Nota being the result of the Lok Sabha elections, be aware of the number in Gujarat
  • Home
  • Election 2019
  • લોકસભાની ચૂંટણીના પરિણામમાં નોટાનો રહ્યો ભારે દબદબો, ગુજરાતમાં આંકડો જાણીને ચોંકશો

લોકસભાની ચૂંટણીના પરિણામમાં નોટાનો રહ્યો ભારે દબદબો, ગુજરાતમાં આંકડો જાણીને ચોંકશો

 | 2:07 pm IST

લોકસભાની ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો અતૂટ વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. એટલું જ નહીં, 2014ની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી પાસેથી અપેક્ષાએ ગુજરાતના મતદારોએ જે રીતે તમામ 26 બેઠકો ભાજપને સુપરત કરી હતી. તો અમુક લોકોનો રાજ્યમાં રોષ પણ જોવા મળ્યો હતો. આ વખતની ચૂંટણીના પરિણામમાં નોટાનો દબદબો જોવા મળ્યો હતો.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભલે ભાજપે જીતની તમામ એડ્રીક લગાવી હોય પરંતું આપણે એ પણ ના ભૂલવું જોઇએ કે, લોકસભાની ચૂંટણીના પરિણામમાં નોટાનો ભારે દબદબો રહ્યો છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 17 બેઠકો પર નોટામાં 10 હજારથી વધારે મત નોટામાં પડ્યા હતા. તો 4 બેઠક પર નોટામાં 20 હજારથી વધુ મત નોંધાયા હતા.

તમને જણાવી દઇએ કે, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને બારડોલીમાં સૌથી વધુ 20 હજારથી વધુ મતો નોટામાં પડ્યા હતા. તેની સાથે રાજ્યની 26 બેઠકો પર નોટાને કુલ 363174 મત પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુરમાં 32816, દાહોદમાં 31873, પંચમહાલમા 20066, બારડોલીમાં 22823 મત નોટામા પડ્યા હતા. જેથી આપણે કહી શકાય છે. ગુજરાતમાં આટલા લોકોને ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીઓમાંથી કોઇના પર ભરોસો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન