Lok Sabha Election Result Live : Counting To Begin At 8 am
  • Home
  • Election 2019
  • લોકસભા ચૂંટણી પરિણામ : અદભુત… અજેય… અદ્વિતિય નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણી પરિણામ : અદભુત… અજેય… અદ્વિતિય નરેન્દ્ર મોદી

 | 6:59 am IST

લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરીથી સત્તા સંભાળશે કે કોંગ્રેસ સારૂ પ્રદર્શન કરશે કે પછી ગઠબંધનની કિસ્મત ચમકશે. બીજી તરફ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યા છે.

આશરે દોઢ મહિના જેટલાં લાંબા સમય માટે ચાલેલા લોકસભાના ચૂંટણી અભિયાન પછી ગુરુવારે દેશભરના EVM ખૂલશે. મોટાભાગના એક્ઝિટ પોલે મોદી સરકારની સત્તા વાપસીની આગાહી વચ્ચે આજે પરિણામો સામે આવી રહ્યાં છે. તો જાણો પળેપળની અપડેટ.

પળેપળની અપડેટ

– ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં શામેલ થનારા સાવિત્રી બાઈ ફૂલે પણ હાર્યા.

– કોંગ્રેસના નેતા અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારનો પણ પરાજય.

– કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ પરાજય.

– પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચડી દેવગોડાનો ભાજપના ઉમેદવાર સામે 13,339 મતોથી હાર્યા.

– સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પર 1 લાખ 67 હજારથી વધારે મતોથી મેળવ્યો વિજય. 

– અમે બે હતા ત્યારે પણ નિરાશ નહોતા. હવે ફરીથી આવ્યા છીએ ત્યારે પણ નમ્રતા છોડીશું નહીં, ના વિવેક છોડીશું, ના અમારા આદર્શોને છોડીશું, ન અમારા સંસ્કારોને છોડીશું. આ 21મી સદી છે, આ નવું ભારત છે. આ ચૂંટણીનો વિજય મોદીનો વિજય નથી. આ દેશમાં ઇમાનદારી માટે તડપતા નાગરિકની આશા-આકાંક્ષાનો વિજય છે. આ 21મી સદીના સપનાને લઇ ચાલી પડેલા નવજવાનનો વિજય છે.: પીએમ મોદી

– આપણે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, આપણે બધા એનડીએના સાથી, નમ્રતાપૂર્વક આ વિજયને જનતા-જનાર્દનના તબક્કામાં સમર્પિત કરીએ છીએ: PM મોદી

– જેણે આંખ-કાન બંધ હતા તેમના માટે મારી વાત સમજાવી મુશ્કેલી હતી, પરંતુ આજે મારી આ ભાવનાને જનતા-જનાર્દનને પ્રકટ કરી દીધો છે. આથી જો કોઇ વિજયી થયું છે તો હિન્દુસ્તાન વિજયી થયું છે. જો કોઇ વિજયી થાય છે તો લોકતંત્ર વિજયી થાય છે: પીએમ મોદી

– આ ચૂંટણીમાં જો કોઇ વિજયી થયા તો પ્રજા વિજયી થઇ છે, લોકતંત્ર વિજયી થયું છે: પીએમ મોદી

– જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શ્રીકૃષ્ણને પૂછવામાં આવ્યું કે તમે કોના પક્ષમાં હતા. હું સમજું છું, એ સમયે મહાભારતના કાળમાં તેમને જે જવાબ આપ્યો હતો તે 2019ની આ ચૂંટણીમાં હિન્દુસ્તાનના 130 કરોડ નાગરિકોને શ્રીકૃષ્ણ તરીકે જવાબ આપ્યો છે. તેમણેજવાબ આપ્યો હતો કે હું કોઇના પક્ષમાં નથી હું હસ્તિનાપુર માટે ઉભો હતો. આજે પ્રજા ભારત માટે ઉભી છે: PM મોદી

– આઝાદી બાદ, આટલી ચૂંટણીઓ થયા બાદ સૌથી વધુ મતદાન આ ચૂંટણીમાં થયું છે અને તેઓ પણ 40-42 ડિગ્રી ગરમીની વચ્ચે. એ પોતાનામાં જ ભારતના મતદાતાઓની જાગૃતતા, લોકતંત્રના પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શઆવે છે. આખા વિશ્વને આ વાતને રજીસ્ટર કરવી પડશે. જે મતદાનનો આંકડો છે આપણામાં લોકતાંત્રિક વિશ્વના ઇતિહાસની સૌથી મોટી ઘટના છે: પીએમ મોદી

– આજે સ્વયં મેઘરાજા પણ આ વિજયોત્સવમાં ભાગ લેવા માટે આપણી વચ્ચે છે. આજે અમે દેખી રહ્યા છીએ દેશના કોટિ-કોટિ નાગરિકોએ આ ફકીરની ઝોલી ભરી દીધી છે. હું ભારતના 130 કરોડ નાગરિકોને માથું ઝૂકાવીને નમન કરું છું. દુનિયાએ ભારતની તાકતને ઓળખવી પડશે: પીએમ મોદી

– પીએમ નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓમાં સંબોધિત કરી રહ્યા છે

– અમિત શાહે પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને લલકારતા કહ્યું કે આવનારા દિવસોમાં પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાશે

– ભાજપ અધ્યક્ષ અમિત શાહે સપા-બસપા ગઠબંધન પર સાંધ્યું નિશાન. તેમણે કહ્યું – ઉત્તર પ્રદેશની અંદર સપા-બસપા બંને એકત્ર થયા તો આખા દેશના મીડિયાનું કહેવું હતું કે ઉત્તરપ્રદેશમાં શું થશે? આ પ્રચંડ વિજય દર્શાવે છે કે આવનારા દિવસોમાં પરિવારવાદી પાર્ટીઓનું કોઇ મહત્વ રહેવાનું નથી.

– આ દેશની પ્રજાનો વિજય છે. આ ભાજપના 11 કરોડ કાર્યકર્તાઓના કઠિન પરિશ્રમનો વિજય છે. આ વિજય ભાજપની મોદી સરકાર, જેને 2014-2019 સુધી સબકા સાથ-સબકા વિકાસની નીતિથી કામ કર્યું, આ તેની નીતિનો વિજય છે: અમિત શાહ

– દેશના 17 રાજ્યોની પ્રજાએ 50 ટકાથી વધુ આશીર્વાદ ભાજપને આપ્યા છે: અમિત શાહ

– 5 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે દેશના 28 કરોડ ગરીબ પરિવારનું જીવન સ્તર ઉંચુ લાવવા સાર્થક પગલાં ઉઠાવ્યા: અમિત શાહ

– આજે દેશની અંદર આઝાદી બાદ સૌથી ઐતિહાસિક વિજય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને પ્રાપ્ત થઇ છે, આ આપણા બધા માટે ગૌરવની વાત છે: અમિત શાહ

– અમિત શાહ ભાજપના કાર્યકર્તાઓને સંબોધી રહ્યા છે

– પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીન દયાળ ઉપાધ્યાયની પ્રતિમા પર માળા અર્પણ કરી

– પીએમ નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ જેવા ભાજપના દિગ્ગજ નેતા પણ ભાજપ મુખ્યાલયમાં હાજર છે

– પોતાની જીત માટે પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું- ધન્યવાદ કાશી! આ મહાન ભૂમિની સેવા કરવી મારા માટે સૌભાગ્યની વાત છે. લોકસભામાં એક વખત ફરીથી કાશીનું પ્રતિનિધિત્વ કરવાને લઇ હું ખૂબ જ ઉત્સાહિત છું. કાશીના વિકાસ માટે આપણે બધા મળીને કામ કરીશું. કાશીના ભાજપ કાર્યકર્તાઓએ જે કઠિન પરિશ્રમ કર્યો છે તેના માટે તમારા સૌનો આભાર.

ધન્યવાદ કાશી! આ મહાન ભૂમિને લઇ હું ખૂબ જ ઉત્સાહિત છું. લોકસભામાં એક વખત ફરી કાશીનું પ્રતિનિધિત્વ કર્યું….

– પીએમ નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલ્ય પહોંચી ચૂકયા છે. થોડીક વારમાં તેઓ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

– થોડીક જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપ હેડક્વાર્ટરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. પીએમ મોદી દિલ્હીમાાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કરવા પહોંચે તે પહેલાં જ ધીમી ધારે વરસાદ પડ્યો

– ગોરખપુરથી ભાજપ ઉમેદવાર રવિ કિસન 301664 વોટથી જીત્યા. જીત બાદ તેમણે કહ્યું કે આ સચ્ચાઇની જીત છે

– મુઝફ્ફરનગર લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર સંજીવ બાલિયાન જીત્યા. તેમણે આરએલડી ઉમેદવાર અજીત સિંહને હરાવ્યા

– ખરાબ હવામાનના કારણે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની નાગપુર-ફલાઇટ લખનઉ ડાયવર્ટ કરાઇ

– ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, શ્રીલંકાના પીએમ, મોરેશિયસના પીએમ એ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરી જીતની શુભેચ્છા પાઠવી. આની પહેલાં તેમણે પીએમ મોદીને લેખિતમાં સંદેશ મોકલી પણ શુભેચ્છા પાઠવી હતી. 

– રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆત ખોટી કરી છે. જ્યારે ચૂંટણીના નુકસાનની જવાબદારી લેવાની વાત કહી તો રાહુલે કહ્યું કે આ મારી પાર્ટી અને મારા વચ્ચેની વાત છે. આ કોંગ્રેસ સીડબલ્યુસી અને મારા વચ્ચેની વાત છે. 

– કુલ 668767 વોટ મેળવીને નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી જીત્યા. પીએમ મોદીએ 475169 વોટના અંતરથી જીત નોંધાવી. 193598 વોટ મેળવીને ગઠબંધનના શાલિની યાદવ બીજા નંબર પર રહ્યા. કોંગ્રેસના અજય રાય ત્રીજા 151772 વોટ મેળવી કોંગ્રેસના અજય રાય ત્રીજા નંબર પર રહ્યા. નોટા પર પણ 3983 વોટ પડ્યા.

– રાહુલ ગાંધીએ કારમી હાર બાદ સોનિયા ગાંધી સમક્ષ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું  આપવાનો પ્રસ્તાવ મૂકયો: સૂત્ર

પીએમ મોદીએ ટ્વિટર પર પોતાના નામની આગળથી ‘ચોકીદાર’ શબ્દ હટાવ્યો. પીએમ એ લખ્યું, હવે સમય આવી ગયો છે કે ચોકીદાર ભાવનાને આગળ સ્તર પર લઇ જાય. આ ભાવનાને હંમેશા જીવત રાખો અને દેશના વિકાસ માટે કામ કરતાં રહે. હું ‘ચોકીદાર’ શબ્દને મારા નામથી હટાવું છું, પરંતુ આ આંતરિક રીતે મારો હિસ્સો રહેશે. હું તમને બધાને પણ આમ કરવાની અપીલ કરું છું.

 

– કોંગ્રેસની હારની સો ટકા મારી જવાબદારી છે: રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ

– અમેઠીમાં સ્મૃતિ ઇરાની જીત્યા છે. હું ઇચ્છીશ કે સ્મૃતિ ઇરાની જી ખૂબ જ પ્રેમથી અમેઠીની દેખભાળ કરે. તેમને જીત માટે અભિનંદન: રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ

– આજે નિર્ણયનો દિવસ છે. હું આ નિર્ણયને કોઇ રંગ આપવા માંગતો નથી. આજે કોઇ ફરક પડતો નથી કે હું તેની પાછળ શું કારણ માનું છું. ફેંસલો છે કે મોદી દેશના પીએમ હશે: રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ

– મેં ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે પ્રજા માલિક છે. આજે પ્રજાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. હું પીએમ મોદીને અભિનંદન પાઠવું છું. અમારા જે ઉમેદવાર લડ્યા, તેમને ધન્યવાદ કરું છું. અમારી લડાઇ વિચારધારાની લડાઇ છે. અમારે માનવું પડશે કે આ ચૂંટણીમાં મોદી જીત્યા છે: રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ

– અમેઠી લોકસભા સીટ પર 14 રાઉન્ડની ગણતરી બાદ ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી 21601 મતથી આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીની ગણતરીમાં સ્મૃતિ ઇરાનીને 238026 અને રાહુલ ગાંધીને 216425 મત મળ્યા છે.

– પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને જીત પર પાઠવી શુભેચ્છા. ઇમરાને કહ્યું કે હું પીએમ નરેન્દ્ર મોદીને ભાજપ અને તેમના ગઠબંધનની જીત પર અભિનંદન પાઠવું છું

– અભિનેત્રી સોનાક્ષી સિન્હાના માતા-પિતા બંને ચૂંટણી હારી ગયાં.

– ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે 5.54 લાખ મતોથી જીત્યા. 

– ભાજપની જીતની ઓસ્ટ્રેલિયાના પર્થમાં ઉજવણી, તો દુબઈ અને યૂનાઈટેડ અરબ અમિરાતમાં પણ ભાજપ સમર્થકોમાં ખુશીનો માહોલ.

– આજે નહીં આવતી કાલે યોજાશે કેન્દ્રીય કેબિનેટની બેઠક.

– ગોપાલ શેટ્ટીને અભિનંદન પાઠવું છું. અમને અનેક ઈવીએમમાં ખામીની ફરિયાદો મળી. આ મામલે અમે એક અહેવાલ તૈયાર કર્યો છે જેને આજે સાંજ સુધીમાં ચૂંટણી પંચને સોંપવામાં આવશે : ઉત્તર મુંબઈથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માંતોડકર.

– આ એક અદભુત અહેસાસ છે કે ભારત જેવા મોટા અને વિવિધતા ધરાવતા દેશમાં સફળતાપૂર્વક ચૂંટણી પુર્ણ થઈ. આ માટે ચૂંટણી પંચ અને તેની સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવું છું : અડવાણી. 

– ભાજપના દિગ્ગજ નેતા એલ કે અડવાણીએ શાનદાર જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અભિનંદન પાઠવ્યા. 

– દિલ્હીમાં BJP કાર્યાલય પહોંચ્યા અમિત શાહ

– દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર ઉજવણીનીઓ શરૂ, તૈયારીના દ્રશ્યો સામે આવ્યા.

– ચૂંટણી ભાજપની અભૂતપૂર્વ જીત માટે નરેન્દ્ર ભાઇ મોદને અભિનંદન પાઠવું છું. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટી કાર્યકર્તાઓએ પાર્ટીનો સંદેશ દરેક વોટ સુધી પહોંચવામાં અગત્યની ભૂમિકા નિભાવી: લાલકૃષ્ણ અડવાણી, વરિષ્ઠ ભાજપ નેતા

– રાયબરેલી લોકસભા સીટ પર અત્યાર સુધીની ગણતરીમાં કોંગ્રેસના સોનિયા ગાંધીને 421094 વોટ જ્યારે ભાજપના દિનેશ સિંહને 292280 વોટ મળ્યા છે. સોનિયા ગાંધી હજુ પણ 128814 મતથી આગળ ચાલી રહ્યા છે. 

– પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો નવજોત સિંહ સિદ્ધુ પર કટાક્ષ – ભારતમાં લોકો એ વાત કયારેય સ્વીકારશે નહીં કે કોઇ પાક આર્મી ચીફને ગળે લગાવે– વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 લાખથી વધુ મતોથી જીત્યા, 28મીએ જશે વારાણસી

– હું જનાદેશનો સ્વિકાર કરૂ છું, પણ એ પણ હકીકત છે કે, ઈવીએમને લઈને લોકોના મનમાં શંકા તો છે. કોંગ્રેસે રાજીવ ગાંધીના સમયમાં ઘણું સારૂ પ્રદર્શન કર્યું હતું પરંતુ કોઈએ પણ ચૂંટણી પર શંકા વ્યક્ત કરી નહોતી. તેવી જ રીતે અટલ બિહારી વાજપેયીનો વિજય પણ શંકાથી પરે હતો : શરદ પવાર.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વિટ – સબકા સાથ + સબકા વિકાસ + સબકા વિશ્વાસ = વિજયી ભારત.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિદેશોમાંથી થઈ અભિનંદનની વર્ષા. ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જાપાનના વડાપ્રધાન શિંજો અબેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતાં.

– કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહનો કારમો પરાજય, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો જ્વલંત વિજય.

– ભાજપ અધ્યક્ષ અમિત શાહે એલ કે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, અડવાણીને 2014માં 4 લાખ 83 હજાર મત મળ્યાં હતાં જ્યારે અમિત શાહને 4 લાખ 86 હજાર મતો મળ્યાં છે અને હજી પણ મતગણતરી યથાતવત છે.

– ભાજપ અધ્યક્ષ અમિત શાહે એલ કે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, અડવાણીને 2014માં 4 લાખ 83 હજાર મત મળ્યાં હતાં જ્યારે અમિત શાહને 4 લાખ 86 હજાર મતો મળ્યાં છે અને હજી પણ મતગણતરી યથાતવત છે.

– ભાજપે સરજ્યો ઈતિહાસ, આંકડો પહોંચ્યો 300 બેઠકોને પાર. 

– સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા.

– લગ્નમાં પણ ચૂંટણીનું પરિણામ જોઈ શકાય તે માટે લગાવી મોટી ટીવી સ્ક્રિન.

– 26 મે ના રોજ NDA સરકાર રચવાનો દાવો કરશે.

– સાંજે છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે.

– ઈઝરાયેલના વડાપ્રધાન બબેંઝામિન નેતાન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યા અભિનંદન, તેમણે લખ્યું મોદી ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો આવી રીતે જ મજબુત બનાવતા રહેશે. 

– કેરળના વાયનાડમાંથી રાહુલ ગાંધી જીત્યા, અમેઠીમાં કોકડું ગુંચવાયુ.

– શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપ્યા હતાં.

– નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની અભિનંદન આપતા કહ્યું – તો એક્ઝિટ પોલનો વિજય થયો. હવે આ જબદજસ્ત પરફોર્મન્સ માટે ભાજપ અને એનડીએને અભિનંદન જ આપવાના બાકી છે. મોદી સાહેબ અને અમિત શાહે ખુબ જ પ્રોફેશનલ રીતે આખુ ચૂંટણી અભિયાન ચલાવ્યું અને જીતનાર ગઠબંધનને સાથે રાખ્યું. હવે પાંચ વર્ષ વધારે.

– કન્હૈયા કુમારની ભૂંડી હાર, ગિરિરાજ સિંહનો ઝળહળતો વિજય. 

– ચંન્દ્રબાબુ નાયડૂએ વિધાનસભામાં મળેલી હાર સ્વિકારી, આપશે રાજીનામું. 

– ભાજપના જીતની ઉજવણી ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલબોર્નમાં. 

– ભાજપના ઉમેદવાર ક્રિકેટર ગૌતમ ગંભીર, મીનાક્ષી લેખી 1-1 તો હંસરાજ હંસ અને મનોજ તિવારી પોણા બે લાખ મતોથી આગળ. 

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ઘરની બહાર નીકળી લોકોનું કર્યું અભિવાદન.

– ભાજપના પ્રવક્તા – નેતા સંબિત પાત્રાએ પુરી બેઠકથી આખરે લીડ મેળવી. 

– મધ્ય પ્રદેશના ગુનાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા 27,000 વોટથી પાછળ.

– ભૂપેન્દ્ર યાદવ ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવા પહોંચ્યા.

– આઝાદી માંગવા નિકળેલા કન્હૈયા કુમાર 1 લાખથી વધારે વોટથી હાર્યા. 

– પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા. 

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી 1 લાખથી મતોથી આગળ.

– આવતી કાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક.

– જમ્મુ-કાશ્મીરમાંથી મહેબુબા મુફ્તિ ચૂંટણી હારે છે. 

– ભાજપના તમામ સેલેબ્રિટી જીતે છે જ્યારે કોંગ્રેસના હરે છે.

– મુંબઈની તમામે તમામ 6 બેઠકો પર ભાજપ-શિવસેના આગળ.

– 36 વર્ષનો રેકોર્ડ તુટ્યો, સતત બીજી વાર બનશે બહુમતિની સરકાર. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન