Lok Sabha Election 2019 : Why Smriti Irani Successes In Amethi ?
  • Home
  • Election 2019
  • અમેઠીમાં સ્મૃતિની ઐતિહાસિક જીત પાછળના આ રહ્યા કારણો, જાણીને કહેશે Wow

અમેઠીમાં સ્મૃતિની ઐતિહાસિક જીત પાછળના આ રહ્યા કારણો, જાણીને કહેશે Wow

 | 1:54 pm IST

અમેઠીના આંગણામાં ‘તુલસી’ ઉગી જ ગઇ. પરંતુ ગાંધી પરિવારના કિલ્લામાં આ કરિશ્મા બસ મોદી લહેરથી નથી થયું. એક સમયે ટીવી સીરીયલમાં તુલસીનું પાત્ર ભજવી પ્રખ્યાત થયેલ સ્મૃતિ ઇરાનીની અમેઠી સુધીની સફરની કહાની દિલચસ્પ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં હાર છતાંય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એ 2019મા ફરી એક વખત રાહુલ ગાંધીને ટક્કર આપવાનું નક્કી કર્યું અને ગાંધી પરિવારની 50 વર્ષના જૂના ગઢને જીતી લીધો. કોંગ્રેસના કોઇ રાષ્ટ્રીય અધ્યક્ષને હરાવનાર તેઓ પહેલાં કેન્ડિડેટ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સ્મૃતિ ઇરાનીને 55120 વોટોથી કારમી હાર આપી છે.

સ્મૃતિએ જીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ એક સમર્પિત કાર્યકર્તા છે. સ્મૃતિ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીનો આભાર માન્યો.

60 દિવસ સુધી ગૌરીગંજના ઘરમાં રહી
પ્રચાર અભિયાન ખત્મ થયું તે પહેલાં અમિત શાહે કહ્યું હતું કે અમેઠીમાં વિકાસ અને પરિવારવાદની લડાઇ છે. ગુરૂવારના રોજ તેમની આ વાતથી તમામ લોકો સહમત દેખાયા. 2014મા હારવા છતાંય અમેઠીમાં વિકાસ કામોને સુનિશ્ચિત કરવા માટે તેઓ સતત પ્રજાની વચ્ચે આધાર બનીને રહ્યા. લગભગ 60 દિવસ સુધી સ્મૃતિ ગૌરીગંજના કૃષ્ણ મેંશનમાં એક મકાન ભાડે રાખીને રહ્યા જેના માલિક રાકેશ ગુપ્તા છે.

5 વર્ષમાં 63 વખત અમેઠીની મુલાકાત
2014 થી 2019 દરમ્યાન સ્મૃતિ એ ચુપચાપ અમેઠીનો 63 વખત પ્રવાસ કર્યો. બીજીબાજુ રાહુલ આ દરમ્યાન 28 વખત પોતાના સંસદીય ક્ષેત્રમાં આવ્યા. કેટલીય વખત કેન્દ્રીય મંત્રીઓ સંજીવ બાલિયાન કે મનોહર પાર્રિકરની સાથે અચાનક ગામમાં પહોંચીને લોકોને સાડી, કપડા, જૂતા અને એટલે સુધી પુસ્તકો પણ વહેંચતા. 2015 થી 2017 દરમ્યાન તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે હરિહરપુર અને બરોલિયા ગામને દત્તક લીધું હતું.

અમેઠી લોકસભા સીટનું પરિણામ
સૌથી મોટો અવસર આવ્યો આ વર્ષે માર્ચ મહિનામાં જ્યારે પીએમ મોદીએ અમેઠીમાં આધુનિક ક્લાશનિકોવ-203 રાઇફલોના નિર્માણ માટે બનેલ ઓર્ડિનેંસ ફેકટરીનું લોકાર્પણ કર્યું. આ બધું એવા સમયે થઇ રહ્યું હતું જ્યારે રાહુલ ગાંધીએ યુપીએના શાસનકાળમાં મંજૂર મેગા ફૂડ પાર્ક યોજના છીનવવાનો આરોપ મૂકયો હતો.

હારના 1 મહિના બાદ જ અમેઠી પાછા ફર્યા હતા સ્મૃતિ
પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન સ્મૃતિ પર આકરા પ્રહારો કરતાં આરોપ મૂકયા હતા કે તેઓ અમેઠીના લોકોને ગરીબ અને ભિખારી સમજે છે. કયાંક ને કયાંક આ નિવેદને અમેઠીના લોકોની નારાજગી વધારી દીધી જે પહેલાં જ ગાંધી પરિવારના અહીં કથિત રીતે ઓછો સમય પસાર કરવાને લઇ નારાજ હતા. 2014મા પોતાની હારના એક મહિનાની અંદર સ્મૃતિ અહીં ફરીથી પાછા આવ્યા અને ગામવાળા માટે યુરિયા-અમોનિયા ખાતરની સગવડતા સુનિશ્ચિત કરી. અમેઠી રેલવે સ્ટેશન પર એક રિઝર્વેશન સેન્ટર ખોલ્યું. તેની સાથે જ તેમણે કેન્દ્રીય રેલવે મંત્રીથી અમેઠી થઇ ઉતરેટિયા અને વારાણસીની વચ્ચે રેલવે વિદ્યુતીકરણનું કામ કરાવ્યું. એટલું જ નહીં અમેઠી-રાયબરેલીની વચ્ચે સંપર્ક માર્ગોથી લઇને નેશનલ હાઇવે અને સૈનિક સ્કૂલ માટે પણ સ્મૃતિએ પહેલ કરી.

2017મા અમેઠીની 4 વિધાનસભાઓમાં જીતી ભાજપ
ત્યારબાદથી સ્મૃતિએ ફરી પાછળ ફરીને જોયું નથી. તેઓ સતત તિલોઇ, સલોન, જગદીશપુર, ગૌરીગંજ અને અમેઠી વિધાનસભાનો પ્રવાસ કરતાં રહ્યા. આ જ કારણ હતું કે 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-સપાના ગઠબંધનને મોટો ઝાટકો આપતા ભાજપે 4 વિધાનસભા પર કબ્જો જમાવી લીધો.

સ્મૃતિના સમર્થનમાં અનુપ્રિયા પટેલ, સાધ્વી નિરંજન જ્યોતિ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારીએ પોતાની સીટ પર વ્યવસ્તતાની વચ્ચે અહીં રેલીઓને સંબોધિ કરી. યુપીના સીએમ યોગી આદિત્યન અહીં બે વખત આવ્યા. સ્મૃતિના નામાંકનના દિવસે તેમણે રોડ શોમાં પણ ભાગ લીધો.

આ Video પણ જુઓ: શપથ ગ્રહણ બાદ 370 પર કામ કરીશું : રવિશંકર પ્રસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન