planning training state ec counting votes lok sabha election
  • Home
  • Featured
  • લોકસભાની 26 બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ, ગુજરાત કોલેજ ખાતે અપાશે તાલીમ

લોકસભાની 26 બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ, ગુજરાત કોલેજ ખાતે અપાશે તાલીમ

 | 1:57 pm IST

ગાંઘીનગરમાં લોકસભા 2019ની મતગણતરીને લઈને આવતીકાલે મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્ક્ષતામાં બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના તમામ આરઓ અને એઆરઓ અધિકારી પણ હાજર રહેશે. આ બેઠકમાં VVPATને લઈને તાલીમ આપવામાં આવશે. આ સાથે સાથે બેઠકમાં VVPATથી મતગણતરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન અપાશે.

આદર્શ મતગણતરી કેન્દ્ર બનાવવા અપાશે તાલીમ. મતગણતરીમાં ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકોની મતગણતરીઓની તૈયારીઓ શરૂ. આવતીકાલે ગુજરાત કોલેજ ખાતે આપવામાં આવશે તાલીમ. કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં અપાશે તાલીમ

લોકસભાની ચૂંટણીને લઇને VVPAT તાલીમ માટે ગુજરાતના અધિકારીઓને ચેન્નાઈ તાલીમ માટે મોકલ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઇને આગામી 23 તારીખે યોજાનારી મતગણતરીને લઇને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લેવામાં આવેલ VVPAT મશીનની તાલીમને લઇને આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા આવતી કાલે તમામ આરઓ અને એઆરઓ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આ બેઠકમાં VVPAT મશીનમાં મતગણતરીને લઇને માર્ગદર્શન આપશે. ધોળકા વિધાનસભા મત ગણતરી વખતે થયેલી અધિકારીઓની ભૂલો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન