Lok Sabha Election 2019: Why Priyanka Gandhi And Rahul Gandhi Fail?
  • Home
  • Election 2019
  • શા માટે રાહુલ-પ્રિયંકા નિષ્ફળ નીવડયા? કોંગ્રેસની હારનું સૌથી મોટું એક જ કારણ,

શા માટે રાહુલ-પ્રિયંકા નિષ્ફળ નીવડયા? કોંગ્રેસની હારનું સૌથી મોટું એક જ કારણ,

 | 7:46 am IST

લોકસભાની ચૂંટણી 2019ના પરિણામો સામે આવતા કોંગ્રેસમાં સન્નાટો ફેલાઇ ગયો. ચારેબાજુ ચર્ચા હતી કે જ્યારે પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રાજકારણમાં જોડાઇ ઉત્તરપ્રદેશની જવાબદારી સંભાળી ત્યારે ઘણા કોંગ્રેસ કાર્યકર્તાઓને આશા હતી કે પ્રિયંકા ગાંધી કંઇક કમાલ કરશે. રાજકીય નિષ્ણાતોને પણ લાગતું હતું કે પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસમાં કંઇક બદલાવ આવશે. પરંતુ બધાની આશા અપેક્ષાઓ વચ્ચે કંઇક ઉલટા જ પરિણામો આવ્યા. તો શા માટે રાહુલ-પ્રિયંકા નિષ્ફળ નીવડ્યા અને કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ શું છે? આવો અમે તમને જણાવીએ.

યુપીની વેતરણી પાર ઉતરી જવા માટે રાહુલ ગાંધીએ પ્રિયંકાને મહાસચિવ બનાવ્યા હતા પરંતુ યુપીમાં પ્રિયંકાનો જાદુ ચાલ્યો નથી. એક તો પ્રિયંકા વારાણસીમાં પીએમ મોદીની સામે ચૂંટણી જંગમાં ન ઉતર્યાં અને બીજી વાત પ્રિયંકાએ યુપીના ઉમેદવારોની પસંદગીમાં પોતાનું ધાર્યું કરાવ્યું હતું. તે વખતે પ્રિયંકાએ એવી જાહેરાત કરી કે મારા ઉમેદવારો જીતશે અથવા તો ભાજપના વોટ કાપશે, આ વાત મતદારોને ગળે ન ઉતરી.

કોંગ્રેસની ન્યાય યોજના પણ મતદારોને ગળે ઉતરી લાગતી નથી. પીએમ મોદીની રાહુલ-પ્રિયંકાની વધારે પડતી ટીકા ઉલટી પડી પરિણામસ્વરૂપે યુપીમાં કોંગ્રેસ સમેટાઈ ગયો.

યુપીમાં કોંગ્રેસના રકાસનું બીજું એક મુખ્ય કારણ એ પણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાગઠબંધનની ઘોર અવગણના કરી હતી. કોંગ્રેસે મહાગઠબંધન સાથે હાથ મીલાવ્યા હોત તો પરિણામ કંઈક જુદુ હોત. મહાગઠબંધનની ઉપેક્ષા રાહુલ-પ્રિયંકાને ભારે પડી.

બાલાકોટ પર આંગળી ઉઠાવવી તથા પીએમ મોદી પર અંગત પ્રહાર પણ કોંગ્રેસની હારનું એક મોટું કારણ છે.

આ Video પણ જુઓ: 13 રાજ્યોમાં ભાજપને 50%થી વધુ વોટશેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન