાં 10.90%, ગાંધીનગરમાં 9.95% મતદાન
 • સુરેન્દ્રનગરમાં 10.38%, રાજકોટમાં 10.99% મતદાન
 • પોરબંદરમાં 9.01%, જૂનાગઢમાં 9.20% મતદાન
 • અમરેલીમાં 10.36%, ભાવનગરમાં 10.37% મતદાન
 • આણંદમાં 9.50%, પંચમહાલમાં 8.75% મતદાન
 • દાહોદમાં 12.85%, વડોદારમાં 9.51% મતદાન
 • છોટાઉદેપુરમાં 11.19%, ભરૂચમાં 11.38% મતદાન
 • બારડોલીમાં 10.99%, સુરતમાં 9.95% મતદાન
 • નવસારીમાં 10 વાગ્યા સુધીમાં 9.52% મતદાન
 • ત્રીજા તબક્કામાં 10 વાગ્યા સુધી સરેરાશ 10.79% મતદાન
 • આસામમાં 13.18%, બિહારમાં 12.64% મતદાન
 • ગોવામાં 12.76%, ગુજરાતમાં 10.32% મતદાન
 • જમ્મુ કાશ્મીરમાં 1.59%, કર્ણાટકમાં 7.42% મતદાન
 • કેરળમાં 12.67%, મહારાષ્ટ્રમાં 7.77% મતદાન
 • ઓરિસ્સામાં 7.15%, ત્રિપુરામાં 14.02% મતદાન
 • ઉત્તરપ્રદેશમાં 10.36%, પશ્ચિમ બંગાળમાં 16.85% મતદાન
 • છત્તીસગઢમાં 13.07%, દમણ – દીવમાં 9.93% મતદાન
 • દાદરા અને નગર હવેલીમાં 11.40% મતદાન
 • દક્ષિણ ગુજરાતમાં 16 EVMમાં ખામી સર્જાઈ
 • સૌરાષ્ટ્રમાં 30 EVM અને 25 VVPATમાં સર્જાઈ ખામી
 • મધ્ય ગુજરાતમાં 32 EVM અને 6 VVPATમાં ખામી સર્જાઈ
 • ઉત્તર ગુજરાતમાં 35થી વધુ EVMમાં ખામી સર્જાઈ
 • ત્રણ કલાકમાં જામનગરના ભણગોરમાં એક પણ વોટ પડ્યો નથી.
 • રાજ્યપાલ ઓપી કોહલી મતદાન કરવા પહોંચ્યા
 • સૌથી ઓછું મતદાન જામનગર બેઠક પર થયું
 • કોંગ્રેસના મનહર પટેલે ચૂંટણી પંચ સમક્ષ નોધાવી ફરિયાદ
 • ગાંધીનગર બેઠક પર ત્રણ પૂર્વ સીએમે મતદાન કર્યું
 • સૌથી વધુ મતદાન વલસાડમાં નોધાયું છે.
 • તળાજાના ધારડી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો.
 • ચેતેશ્વરે રાજકોટમાં મતદાન કર્યું
 • ક્રિકેટર ચેતેશ્વર પુજાએ પોતાની પત્ની સાથે મતદાન કર્યું
 • અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર  કિરીટ સોલંકીએ સહપરિવાર સાથે રાણીપમાં મતદાન કર્યું
 • રાજકોટ લોકસભા બેઠકના મતદાનની ટકાવારી: ટંકારા – 14.50 %, વાંકાનેર – 9.67%, રાજકોટ ઇસ્ટ – 9.73%, રાજકોટ વેસ્ટ – 9.71 %, રાજકોટ સાઉથ – 9.31 %, , રાજકોટ રૂરલ – 10.65 %, જસદણ – 10.22%,સાબરકાંઠામાં 9 વાગ્યા સુધીમાં 10.90% મતદાન. ભાવનગર જિલ્લામાં 2 કલાકમાં 10.37 ટકા મતદાન પણ નોંધાયું. સુરત સંસદીય મતદાર વિભાગમાં 10.08 %, મોરબી જીલ્લામાં નવ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૨.૫૦ ટકા મતદાન નોંધાયુ.
 • નરોડા વિસ્તારમાં રહેતા જલકકુમારે ચોરીએ ચડતા પહેલા કર્યું મતદાન

 • સુરતના ભાજપ ઉમેદવાર દર્શના જરદોશે મતદાન કર્યું
 • વડોદરાના સાવલી ખાતે ઈવીએમ ખોટકાયા
 • કોંગ્રેસનાં નેતા પરેશ ધાનાણીએ પત્ની સાથે મતદારો સાથે લાઇનમાં ઉભા રહીને કર્યું વોટિંગ.
 • છોટાઉદેપુરમાં 2 ઈવીએમ મશીન ખોટકાયા
 • રાધનપુરના દસ ગામમાં ઈવીએમ મશીન ખોટકાયાના અહેવાલ છે. તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવામાં આવ્યાં છે. બુથ નંબર 275 ભાણવડમાં 42 મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ અને મશીન બદલવાની ફરજ પડી હતી. આ બાજુ ગાંધીનગરમાં પણ ઈવીએમ ખોટકાયા છે. 5થી વધુ બૂથો પર ઈવીએમ બદલવામાં આવ્યાં છે. 
 • મધ્યગુજરાતમાં પણ 7 જગ્યાએ ઈવીએમ ખોટકાયું
 • સુરતના ગોપીપુરા વિસ્તારમાં મતદારો અટવાયા
 • નવસારીના ચોયાર્સી વિધાનસભા બુથ ખાતે ઈવીએમ ખોટકાયું
 • હિરાબા રાયસણમાં કરશે મતદાન
 • પીએમના માતા હિરાબા મતદાન કરવા નીકળ્યા
 • રાજ્યનાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું છે. 

 • એસએમ એસએમ સ્કૂલ ખાતે મતદારનું નામ ગાયબ થઇ ગયાનો આરોપ
 • વલસાડમાં ધરમપુરમાં બોગસ મતદાન થયાનો આરોપ
 • મતદાન કર્યા બાદ અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારે સંખ્યામાં બહાર નીકળીને લોકતંત્રના ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવો. તમારો એક મત દેશને સુરક્ષિત કરી શકે છે. દેશને સમર્થ બનાવી શકે છે, સમૃદ્ધ બનાવી શકે છે, દેશને વિકાસના પાટા પર ચઢાવી શકે છે. ખાસ કરીને યુવાઓ અને જેમને પ્રથમવાર મતાધિકાર મળ્યો છે તેમને અપીલ છે કે તમારે ભવિષ્યના ભારતના નિર્માણ માટે મતદાન કરવાનું છે. દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તથા દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે મતદાન કરવાની લોકોને અપીલ કરી. 
 • અમિત શાહની સાથે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી
 • અમિત શાહના પરિવાર કામેશ્વર મહાદેવ દર્શન કરવા પહોંચ્યા
 • અમિત શાહે નારણપુરા ખાતે પત્ની અને પરિવાર સાથે કર્યું મતદાન

 • રાજકોટથી સીએમ રૂપાણીએ પત્ની અંજલિબહેન સાથે કર્યું મતદાન

 • અમદાવાદના મમતપુરામાં EVM ખોટકાયું
 • ધોળકામાં EVM ખોટકાયું
 • સાબરકાંઠાના પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું
 • મહેસાણાની સંસ્કાર જ્યોતિ વિદ્યાલયમાં EVM ખોટકાયું
 • તલોદના સુલતાનપુરમાં EVM ખોટકાયુ
 • રાજ્યમાં 8 વાગ્યા સુધી મતદાનની ટકાવારી..
 • ભાવનગરમાં આશરે સાતથી 8 ટકા મતદાન
 • દમણમાં 7 ટકા મતદાન
 • વડોદરામાં 9 ટકા
 • વલસાડમાં 8 ટકા મતદાન
 • ભાવનગરમાં 8 ટકા મતદાન
 • આણંદમાં 10 ટકા મતદાન

 • મંત્રી રમણ પાટકર એ પોતાના મતદાન મથક ધોડીપાડા ખાતે મતદાન કર્યું
 • વાધોડિયા તાલુકાના સનોલી ખાતે ઈવીએમ ખોટવાયું..
 • વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન કર્યું
 • સુરતમાં 769 મતદારો અટવાયા
 • વહેલી સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી છે. અને સાથે કહ્યું છે કે, ‘થોડી જ વારમાં હું અમદાવાદમાં મતદાન કરવા માટે જઇશ’ હાલ પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં જઇને મતદાન કરી દીધું છે. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર છે. મતદાન પૂર્વે તેમને 100 મીટરનો ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો.

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ મતદાન કર્યું હતું, ત્યારબાદ તેમને લોકોનું અભિવાદન ઝીલતા તેમની સાથે વાતચીત કરી હતી. તેમને કહ્યું કે, મને પણ મતદાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે મેં વોટ આપીને મહાન લોકતંત્રના પર્વમાં ભાગીદાર થયો છું. તેમને મતદારોને ઉમંગ, ઉત્સવ સાથે મતદાન કરવાની અપીલ કરી હતી. તેમને કહ્યું કે, વોટર આઈડીની તાકાત IEDથી ઘણી છે. 

 • સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારે કર્યુ મતદાન, દિપસિંહ રાઠેડે પ્રાંતિજના ભાગપુરમાં મતદાન કર્યુ
 • પાટણના સાંતલપુરમાં EVM ખોટકાયું, લુનીચાના ગામે EVM ખોટકાયું
 • પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કર્યુ મતદાન, રાધનપુરના વડનગરમાં મતદાન કર્યુ
 • પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું, સવારથી EVM ખોટકાતા મતદાનમાં વિલંબ
 • ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવારે કર્યુ મતદાન, સી.જે.ચાવડાએ સેક્ટર – 6ની સ્કૂલમાં મતદાન કર્યુ
 • પીએમ મોદીએ મતદારોને ઉમંગ, ઉત્સાહથી મતદાન કરવાની અપીલ કરી હતી.
 • મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠ્યું અમદાવાદ
 • મને પણ મતદાન કરવાનું સૌભાગ્ય મળ્યું: મોદી
 • પીએમ મોદીએ સુખમાં છોને, ખુબ મહેનત પડી હશે, તેનાથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી.
 • પીએમ મોદીએ મતદાન બહાર ખુલ્લી જીપમાં સવાર થઇને લોકો સાથે વાતચીત કરી..
 • પીએમ મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો

 • પીએમ મોદીએ રાણીપમાં નિશાન સ્કૂલમાં વોટિંગ કર્યું

 • ગુજરાતમાં સરેરાશ  4 ટકા વોટિંગ થયું
 • મોટી સંખ્યામાં પીએમ મોદીને જોવા જનમેદની ઉમટી

 • PM મોદી રાણીપ ખાતે નિશાન સ્કૂલે પહોંચ્યા, 100 મીટરના રોડ શો શરૂ

 • નવસારી કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ પટેલે કર્યુ મતદાન, ધર્મેશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
 • વલસાડ કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીએ મતદાન કર્યુ, પોતાન મતદાન મથક કાકડકોપર ગામે મતદાન કર્યુ
 • સીઆર પાટિલે પરિવાર સાથે મતદાન કર્યું..

 • વલસાડમાં ધોબીતળાવમાં ઈવીએમ ખોટકાયું
 • મહેસાણામાં બુથ નંબર 94 પર ઈવીએમ ખોટકાયું
 • કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ સીએમ વિજય રૂપાણીના આર્શીવાદ લીધા
 • અમદાવાદ જિલ્લામાં 3 જગ્યાએ ઈવીએમ ખોટકાયા
 • અમિત શાહનો પરિવાર મતદાન કરવા પહોચ્યું
 • અમિત શાહે કાર્યકરો સાથે સેલ્ફી લીધી
 • મહેસાણામાં સંસ્કાર જ્યોતિ સ્કૂલમાં ઈવીએમ ખોટકાયું
 • સીએમ વિજય રૂપાણીએ પોતાની પત્ની અંજલી રૂપાણી સાથે મતદાન કર્યું..
 • પીએમ મોદીને હિરાબાએ ગીફ્ટમાં આપી માતાજીની ચૂંદડી

 • સીએમ રૂપાણી પત્ની સાથે મતદાન મથકે પહોંચ્યા
 • પીએમ મોદી અમદાવામાં નિશાન હાઇસ્કૂલ રૂમ નંબર 3, અચલેશ્વર મહાદેવ મંદિર પાસે, અંબિકા ચાર રસ્તા પાસે, રાણીપ, અમદાવાદમાં મતદાન કરશે.
 • મા પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે માતાનાં આશીર્વાદ લીધા હતાં. તેમના માતાએ પીએમ મોદીને આશીર્વાદની સાથા માતાજીની ચૂંદડી આપી હતી. 

 • રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ મતદાન કર્યું
 • નવસારીના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે મતદાન કર્યું, મતદાન બાદ મતદારોને મતદાન કરવાની અપીલ કરી..
 • સીએમ વિજય રૂપાણીએ તમામ 26 બેઠકો જીતવાનો કર્યો દાવો. મતદાન પહેલા મંદિર જઇને ભગવાનના આર્શીવાદ લીધા

 • ધોળકામાં ઈવીએમ ખોટકાયું
 • રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા
 • અમદાવાદના ચાંદલોડિયામાં ઈવીએમ ખોટકાયું
 • મતદાનનો શરૂઆતનો અડધો કલાક પૂર્ણ
 • બારડોલીના માણેકપોરમાં ઈવીએમ ખોટકાયું
 • ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું
 • સાબરકાંઠાના તલોદમાં ઈવીએમ ખોટકાયું
 • નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું
 • પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું
 • પીએમના મતદાન મથક નિશાન સ્કૂલ અમિત શાહ પહોંચ્યા

 • અમિત શાહ વડાપ્રધાનના મતદાન મથકે પહોંચ્યા
 • બનાસકાંઠાનાં ભાજપનાં ઉમેદવાર પરબત પટેલે પરિવાર સાથે મતદાન કર્યું. પરથી ભટોળે પણ મતદાન કર્યું
  મતદાન શરૂ થતાંની થોડી જ મિનિટોમાં મહેસાણા તથા સુરતમાં EVM ખોટકાયાનાં સમાચાર મળ્યા.. જ્યારે આખા રાજ્યમાં મતદારોનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
 • વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટ મતદાન કરવા પહોંચ્યા
 • વડાપ્રધાન મોદી માતા હિરાબાના આર્શીવાદ મેળવવા રાયસણ પહોંચ્યા

 • ઇવીએમ ખોટકાવવાની ફરિયાદો સામે આવતા લોકોમાં ઉચાટ
 • રાજકોટમાં માતૃમંદિર શાળામાં EVM ખોટકાયું છે.
 • ગુજરાતમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
 • વહેલી સવારથી મતદાન મથકોએ મોટી લાઇનો જોવા મળી
 • PM રાજભવનથી માતા હિરાબાના નિવાસસ્થાને જવા રવાના
 • મતદાન શરૂ થતા જ ઈવીએમ ખોટકાયા હોવાના અહેવાલ સામે આવ્યા
 • વલસાડાના ફલધારા ગામે ઈવીએમ ખોટકાયું છે.
 • PM મોદી એ જણાવ્યું કે થોડીકવારમાં કરશે મતદાન

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર લોકસભા બેઠક માટે રાણીપની નિશાન શાળાના રૂમ નંબર 3માં આવેલા બૂથમાં મતદાન કરશે. તેઓ સવારે સાડા સાત વાગે મતદાન કરવા પહોંચી શકે તેવા સમાચાર મળી રહ્યાં છે. આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાનનું સ્વાગત કરશે. મહત્વની વાત છે કે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, માજી નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, અમિત શાહ, ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન જેવા નેતાઓ ગાંધીનગર લોકસભાની મતદાર યાદીમાં નામ ધરાવે છે. એટલે આ તમામ નેતાઓ આજે અમિત શાહ માટે મતદાન કરશે.

મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને મતદારો અને મતદાન મથક સહિતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 26 લોકસભા બેઠક માટે 45152373 મતદારોમાં 23428119 પુરુષ મતદારો, 21696571 મહિલા મતદારો, 990 થર્ડ જેન્ડર, સેવા મતદારો 26693, 168054 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

ઉપરાંત 17430 મતદાન મથકો શહેરી અને 34421 ગ્રામ્ય સહિત કુલ 51851 મતદાન મથકો પર મતદાન યોજાશે. સાથે જ 233775 પોલીસ કર્મીઓ તેનાત રહેશે. મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન