Bollywood joins PM Narendra Modi in increasing voter awareness
  • Home
  • Entertainment
  • Bollywood
  • ખુબજ રસપ્રદ છે PM નરેન્દ્ર મોદીના સ્લોગન, ફિલ્મી સિતારાઓને કરી આ રીતે અપીલ

ખુબજ રસપ્રદ છે PM નરેન્દ્ર મોદીના સ્લોગન, ફિલ્મી સિતારાઓને કરી આ રીતે અપીલ

 | 1:38 pm IST

લોકસભાની ચૂંટણી 2019ની તારીખોનું એલાન થઈ ગયુ છે. તારીખોના એલાનબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મી કલાકારો, સિંગર્સ, નેતાઓ, ખેલાડીઓ અને મીડિયાને ટેગ કરી ટ્વિટર પર અપીલ કરી છે. પોતાના આ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શંકર મહાદેવન, વિક્કી કૌશલ, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને આમિર ખાન જેવા સિતારાઓને મતદાનનું મહત્વ સમજાવવાનો આગ્રહ કર્યો છે.

મોદીએ જે ટવીટ કર્યા છે તે ખુબજ રસપ્રદ અને મજેદાર છે. મોદીએ એક ટ્વીટમાં લખ્યુ છે કે, મારા દોસ્ત રણવીર સિંહ, વરૂણ ધવન અને વિક્કી કૌશલ કેટલાયે યુવાનો તમારી પ્રશંસા કરી રહ્યા છે. તેમને આ દર્શાવવાનો સમય આવી ગયો છે. હવે ટાઈમ આવી ગયો છે અને આ યોગ્ય સમય પણ છે કે મતદાતાઓને વધારેમાં વધારે જાગૃત કરવામાં આવે. વોટિંગ સેન્ટર પર જોશને બતાવવાનો આ યોગ્ય સમય છે.

બોલીવુડના સ્વરસામ્રાજ્ઞી લતા માંગેશકર અને એ. આર રહેમાનને પણ PM એ અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે હું નમ્રતાપૂર્વક તમને સૌને અનુરોધ કરૂ છુ કે 2019ની ચૂંટણીમાં વધારેમાં વધારે લોકો મતદાન કરે એ માટે પ્રેરિત કરો. લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો આ યોગ્ય સમય છે.

પીએમએ લખ્યુ કે એકટ્રેસ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્માને આગામી ચૂંટણી માટે મતદાન કરવા અપીલ કરવાનું જણાવ્યુ છે , પ્રસિદ્ધ ફિલ્મી હસ્તિઓના રૂપે જેમના કામને લોકોએ વખાણ્યુ છે મને વિશ્વાસ છે કે તમારા મેસેજથી નાગરિકો પર સકારાત્મકત અસર પડશે.

એક્ટર મનોજ વાજપેયી અને સિંગર શંકર મહાદેવન તમારા ટેલેન્ટ અને સ્કિલે લાખો લોકોને એન્ટરટેન કર્યા છે અને ભારતને ગર્વ અનુભવ કરાવ્યો છે. તમારા અવાજથી વ્યાપક રૂપથી સન્માનિત કરવામાં આવે છે. કૃપા કરીને મતદાતાઓને જાગૃત કરવા અને વધારેમાં વધારે મતદાન થાય તે માટે પ્રેરિત કરી આપણાં લોકતંત્રને શક્તિ પ્રદાન કરો.

ડિયર અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર અને આયુષ્યમાન ખુરાના એક મતની શક્તિના આધાર પર કેવો છે જાગૃતતા વધારવા થોડો દમ લગાવો. અને મતદાન માટે એક સુપરહિટ કથાનું નિર્માણ કરો.

સલમાન ખાન અને આમિર ખાનને પણ PM મોદીએ અપીલ કરી છે. તેમણે લખ્યુ છે કે મતદાન ફક્ત આપણો અધિકાર નથી આપણી ડ્યૂટી છે. ડિયર સલમાન ખાન અને આમિર ખાન તમારા અંદાજમાં આ દેશ યુવાઓને મોટિવેટ અને ઇસ્પાયર કરી લોકતંત્રને મજબૂત બનાવો.

મોદીએ ટ્વીટ કરી લખ્યુ કે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન આગ્રહ છે કે આગામી ચૂંટણીમાં વધારે મતદાતાઓ આવે તે માટે તમારૂ યોગદાન આપો. કેમકે આ તમામ તમારો લોકતંત્ર પ્રત્યેનો તમારો પ્રેમ મજબૂત કરવા માટે છે.

અક્ષય કુમારે PM મોદીના ટ્વીટનો જવાબ આપ્યો. સારૂ અને સાચું કહ્યુ PM મોદીજીએ. લોકતંત્રની અસલી ઓળખ ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભાગીદારી ખુબજ જરૂરી છે. આપણા માટે મતદાન એ આપણી પવિત્ર ફરજ હોવી જોઈએ. તો એ.આર રહેમાને લખ્યુ કે We will ji ..Thank you.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન