Lok Sabha Election : Why Has Battle For West Bengal Escalated Now
  • Home
  • Election 2019
  • પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કામાં જ કેમ ભડકી મોટા પાયે હિંસા? આ રહ્યાં કારણો

પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કામાં જ કેમ ભડકી મોટા પાયે હિંસા? આ રહ્યાં કારણો

 | 5:13 pm IST

દેશભરમાં લોકસભાની ચૂંટણી લગભગ શાંતિપૂર્ણ રીતે પુર્ણ થવાની તૈયારીમાં છે, પરંતુ ભદ્રલોક તરીકે જાણીતા પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાના મતદાન પહેલા હિંસાનું તાંડવ નજરે પડી રહ્યું છે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ દરમિયાન ફેલાયેલી હિંસા બાદ ચૂંટણી પ્રચારને સમય પહેલા એક દિવસ વહેલા આજે ગુરૂવારે રાત્રે 10 વાગ્યે જ બંધ કરાવવાનો નિર્ણય લેવો પડ્યો છે. જ્યારે ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનો હતો. પરંતુ હિંસાના કારણે આજે ગુરૂવારે જ રાજ્યમાં ચૂંટણી પ્રચાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સવાલ એ છે કે, આખરે ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં મતોની આ પ્રતિસ્પર્ધા ચૂંટણી જંગમાં કેમ ફેરવાઈ ગઈ?

છેલ્લા રાઉંડમાં બેઠકો માટે છેડાયો જંગ

લોકસભાની ચૂંટણીના છેલ્લા રાઉંડમાં 59 બેઠકો પર મતદાન થવાયું છે, જેમાંથી 9 બેઠકો પશ્ચિમ બંગાળની છે. ભલે બેઠકોની સંખ્યા ઓછી હોય પરંતુ આ બેઠકો મત માટે મહત્વની છે. કારણ એ પણ છે કે આ બેઠકો પર પરંપરાગત રીતે ટીએમસી મજબુત રહી છે અને આ વખતે તેને ભાજપ તરફથી આકરો પડકાર મળી રહ્યો છે. જેને લઈને જ ભાજપ અને ટીએમસી વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે અને હિંસક અથડામણો પણ થઈ રહી છે.

તૃણમુલ કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ

અંતિમ તબક્કામાં જે 9 બેઠકો પર મતદાન થશે, તે તમામ તૃણમુલ કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહી છે. ટીએમસીએ 2014માં આ તમામ બેઠકો પર વિજય ધ્વજ લહેરાવ્યો હતો. તેમાં પણ જાધવપુર અને સાઉથ કોલકાતા બેઠક તો મમતાનો ગઢ માનવામાં આવે છે. તેમણે પોતાના રાજકારણની શરૂઆત પણ અહીંથી જ કરી હતી. મમતાએ 1984માં જાધવપુર લોકસભા બેઠક પરથી સીપીએમના દિગ્ગજ નેતા અને પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીને પરાજય આપ્યો હતો. આ તેમની અત્યાર સુધીની સૌથી ચર્ચિત જીત હતી. ત્યાર બાદ તેમણે સાઉથ કોલકાતા બેઠક પરથી ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું અને ત્યાંથી તેઓ સતત 6 વાર સાંસદ રહી ચુક્યા છે. ડાયમંડ હાર્બર બેઠક પણ ખાસી ચર્ચાસ્પદ રહી છે કારણ કે અહીંથી મમતા બેનરજીનો ભત્રીજો ચૂંટણી મેદાનમાં છે.

ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં મોટી તક

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ 9 બેઠકોમાં બીજા નંબરે રહી હતી. કોલકાતા નોર્થ અને કોલકાતા સાઉથ લોકસભા બેઠક પર ભાજપની વધતી તાકાત સ્પષ્ટ રૂપે ટીએમસી માટે નુંકશાનકારક છે. સાઉથ કોલકાતા બેઠકની જ વાત કરવામાં આવે તો ટીએમસને અહીં વોટ શેરમાં 20.24ટકા નુંકશાન ઉઠાવવું પડ્યું હતું. જ્યારે ભાજપને 21.33 ટકાના ફાયદા સાથે 25.58 ટકા મત મળ્યાં હતાં. આ રીતે ઉત્તર કોલકતા લોકસભા બેઠક પર પણ તૃણમુલ કોંગ્રેસનો વોટ શેર ઘટીને 35.94 ટકા પર આવી ગયો છે, જ્યારે ભાજપને 25.88 ટકા મત મળ્યાં હતાં. દમદમ બેઠક પર ભાજપે તો કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત બાંગ્લાદેશની સરહદને અડીને આવેલી બસીરહાટ બેઠક પર મુસલમાનોની વસ્તી, ગૌતસ્કરી અને ગેરકાયદે ઘુષણખોરીના મુદ્દાઓ ભાજપને મદદરૂપ બન્યા છે.

જેટલી મોટી રેલીઓ, એટલો મોટો ટકરાવ

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ગઢ માનવામાં આવતા વિસ્તારોમાં ભાજપે પોતાના દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમદમ, બસીરહાટ, મથુરાપુર અને ડાયમંડ હાર્બર બેઠક પર રેલીઓ કરી ચુક્યા છે. બીજી બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ બારાસાત, જયનગર અને કોલકાતા નોર્થ બેઠક પરથી ચૂંટણી સભાઓ ગજવી ચુક્યા છે. આ ઉપરાંત ભાજપના ટોચના નેતાઓ પશ્ચિમ બંગાળની મોટાભાગની બેઠકોની બરાબરની ધમરોળી ચુકી છે. પીએમ મોદીને અહીં તબક્કાવાર લગભગ બે રેલીઓ કરી છે. આ ઉપરાંત યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાનીએ પણ ક્રમશ: 3 અને 5 રેલીઓ કરી છે. માટે જ પોતાનો ગરાસ લૂંટાતો જાણે ટીએમસી કાર્યકર્તાઓ રીતસરના હિંસા પર ઉતરી આવ્યા છે.

જુઓ આ વીડિયો પણ 

રાજયમાં ખેડૂતો સાથે વધુ એક ક્રૂર મઝાક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન