Gujarat: Lok Sabha elections 12 different identity cards can be voted
  • Home
  • Ahmedabad
  • આવતી કાલે ગુજરાતમાં મતદાન, મતદારોએ આટલી બાબતનું ખાસ ધ્યાન રાખવુ

આવતી કાલે ગુજરાતમાં મતદાન, મતદારોએ આટલી બાબતનું ખાસ ધ્યાન રાખવુ

 | 9:42 pm IST

ગુજરાત લોકસભા-2019ની ચૂંટણીમાં મતદાતાઓ ચૂંટણીકાર્ડ સિવાયના અન્ય 12 જેટલા પૂરાવાના આધારે પણ મત આપી શકશે. મતદાતાઓએ ખાસ એ વાતનુ ધ્યાન રાખવાનુ રહેશે કે, ફોટો વોટર સ્લીપ ફક્ત માર્ગદર્શન માટે છે, ઓળખના પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકાશે નહી. મત આપવા માટે ચુંટણી કાર્ડ, આધારકાર્ડ સહિતના વિવિધ ઓળખ પુરાવા પૈકી એક આઈડી રજૂ કરવાનું રહેશે. મતદાન કરવા માટેના તમામ પૂરાવાની વિગત નીચે પ્રમાણે આપેલી છે.

આ પૂરાવાથી મત આપી શકાશે – હે
(1) મતદાર ફોટો ઓળખકાર્ડ
(2) પાસપોર્ટ
(3) ડ્રાઈવિંગ લાયસન્સ
(4) ર્સિવસ ઓળખકાર્ડ
(5) પાસબુક
(6) પાનકાર્ડ
(7) સ્માર્ટકાર્ડ
(8)મનરેગા જોબકાર્ડ
(9) સ્વાસ્થ્ય વીમા સ્માર્ટકાર્ડ
(10) પેન્શન દસ્તાવેજ
(11) સરકારી ઓળખકાર્ડ
(12) આધારકાર્ડ

મતદારોએ આટલી બાબતનું ખાસ ધ્યાન રાખવુ
– મતદાતા ઓળખપત્ર અથવા માન્ય 12 જેટલા પુરાવા પૈકી એક પુરાવાને સાથે રાખવો
– મતદાન કેન્દ્ર સુધી પહોચતા પહેલા જ પોતાનો મતદાર ક્રમાંક નંબર મેળવી લેવો
– બને ત્યાં સુધી ઓળખપત્ર સિવાયની ચીજવસ્તુઓ સાથે રાખવાનું ટાળો
– મતદાન કેન્દ્ર અને તેની ફરતે 100 મીટરની ત્રીજ્યામાં મોબાઈલ સહિતના ઉપકરણનો ઉપયોગ કરવો નહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન